Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યારમતરાજ્યશિક્ષણ

પાટણની શ્રી બી ડી સાર્વજનિક વિધાલયની ડિનલ વિઠાણીની ઇન્ટરનેશનલ એશિયાકપમાં બાસ્કેટબોલ ટીમમાં પસંદગી થઇ

પાટણ અને શાળાનું ગૌરવ વધાર્યું

શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલયની વિદ્યાર્થીની ડિનલ વિઠાણીની ઇન્ટરનેશનલ એશિયાકપ બાસ્કેટબોલ સ્પર્ધામાં ઇન્ટરનેશનલ કક્ષાએ પસન્દગી થઇ અને વર્તમાન ત્રણ દેશ સામે વિજેતા થઇ હવે સેમીફાઇનલ સુધી ભારત ની ટીમ પહોંચી છે. ડિનલ હાર્દિકભાઈ વિઠાણી પાંચ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને રાજ્ય માટે એક તેજસ્વી પ્રતિભા સાબિત કરી છે. તેણે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી, શિસ્તબદ્ધ રીતે બાસ્કેટબોલ પ્રત્યેનો પ્રેમ તેને નાની ઉંમરે જ અલગ પાડે છે. તેના કોચ તરીકે શ્રી નિલય ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોટ્સ સ્કૂલ પાટણમાં વધુ સમર્પણ સાથે તાલીમ ચાલુ રાખી. તેની સખત મહેનત અને દ્રઢ નિર્ણયે ટૂંક સમયમાં જ તેને ઇન્ડિયા કેમ્પસ સ્થાન અપાવ્યું. જ્યાં તેણે પોતાની કુશળતા અને પ્રતિબદ્ધતાથી સૌને પ્રભાવિત કર્યા આ ખંત અને જુસ્સાની સફર હવે ઋઈંઇઅ ઞ ૧૬ વિમેન્સ એશિયા કપ ૨૦૨૫ ડિવિઝન બી માટે ભારતીય અન્ડર ૧૬ મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ સ્પર્ધામાં તેણીએ ગૌરવપૂર્ણ પસંદગી તરફ દોરી ગઈ છે મલેશિયામાં ભાગ લેવા માટે તે ગયેલ છે.

પાટણમાં શ્રી પાટણ જૈન મંડળના પ્રમુખશ્રી દાનેશભાઈ શાહ તેમજ ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ શાહ અને માનદમંત્રીશ્રી ભરતભાઈ શાહ તેમજ હોદેદારોશ્રીએ પણ તેણીને બિરદાવીને શુભેચ્છાઓ આપી હતી. આચાર્યશ્રી ડો બળદેવભાઈ દેસાઈના સતત પ્રયત્નના લીધે. જિલ્લા રમતગમત વિકાસ અધિકારી શ્રી નરેશભાઈ ચૌધરી અને કિરણભાઈ પટેલના સતત સહકારના લીધે પાટણને ડીએલએસએસની મંજૂરી પાટણની ડિનલ વિઠાણી ને રાષ્ટ્રીય મંચ અને અંતરરાષ્ટ્રીય મંચ પર તેની પ્રતિભા દર્શાવવા માટે એક મજબૂત રમતગમત નું પેલ્ટફોર્મ પૂરું પાડ્યું છે. ડિનલ વિઠાણી પાટણ જિલ્લાની  ડિસ્ટિક લેવલ સ્પ્રોટ્સ સ્કૂલની તાલીમાર્થી છે તેના બાસ્કેટબોલના કોચશ્રી, નિલય ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેણે આ અંતર રાષ્ટ્રીય ટીમ માટે પસન્દગી કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે. ડી એલ એસ એસ કાર્યક્રમ ગુજરાત સરકારના રમતગમત અને સંસ્કૃતિક વિભાગ હેઠળ સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્રારા ચલાવવામાં આવે છે અને તે ખાસ કરીને યુવા રમત પ્રતિભાને ઓળખવા અને તેનું પાલન પોષણ કરવા માટે રચાયેલ છે ડી એલ એસ એસ પૂરતા પોષણ અને વ્યાપાક ટુર્નામેન્ટના અનુભવને સારા શિક્ષણ સાથે જોડે છે.

શ્રી બી ડી સાર્વજનિક વિધાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીની એ બાસ્કેટબોલ મેદાનના દાતા બની તેવા દાતાશ્રી, શ્રીમતિ ભારતીબેન યશવંતભાઈ ઝવેરી દ્રારા સરસ બાસ્કેટબોલ કોટ બનાવવામાં આવેલ છે અને દર વર્ષે શાળાની ટીમ જિલ્લા અને રાજ્ય કક્ષાએ શાળાને ગૌરવ અપાવે છે જેમાં આ વર્ષે ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી ડિનલ વિઠાણીની સિદ્ધિથી સોનામાં સુગંધ ભળી છે અને શાળા શિક્ષણની સાથે સાથે અનેક વિધ સહઅભ્યાસિક પ્રવુતિઓને પ્રોત્સાહન આપી રહી છે. શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એસોસિએશન દ્રારા પણ ઓપનજિમ, સંગીતશાળા, જેવી સુવિધાઓ બનાવવામાં આવેલ છે. શાળા ૮૧ વર્ષની સફરમાં છેલ્લા દશકામાં બે ઇન્ટરનેશનલ પ્લેયર આપ્યા છે જેમા ભૂતપૂર્વ વિદ્યાર્થી મેધ પટેલ અને ડિનલ વિઠાણી જે શાળાનું ગૌરવ વધારેલ છે. અંતર રાષ્ટ્રીય ઋઈંઇઅ ઞ ૧૬ ના સતાવાર સિડ્યુલ મુજબ ઞ-૧૬ વિમેન્સ એશિયાકપ ૨૦૨૫ ડિવિઝન બી ૧૩ -૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫  દરમિયાન મલેશિયાના સેરેમબાનમાં યોજાઈ રહ્યો છે, આ તકે શાળાના વડા ડો બી આર દેસાઈ એ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અશોકભાઈ ચૌધરી, રમતગમત અધિકારીશ્રી, નરેશભાઈ ચૌધરી, શ્રી કિરણભાઈ પટેલ અને શ્રી પાટણ જૈન મંડળના હોદેદારશ્રીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન સર્વની મદદથી શાળાને ડી એલ એસ એસ ની મંજૂરી મળી છે અને પાટણને ગૌરવ અપાવ્યું છે તેવું આચાર્ય શ્રી બળવદેવભાઇ આર. દેસાઇએ જણાવ્યું હતું.

Related posts

પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં આસો નવરાત્રિનું ભવ્યાતિભવ્ય આયોજન

mahagujarat

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી ભવ્ય રથયાત્રા નિકળશે

mahagujarat

પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, હેમ. ઉ.ગુ. યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ ડૉ. જીતેન્દ્ર પંચોલીનું દુ:ખદ અવસાન

museb

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમા આજથી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અમલી

museb

ધ્વનિ સંગીત પરિવાર દ્વારા કૃષ્ણભક્તિમાં રસ તરબોળ કરી દેતો ‘શ્રીકૃષ્ણ: શરણં મમ્’ કાર્યક્રમ યોજાયો

museb

“ઓમ મરી મરી ને જીવવું ઇના કરતો ભગવોન લઇ લે તો હારું”……..

mahagujarat

Leave a Comment