Maha Gujarat
Other

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં પાટણના દ્વારકાધિશ મંદિરમાં ત્રિદિવસીય મહાઉત્સવ યોજાશે

શ્રીકૃષ્ણ ભંડારનું વાસ્તુપૂજન, દાતાશ્રીઓનો સન્માન કાર્યક્રમ, બડોમનોરથ (છપ્પનભોગ) સહિત વિવિધ મનોરથ-કાર્યક્રમોનું અતિભવ્ય આયોજન

પાટણની દ્વારકાધિશ મંદિર હવેલીના કેમ્પસમાં તૈયાર થયેલ શ્રીકૃષ્ણ ભંડારનાં વાસ્તુપૂજન નિમિત્તે ત્રિદિવસીય અતિભવ્ય કાર્યક્રમ તૃતિય પીઠાધિશ્ર્વર કાંકરોલી નરેશ પ.પૂ.ગો. શ્રી ડૉ. વાગીશકુમારજી મહારાજશ્રી ઉપસ્થિતિમાં આગામી તા. ૨૭, ૨૮ ફેબ્રુઆરી અને ૧લી માર્ચના રોજ યોજવામાં આવેલ છે. મંદિરમાં તૈયાર થયેલ શ્રીકૃષ્ણ ભંડારના મુખ્યદાતા અને ત્રિદિવસીય મહોત્સવના મનોરથી તરીકે પાટણના જાણીતા ટેક્ષપ્રેક્ટીશ્નર પ.ભ. વૈષ્ણવ શ્રી ધીરૂભાઇ પી. ઠક્કર પરિવાર છે. આ ત્રિદિવસીય મહોત્સવમાં બડોમનોરથ (છપ્પનભોગ) નંદઉત્સવ, હોળી કે રસિયા, ફુલફાગનો મનોરથ, કુનવારો, ગુલાબી ઘટાનો મનોરથ, રાસગરબા સહિતના ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે. શ્રીકૃષ્ણ ભંડારનું વાસ્તુપૂજન તા. ૨૮-૨-૨૦૨૬ને શનિવારે સવારે ૮-૦૦ કલાકે દ્વારકાધિશ મંદિરમાં મનોરથી પ.ભ. ધીરૂભાઇ પી. ઠક્કર પરિવાર દ્વારા પ.પૂ.શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીની ઉપસ્થિતિમાં યોજાશે. આ પ્રસંગે દાતાશ્રીઓનું સન્માન, પ.પૂ.શ્રી ડૉ. વાગીશકુમારજીનું મંગલ પ્રવચન સહિત, કેશર સ્નાનના કાર્યક્રમો યોજાશે.

મુખ્ય મનોરથી તરીકે પ.ભ. ધીરૂભાઇ પી. ઠક્કર પરિવાર

તા. ૨૭મીના રોજ બપોરે રાજભોગમાં નંદમહોત્સવ, બપોરે ૪-૩૦ કલાકે શ્રી ગીરીરાજ કીર્તિ મંડળ-સાવરકુંડલાની ઉપસ્થિતિમાં હોળી કે રસીયા કાર્યક્રમ સાંજે ૬-૩૦ શયનમાં ફુલફાગનો મનોરથ દર્શન યોજાશે.

તા. ૧-૩-૨૦૨૬ રવિવારે બપોરે બડોમનોરથ (છપ્પનભોગ)ના દર્શન મનોરથનો કાર્યક્રમ યોજાશે. ગુલાબી પથ્થરની આકર્ષણ, કોતરણીથી તૈયાર થયેલ શ્રીકૃષ્ણ ભંડાર ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં સત્સંગ હોલ, વહીવટી ઓફિસ, ફુલઘરરૂમ, ટોકરીઘર, પ્રસાદ ભંડાર તેમજ પ્રથમ માળે શ્રીકૃષ્ણ કુટીરની સુંદર ૬ જેટલી રૂમો બનાવાયેલ છે. જે કુટીર ગોસ્વામી પરિવાર અને વૈષ્ણવો માટે ઉપલબ્ધ રહેશે.

Shree Vagish Goswami

આ સુંદર ભવનના મુખ્યદાતા તરીકે પ.ભ. શ્રી ધીરૂભાઇ પી. ઠક્કર પરિવાર ઉપરાંત પાટણ અને બહારગામ વસતા વૈષ્ણવોનો મોટો આર્થિક સહીયોગ પ્રાપ્ત થયો છે. આ ત્રિદિવસીય મહા ઉત્સવને સફળ બનાવવા પાટણના દ્વારકાધિશ મંદિરના મુખ્ય ટ્રસ્ટી કૌશીકભાઇ સોની, ચીનુભાઇ સોનીની રાહબરી નીચે મંદિરની કારોબારી સમિતિના સભ્યો ભારે જહેમત ઉઠાવી, તૈયારીઓ કરી રહ્યા છે.

Related posts

પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન

museb

ચતુરભાઈ હીરાભાઈ પટેલ (દેહદાતા) ની પ્રાર્થના સભા યોજાઇ

mahagujarat

પ.પૂ. મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ સ્થાપિત સર્વમંગલમ્ આશ્રમ સાગોડીયા ખાતે ગુરૂપૂર્ણિમાની ભાવપૂર્ણ ઉજવણી તથા આશ્રમ દ્વારા તૈયાર થયેલ ચાર પુસ્તકોનું વિમોચન કરાયું

museb

સાંસદની ગ્રાન્ટમાંથી મેં ક્યારે કમીશન લીધું નથી : ભરતસિંહ ડાભી

museb

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર પાટણ ખાતે મહિલા સશક્તિકરણ અંગેનો સેમીનાર યોજાયો

mahagujarat

ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં પ્રદેશના ઈન્ચાર્જ તરીકે કે. સી.પટેલની નિયુકિત કરવામાં આવી

museb

Leave a Comment