Maha Gujarat
Other

અમદાવાદ-મહેસાણા વચ્ચેના 51 કિમી હાઈવેને રૂ. 2630 કરોડના ખર્ચે આઠ માર્ગીય બનાવાશે, કેબિનેટ બેઠકમાં મંજૂરી

કુલ 51 કિ.મી.ના માર્ગમાં 1 એલિવેટેડ કોરીડોર, 8 ફ્લાયઓવર તેમજ 8 અંડરપાસ તૈયાર કરાશે. આ સાથે રસ્તાની બંને બાજુ ૭ મીટર પહોળો સર્વિસ રોડ તૈયાર કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રાજ્યની જનતા માટે રોડ-રસ્તા સહિતની શ્રેષ્ઠ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા મહત્વના એવા અમદાવાદ-મહેસાણા વચ્ચેના 51 કિમીના ડાઈવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

આ કામગીરી પૂર્ણ થવાથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ તથા બનાસકાંઠા જિલ્લાની પ્રજાને આ સુવિઘાનો લાભમળવાની સાથે વર્ષો જૂની માંગ સંતોષારો તેમ, પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, અડાલજથી પાલાવાસણા સર્કલ, મહેસાણા સુધીના કુલ 51.60 કિ.મી.ના માર્ગને આઠ માર્ગીય કરાશે. અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા આ હાઇવેને વર્ષ 1999માં ચાર માર્ગીય બનાવવામાં આવ્યો હતો. જેમાં રસ્તાની સળંગ લંબાઈમાં રસ્તાની બંને બાજુ સર્વિસ રોડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

તાજેતરના ટ્રાફિક સર્વે મુજબ એક દિવસમાં અંદાજે કુલ 1 લાખથી વધારે વાહનો આ માર્ગ ઉપર અવર જવર કરે છે. જેથી રસ્તા પરના ટ્રાફિક ભારણને ધ્યાને લઈ હયાત ચાર માર્ગીય રસ્તાને આઠ માર્ગીયકરણ કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

જેમાં મુખ્ય રસ્તાને આઠ માર્ગીયકરણ તથા રસ્તાની બંને બાજુ 7.00 મીટર પહોળા સર્વિસ રોડ બનાવવામાં આવશે જેથી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણની સાથે ઝડપી અને સલામત પરિવહન શક્ય બનશે.

પ્રવકતા મંત્રીએ પ્રોજેક્ટ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, અમદાવાદ-મહેસાણા માર્ગ વચ્ચે આવતા કલોલ શહેરના ટ્રાફિકનું ભારણ ઘટાડવા શહેરમાંથી પસાર થતી લંબાઈમાં સામાવિષ્ટ પાંચ ઓવરબ્રિજ/ ફ્લાય ઓવરને જોડતો કુલ 6.10 કિ.મી. લંબાઈનો એલીવેટેડ કોરિડોરને તૈયાર કરાશે.

જેથી સ્થાનિક શહેરના આંતરિક ટ્રાફિકના કોઈપણ અવરોધ વિના ડાઈવે પરનો ટ્રાફિક પસાર થઈ શકે. વધુમાં રસ્તા પરના તમામ બ્રિજ સ્ટ્રકચર/પાઈપ કલવર્ટ/બોક્ષ કલવર્ટને આઠ માર્ગીય કરવાની કામગીરી કરવામાં આવશે.

આ ઉપરાંત આઠ ફલાયઓવરમાં મુખ્યત્વે શેરથા ખાતે બે, રાજપુર ભાસરીયા, જગુદણ, મેવડ ખાતે મળી કુલ 6 નવા ફલાયઓવર જયારે કલોલ અને છત્રાલ ખાતે વધારાના ચાર માર્ગીય ફલાયઓવર બનશે. વધુમાં આઠ સ્થળોએ અંડરપાસ બનાવવામાં આવશે.

જેમાં શેરથા પાસે બે, ઈફકો કલોલ પાસે 1, કલોલ શહેર ખાતે બે, છત્રાલ પાસે 1 અને નંદાસણ અને ગણેશપુરા પાસે એક-એક અંડરપાસ બનશે. જ્યારે હયાત કલોલ આર. ઓ.બી.ની બાજુમાં નવો વધારાનો ચાર માર્ગીય આર.ઓ.બી બનશે. આ પ્રોજેક્ટની કામગીરીના ટેન્ડર ટૂંક સમયમાં બડાર પાડવામાં આવશે. આ ટેન્ડરની મંજૂરી બાદ બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે.

Related posts

પાટણના સ્થાપનાદિન નિમિત્તે નગરદેવી કાલિકા માતાજીનું મંદિર પરિસર ૧૨૮૧ ઘીના દીવાથી ઝગમગી ઉઠ્યું

mahagujarat

સેવા એ જ સંકલ્પના સિદ્ધાંતને સાર્થક કરતું ક્રિષ્ના ગ્રુપ તલાટીની પરીક્ષા આપવા પાટણ આવેલાને રહેવા-જમવા અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા કર્યા

mahagujarat

પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન

museb

સત્તાધારી ભાજપની આબરૂના ધજાગરા પાટણ પાલિકાના સભ્યો અને ચીફ ઓફિસર વચ્ચે આક્ષેપો પ્રતિઆક્ષેપો

mahagujarat

તૃતીય પીઠાધિશ્ર્વર પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશબાવાની ઉપસ્થિતિમાં પાટણના દ્વારકાધિશ મંદિરમાં શ્રીકૃષ્ણ ભંડારનું વાસ્તુપુજન, છપ્પનભોગ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

mahagujarat

પાટણ ખમાર જ્ઞાતિ દ્રારા માતાજીના વરઘોડાનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

mahagujarat

Leave a Comment