શુદ્ધાદ્વૈત તૃતિય ગૃહાધિશ કાંકરોલી નરેશ પ.પૂ. ગો. શ્રી ૧૦૮ વ્રજેશ કુમારજી મહારાજ એ તાજેતરમાં નિત્ય લીલામાં પ્રવેેશ કરેલ છે. જાણીતી લોકપ્રિય ટી.વી. સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના નિર્દેશક આસિત મોદી એ વડોદરા જઇ પ. પૂ. શ્રી વજેશકુમારજી ને અત્યંત વિરહાનુભૂતિની સાથે ભાવાંજલિ અર્પણ કરી હતી. આસિત મોદી એ તૃતિય ગૃહ કાંકરોલી પ. પૂ. ગો.શ્રી ૧૦૮ ડો વાગીશકુમારજી, તૃતિય ગૃહ કાંકરોલી યુવરાજ ગો. ૧૦૮ પૂ. શ્રી વેદાંત કુમારજી, તૃતિય ગૃહ કાંકરોલી યુવરાજ ગો. ૧૦૮ શ્રી સિધ્ધાંતકુમારજી ને મળી તેમના ગુરૂઘર પ્રત્યે આસ્થા અને ભાવાંજલિ અર્પણ કરી હતી.
આગામી પોસ્ટ