Maha Gujarat
IndiaMehsanaOtherPatanજગ્યાજિલ્લોરાષ્ટ્રીય

“જીવન એક આનંદોત્સવ” વિષય અંતર્ગત જાણીતા લેખિકા અને મહર્ષિ અરવિંદના સાધિકા સુ.શ્રી જ્યોતિબેન થાનકીનું માનનીય વક્તવ્ય યોજાયું .

આજે આજે મહાપુરુષો ધરતી પર જન્મ લેવા રાહ જોઈને બેઠા છે પરંતુ તેઓને દેવકી, કૌશલ્યા અને દેવહુતિ જેવા નારી રત્નો જોઈએ છે

યોગાંજલિ કેળવણી મંડળ અને ઇનર વ્હિલ ક્લબ સિદ્ધપુર દ્વારા શ્રી સરસ્વતી શિશુ મંદિર –સિદ્ધપુર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે મહિલાઓનું સ્નેહ સંમેલનની સાથે સાથે બહેનો પોતાના જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તે પરિસ્થિતિમાં પણ આનંદ સભર જીવન કેવી રીતે જીવી શકે..? તેનું યોગ્ય માર્ગદર્શન તેમજ સાચી સમજ પૂરી પાડવા માટે પૂ.સલાહકાર ચિલ્ડ્રન યુનિવર્સીટી-ગાંધીનગર તેમજ જાણીતા લેખિકા અને મહર્ષિ અરવિંદના સાધક સુ .શ્રી જ્યોતિબેન થાનકી- દ્વારા “ જીવન એક આનંદોત્સવ” વિષયનું રસપાન બહેનોને કરાવવામાં આવ્યું.
કાર્યક્રમના મુખ્ય વક્તા સુ.શ્રી જ્યોતિબેન થાનકી દ્વારા પોતાના વક્તવ્યની શરૂઆત મનુસ્મૃતિના શ્ર્લોક “યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા” દ્વારા સમસ્ત નારી શક્તિને બિરદાવતા કરવામાં આવી, તેવોએ જણાવેલ કે આજે મહાપુરુષો ધરતી પર જન્મ લેવા રાહ જોઇને બેઠા છે, પરંતુ તેવોને દેવકી, કૌશલ્યા અને દેવહુતી જેવા નારીરત્નો જોઈએ છે. વિશેષમાં તેવોએ જણાવેલ કે ‘જો વિશ્વની બધી માતાઓ નક્કી કરે કે વિશ્વમાંથી યુદ્ધો ઓછા થઇ જાય તો બે વર્ષમાં વિશ્વના બધા યુદ્ધો સમાપ્ત થઇ જાય’ સ્ત્રી ધારે તે કરી શકે છે ઉત્તમ બાળકોના અવતરણ માટે તેમણે વધુમાં જણાવ્યું કે “ સ્ત્રીઓ નવ મહિના તપચર્યા કરો તમારા નેવું વર્ષ સુધરી જશે”.


આપણે પૃથ્વી ઉપર શું કામ આવ્યા છીએ…? આનંદ કરવા.. ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે “પ્રત્યેક જીવો આનંદપ્રત્યે ગતિ કરે છે…અને આનંદમાં ભળી જાય છે” આપણામાં રહેલ ભગવાન રૂપ તત્વ પોતેજ આનંદમય, પ્રેમમય અને શક્તિમય છે, પરંતુ આપણે જાણતા નથી જેથી આપણે દુઃખી છીએ.
આપણે દુઃખ કોને કહીએ છીએ….? આપણું ગમતું ન થાય એટલે દુઃખ, આપણું ધાર્યું ન થાય એટલે દુઃખ, આપણને કોઈ બે શબ્દ કહી જાય એટલે દુઃખ,બીજાને મળ્યું મને નાં મળ્યું એનું દુઃખ, અને આપણે પોતે જ દુઃખી થઈએ છીએ, કારણકે આપણને સમજ નથી, આપણે વિચાર કરતા નથી, જો આપણા જીવનને આનંદમય બનાવવું હોય તો આપણા જીવનમાં ચાર બાબતો હોય તો આપણું જીવન આનંદમય બની જાય.જે ચાર બાબતો છે ૧.પ્રેમ ૨.સહનશીલતા ૩.શ્રદ્ધા ૪.સંતોષ
પ્રેમ જીવનનો પાયો પ્રેમ છે. સૃષ્ટીની ઉત્પતિ પણ ભગવાને પ્રેમ દ્વારા જ કરી છે. અને પ્રેમ વગરનું જીવન દુઃખી, ત્રાસદાયક છે. અને જે વ્યક્તિને પ્રેમ નથી મળતો તેનું જીવન નકામું બની જાય છે. તે સમજાવતા એક સુંદર સત્યઘટના “લિયોનાર્ડોના” એક સુંદર પ્રસંગ દ્વારા જીવનમાં પ્રેમનું કેટલું મહત્વ છે તેની સમજ પૂરી પાડેલ, તેમજ પ્રેમ વગરનું જીવન હત્યારાઓનું, ગુંડાઓનું સર્જન કરે છે અને પ્રેમભર્યો સ્પર્શ એવો સાધુ સંતોનો સ્પર્શ આખું જીવન બદલી શકે છે જેનું ઉતમ ઉદાહરણ અંગુલીમાલને બુદ્ધ ભગવાનનો પ્રેમ ભર્યો સ્પર્શ થયો અને તેમનું જીવન બદલાઈ ગયું. આમ,લાગણી ભર્યો સ્પર્શ વ્યક્તિના જીવનમાં સંજીવનીનું કાર્ય કરે છે. સારું બોલવામાં શું કામ દરિદ્રતા રાખવી જોઈએ..એના કારણે જ જીવનમાં કટુતા,દુઃખ આવે છે સાસુઓ માં બને અને બધીજ વહુઓ દીકરીઓ બને તો સંસારમાં કોઈ જ સમસ્યા જ નાં રહે તે વાત સમજાવતા ‘ચીનના હુઆગ’ વૈધના પરિવારનું સુંદર ચિત્રણ કરી પ્રેમના સ્પર્શ વડે અને મધુર વાણી વડે કેવો ચમત્કાર થઇ શકે છે તેમજ ઝેર માણસના મનમાં હોય છે, પરંતુ જો એક વ્યક્તિ બદલાય થોડું સહન કરી લે તો પ્રેમનો પડઘો પડે જ છે.
પ્રેમએ પરમાત્માનું તત્વ છે જે દરેકના હૃદયમાં પડેલું છે અને એમાં, પણ સ્ત્રીઓના હૃદયમાં તો પ્રેમ ભારોભાર પડેલો છે. નહીતો સ્ત્રીઓ ‘માં’ના બની શકે… કોઈ પણ ઘરને સ્વર્ગ બનાવવું કે ઘરને નરક બનાવવું એ સ્ત્રીના હાથની વાત છે. અને એક સ્ત્રીએ તેના કામ સાથે સાથે ઘર, પરિવાર, બાળકો બધાનાં કાર્યો સ્ત્રીએ જ કરવાના છે. અને ભગવાને એના માટેની શક્તિ આપી છે. તેવોએ વિશેષ જણાવેલ કે “ સ્વર્ગ અને નરક આકાશમાં નથી” અહિયાં ધરતી પર છે. એ માટે એક સુંદર દ્રષ્ટાંત દ્વારા સમજ પૂરી પાડવામાં આવી. ગુસ્સો એ નરક છે અને પ્રાયશ્ચિત એ સ્વર્ગ છે”. જીવનમાં સહનશક્તિ અને સંકલ્પ શક્તિ પણ અત્યંત જરૂરી છે..પરિસ્થિતિનો સ્વીકાર કરો..ભાગો નહિ .
તણાવ જીવનમાં શા માટે છે……….? દેખા દેખીના કારણે માટે પ્રત્યેક માતાએ બાળકોમાં સંતોષનો ગુણ ખીલવવો ખુબ જરૂરી છે. કેમકે, માણસ જીવનભર મન બહાર રાખી દોડે છે..અને હાથમાં કઈ આવતું નથી, પરંતુ માણસ શાંતિથી બેસશે અને અંદર કઈક ઉતારે તો આનંદ આવે, શાંતિ મળે . આપણા જીવનની કોઈ પણ પરિસ્થિતિને પલટાવવી કે તેને કલુષિત બનાવવી એ આપણા હાથની વાત છે. આપણે ધારીએ એવું બધું જ થાય છે. પરંતુ, એ કરવા માટે આપણું મન શાંત હોવું જોઈએ….
‘બાઈબલમાં’ જણાવ્યું છે “કે તારું સ્વર્ગ તારી મા ના ચરણોમાં છે” તેમજ વિવેકાનંદનું વાક્ય “જગદંબાની પ્રતિમૂર્તિ જેવી સ્ત્રીઓનો ઉદ્ધાર કર્યા વગર તમે રખે માનતા કે તમારા ઉદ્ધારની કોઈ શક્યતા છે”…અને પહેલા સ્ત્રીઓનો ઉદ્ધાર છે અને સ્ત્રીઓનો ઉદ્ધાર પણ સ્ત્રીઓ જ કરી શકે બીજું કોઈ નહિ કરી શકે.અને એ માટે કાર્ય કરતી સંસ્થાઓને પણ બહેનશ્રીએ બિરદાવી હતી.
અંતમાં, તેવોએ બધી સ્ત્રીઓ જગદંબાના રૂપ સમાન છે. તેમ જણાવી સિદ્ધપુર કાશી સમાન છે કેમ કે સિદ્ધપુરમાં પણ પંચ સ્વયંભુ મહાદેવોના મંદિરો છે,અને ‘સરસ્વતી’ એટલે જ્ઞાનની ધારા, કપિલમુની, દેવશંકર બાપાતેમજ સિદ્ધપુર સિદ્ધયોગીઓની પવિત્ર નગર છે. તેથી, અહિયાં તમે જે ધારો એ કરી શકો…….
સુ.શ્રી રમીલાબેન ગાંધી-નિયામિકા, યો.કે.મંડળ-સિદ્ધપુર,સુ શ્રી પ્રવિણાબેન રાવ-ટ્રસ્ટી- યો.કે.મંડળ, શ્રીમતી કૃપાબેન આચાર્ય-પ્રમુખ નગરપાલિકા-સિદ્ધપુર,શ્રીમતી જ્હાનવીબેન શુક્લ-અખિલ ભારતીય ગણ સદસ્ય સંસ્કૃત ભારતી, શ્રીમતી સુનીતાબેન અગ્રવાલ-પ્રમુખ અગ્રવાલ મહિલા સમાજ-ઉઝા, શ્રીમતી હર્ષાબેન શુક્લ- મંત્રી મહિલા ઉત્કર્ષ મંડળ સિદ્ધપુર, શ્રીમતી દક્ષાબેન ઠાકર- મહિલા અગ્રણી,વિક્રમ અશ્વ વિકાસ ચંદ્રાવતી, શ્રીમતી પ્રેરણાબેન રાવલ-પ્રમુખ ઇનર વ્હીલ ક્લબ મહેસાણા,શ્રીમતી અલ્કાબેન ત્રિવેદી-મહિલા પ્રમુખ ઔસ.બ્રાહ્મણ જ્ઞાતિ-મહેસાણા, શ્રીમતી વીણાબેન જાવૈયા સક્રિય મહિલા આગેવાન-ઉંઝા અન્ય અગ્રણી બહેનો તેમજ બહુ મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી.
કાર્યક્રમની શરૂઆત પ્રાથના અને સ્વાગતથી કરવામાં આવી. ઇનર વ્હીલ કલબના પ્રમુખ શ્રીમતી મીતાબેન શાહ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. તેમજ યોગાંજલિ સંસ્થાના મેનેજીગ ટ્રસ્ટી કુ. જીજ્ઞાબેન દવે દ્વારા મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત મોમેન્ટો આપી કરવામાં આવ્યું.

(સકલન હષૅદ ખમાર દ્વારા )

Related posts

પાટણમાં શહીદ દિન નિમિતે ‘શૌર્ય સંધ્યા’ કાર્યક્રમનું આયોજન કરાયું

mahagujarat

ભારે ટ્રાફીક ધરાવતો અતિ મહત્ત્વનો પાટણ-ઊંઝા રોડ ઉપર સુજલામ સુફલામ નહેર ઉપરનો પુલ ક્યારે બનશે? : પાંચ વર્ષથી ભયજનક ડાયવર્ઝન અપાયેલું છે

mahagujarat

પાટણના જિલ્લા કલેકટરશ્રી એ પાટણનાં વિશ્ર્વપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારની મુલાકાત લીધી : કલેક્ટર શ્રી અરવિંદ વિજયન અભિભૂત થયા

museb

ઉત્તર ગુજરાત કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી અને બેંક ફેડરેશન દ્વારા મહેસાણા ખાતે લીગલ અને ટેક્સેશન સેમિનાર યોજાયો.

mahagujarat

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાના પ્રમુખ તરીકે ભાર્ગવ વી. ચોક્સી અને મંત્રી તરીકે અલ્પેશ એમ. પટેલની નિમણુંક

mahagujarat

પાટણ જીલ્લા નુ વિદ્યાનુ કેન્દ્ર એવા NGES કેમ્પસ મા “ઇનોવેટિવ પુસ્તક મેળો” યોજવામા અવ્યો.

mahagujarat

Leave a Comment