September 27, 2026
Maha Gujarat
Other

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કોર્પોરેટરો આમને-સામને, કોર્પોરેટરને ‘બુટલેગર’ કહેતા ઇંટનો જવાબ પથ્થરથી આપવા ચીમકી અપાઇ

File:Patan Municipal Corporation.png

પાટણ નગરપાલિકામાં નવા બસ સ્ટેન્ડના કોમર્શિયલ કોમ્પ્લેક્સને આપવામાં આવેલી બિલ્ડીંગ યુઝ (ઇઞ) પરમિશન મામલે સત્તાધારી પક્ષ ભાજપના જ કોર્પોરેટરોએ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર પર ગંભીર આક્ષેપો કરતા મામલો ગરમાયો છે. આરોપ છે કે બિલ્ડરને આર્થિક ફાયદો કરાવવા માટે નિયમોનું ઉલ્લંઘન કરીને પરમિશન આપવામાં આવી છે.

Patan Chief Officer Hiralben Thakar on 42 days leave

 

વિવાદનું મુખ્ય કારણ શું છે ?

ચીફ ઓફિસર હિરલ ઠાકરે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે તેમણે બસ સ્ટેન્ડના આગળના ભાગમાં નિર્મિત કોમર્શિયલ બિલ્ડીંગ માટે ભોંયરાના ૨ માળ અને ઉપરના ૨ માળ એમ કુલ ૪ માળની મંજૂરી આપી છે. જોકે, સ્થાનિક કોર્પોરેટરો આ દાવાને ખોટો ગણાવી રહ્યા છે. કોર્પોરેટરોના જણાવ્યા અનુસાર, બિલ્ડરને ફાયદો કરાવવા માટે આગળના કોમ્પ્લેક્સમાં ૧થી ૪ માળની દુકાનો અસ્તિત્વમાં ન હોવા છતાં તેની પરમિશન કાગળ પર આપી દેવામાં આવી છે. આ ઉપરાંત, આ સમગ્ર પ્રક્રિયામાં અનિવાર્ય એવી ફાયર સેફ્ટીની મંજૂરી પણ લેવામાં આવી નથી.

ભાજપના કોર્પોરેટરો ઉપર ચીફ ઓફિસરે કરેલા વ્યક્તિગત આક્ષેપો

જો કે અગાઉ ચીફ ઓફિસર હિરલ ઠાકરે ભાજપના કોર્પોરેટર શૈલેષ પટેલ પર વ્યક્તિગત પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે શૈલેષ પટેલ પર ૧૩ ગુના નોંધાયેલા છે અને તેઓ લિસ્ટેડ બુટલેગર કે ભાગેડુ છે.
સામે પક્ષે શૈલેષ પટેલે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, “હું માત્ર ભાજપનો કાર્યકર છું અને મારો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. વધુમાં, કોર્પોરેટરોએ ચીફ ઓફિસરની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા યાદ અપાવ્યું હતું કે ભૂતકાળમાં ગેરરીતિઓના કારણે ગુજરાત સરકાર તેમને નોકરીમાંથી બરતરફ કરી ચૂકી છે. કોર્પોરેટરોએ ચીમકી આપી છે કે જો ભવિષ્યમાં આવા ખોટા વ્યક્તિગત આક્ષેપો કરવામાં આવશે તો ‘ઈંટનો જવાબ પથ્થરથી’ આપવામાં આવશે.

Related posts

પાટણના લેઉઆ પાટીદાર સમાજના બે સગા ભાઈઓના હૃદય રોગના હુમલો આવતા અકાળે દુ:ખદ અવસાન

mahagujarat

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો બે દિવસીય વર્ષિકોત્સવ ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો

museb

આજે ચૈત્રી પૂર્ણિમા હનુમાન જયંતી.ના દિને યશવિલા સોસાયટીમાં હનુમાન ચાલીસા ના પાઠ અને ભજન સંધ્યા નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

mahagujarat

પાટણ-મહેસાણા પેસેન્જર અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના સમયમાં ફેરફાર

museb

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા G-20 અંતર્ગત Y-20 નો પાટણ તાલુકા નો યુવા સંવાદ નો કાર્યક્રમ રાજપુર ITI ખાતે યોજાયો…..

museb

સ્વર સંદીપ મ્યુઝિકલ કલબના સંગીત સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ

museb

Leave a Comment