Maha Gujarat
Other

નૉર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસમાં ફાર્મસી કોલેજને ફાર્મસી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાની મંજૂરી

માત્ર ડિગ્રી નહીં, પરંતુ ભવિષ્યના હેલ્થકેર લીડર્સ તૈયાર કરવાનો અમારો સંકલ્પ — પાટણ હવે ફાર્મસી શિક્ષણનું નવું ડેસ્ટિનેશન બનશે – ડૉ. જય ધ્રુવ

પાટણ માટે ગૌરવની ક્ષણ

પાટણ શહેર અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગૌરવ અને આનંદના સમાચારરૂપે, છેલ્લા ૬૭ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે અવિરત સેવા આપતી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસ દ્વારા આ વર્ષથી શરૂ કરવામાં આવેલ ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઑફ ફાર્મસી ને હવે Pharmacy Council of India ની સત્તાવાર મંજૂરી પ્રાપ્ત થઈ છે. સાથે સાથે ગુજરાત સરકારની મંજૂરી તથા Gujarat Technological University સાથેનું સંલગ્નતા પણ પ્રાપ્ત થતાં હવે આ સંસ્થા આ શૈક્ષણિક વર્ષથી બેચલર ઑફ ફાર્મસી (બી.ફાર્મ.) અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરશે.

પાટણ શહેરમાં અત્યાર સુધી ફાર્મસી કોલેજનો અભાવ હતો ત્યારે એન.જી.ઈ.એસ. દ્વારા શરૂ કરાયેલ આ આધુનિક ફાર્મસી કોલેજ શહેર તેમજ આસપાસના વિદ્યાર્થીઓ માટે મોટી તક અને આશીર્વાદ સમાન સાબિત થશે. અદ્યતન શિક્ષણ, પ્રાયોગિક જ્ઞાન અને ઉદ્યોગલક્ષી અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યના આરોગ્ય અને ઔષધ નિર્માણ ક્ષેત્ર માટે તૈયાર કરવામાં આવશે.

એન.જી.ઈ.એસ. કોલેજ કેમ્પસ મેનેજમેન્ટના ડૉ. જય ધ્રુવે જણાવ્યું હતું કે, “૬૦ બેઠકોની મંજૂરી સાથે શરૂ થનારા આ કોલેજ માટે આધુનિક અને ભવ્ય મકાન તૈયાર કરવામાં આવ્યું છે. અદ્યતન પ્રયોગશાળાઓ, સ્માર્ટ વર્ગખંડો, અનુભવી પ્રાધ્યાપકો તથા તમામ આધુનિક સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવશે. એન.જી.ઈ.એસ. હંમેશા શિક્ષણમાં નવી દિશા અને ઉત્તમતા લાવવાના પ્રયાસો કરતું આવ્યું છે અને ફાર્મસી મહાવિદ્યાલય તેનું વધુ એક ગૌરવપૂર્ણ પગલું છે.”

આ નવી સિદ્ધિ સાથે એન.જી.ઈ.એસ. કેમ્પસે શિક્ષણક્ષેત્રે વધુ એક “નવું પંખ” ઉમેર્યું છે અને પાટણને ફાર્મસી શિક્ષણનું નવું કેન્દ્ર બનાવવા તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

Related posts

8 મેં રેડ ક્રોસ દિન. પાટણ જિલ્લા રેડ ક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું

mahagujarat

ધોળકા ખાતે કેડિલા ફાર્માસ્યુટીક્લ્સ પરિસરમાં સનાતન ધર્મધામ મંદિરનું નિર્માણ : ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

mahagujarat

પાટણની ૧૪૪મી ઐતિહાસિક રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના ભવ્ય ‘મામેરાના યજમાન’ બનવાનું પરમ સૌભાગ્ય ડૉ. જયેશભાઈ મોદી પરિવારને પ્રાપ્ત થયું

mahagujarat

પાટણના 200 વષૅ જુના રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ત્રિ- દિવસીય ઉજવણી કરાશે

museb

પાટણની ડૉ. પંડ્યા અભ્યાસગૃહ શાળાને ઐતિહાસિક દરજ્જો આપવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજૂઆત

mahagujarat

Výplaty výher a zodpovědné hraní: co musí vědět každý hráč

Admin

Leave a Comment