Maha Gujarat
Other

પાટણ નગરપાલિકાના પ્રમુખ પદે ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલની વરણી

પાટણ નગરપાલિકાના પ્રથમ અઢી વર્ષ માટે ચૂંટણી યોજાઈ

અપક્ષ ઉમેદવાર ચેતનાબેન પ્રજાપતિએ બીજેપી તરફેણમાં મતદાન કર્યું

ડૉ. મનોજ ઠાકોર પક્ષના નેતા અને મનીષાબેન પ્રજાપતિ દંડક જાહેર

પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની

ન.પા. માં કુલ 44 સભ્યોની હાજરીમાં આજે ચૂંટણી કરવામાં આવી હતી.

ભાજપના 24 સભ્યો જ્યારે વિરોધ પક્ષના 17 અને 3 અપક્ષ હાજર રહ્યા. ભારતીય જનતા પાર્ટી (BJP) મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો

નવા સુકાનીઓ: કોને કઈ જવાબદારી મળી?

ભાજપ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ મુજબ પાટણ નગરપાલિકાનું સુકાન નીચે મુજબના સભ્યોને સોંપવામાં આવ્યું છે:

પ્રમુખ: ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળ

ઉપપ્રમુખ: ઉત્કર્ષ બી. પટેલ

કારોબારી ચેરમેન: નીલમ પટેલ

પક્ષના નેતા: ડૉ. મનોજ ઠાકોર

દંડક (વ્હીપ): મનીષાબેન પ્રજાપતિ

 

આ વખતની વરણીમાં સૌથી ઐતિહાસિક બાબત એ રહી છે કે પાટણ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર પ્રમુખ પદે સામાન્ય વર્ગના એક મહિલાને સ્થાન મળ્યું છે. સાવ નાનકડા પછાત વર્ગમાંથી આવતા ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળની પ્રમુખ તરીકે વરણી કરીને ભાજપે છેવાડાના કાર્યકરને સન્માન આપવાનો મોટો રાજકીય દાવ ખેલ્યો છે.

વોર્ડ નંબર ૧ અને ૨ નો દબદબો

આ નવી વરણીમાં પાટણના વોર્ડ નંબર ૧ અને ૨ નું ભારે પ્રભુત્વ જોવા મળ્યું છે. નગરપાલિકાના સર્વોચ્ચ એવા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ આ વોર્ડના ફાળે જતાં રાજકીય ભારે ચર્ચા જાગી છે.

આજની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વહીવટી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. સવારે ૧૧:૨૫ વાગ્યા સુધી પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ફોર્મ સ્વીકારવાનો સમય નક્કી કરાયો હતો.

નવા વરાયેલા તમામ હોદ્દેદારોને ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવી, ભવ્ય વધામણાં કરવામાં આવ્યા હતા. તમામ નવા સભ્યોએ પાટણ શહેરના વિકાસ કાર્યોને વેગ આપવાની નેમ વ્યક્ત કરી હતી.

Related posts

મહેસાણાના અગ્રણી દિલીપભાઇ ચૌધરી જિલ્લાની શિક્ષણ સંસ્થાઓમાં ફરી મોદી સરકારની ઉપલબ્ધીઓ સમજાવી રહ્યા છે

museb

પાટણની શ્રીમંત ફતેહસિહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા નવિન વિભાગનું લોકાર્પણ તેમજ અભિવાદન સમારોહ યોજાયો

mahagujarat

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં અષાઢી બીજની રથયાત્રાના દિવસે પાટણના દ્વારકાધિશ મંદિરમાં વિવિધ મનોરથો યોજાશે

mahagujarat

પાટણ નગરપાલિકામાં વેરા વસુલાતના પ્રથમ દિવસે જ સોફ્ટવેર ખોવાઈ પડતા કામગીરી અટવાઈ

museb

શ્રી રામ રહીમ પૂરક શિક્ષણના વર્ગોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

mahagujarat

શ્રી રોટલીયા હનુમાનજીનો પ્રથમ પાટોત્સવ-રોટલીયોત્સવ ઉજવાશે

mahagujarat

Leave a Comment