ભૂકંપ નું કેન્દ્ર બિંદુ પાટણ થી તેર કીમી દૂર :
લોકો ને 26 જાન્યુઆરી. 2001 ની યાદ આવી ગઈ
પાટણ સહિત ઉતર ગુજરાત માં આજે દેવ દિવાળી ની રાત્રે 10.20 કલાકે ભૂકંપ ના બે હળવા ઝટકા આવતા લોકો ભયભીત થઈ ગયા હતા અને લોકો માં ભય નું વાતાવરણ ફેલાયું હતું અને લોકો ધર ની બહાર દોડી આવ્યા હતાં ગુજરાત સિસ્મોલોજીકલ વિભાગે આ ભૂકંપ નું બિંદુ પાટણ થી 13 કી મી દુર આવેલ ચંદ્રુમણા ગામ નજીક હોવાનું જાહેર કરેલ છે આ ભૂકંપ 4.5 ની તીવ્રતા નો હોવાનું પણ જાહેર કરાયેલ છે ભૂકંપ ના જટકા માઉન્ટ આબુથી લઈ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા જિલ્લા ઉપરાંત ઠેેક અમદાવાદ શહેર સુધી લોકોએ અનુભવ્યા હતા ખાસ કરી બહુમાળી મકાનો અને ફ્લેટોમાં રહેતા લોકોએ ભૂકંપ નો વધુ આંચકો અનુભવ્યો હતો અને લોકો ગભરાઈને દોડીને બહાર આવી ગયા હતા
લોકો ઘરોની બહાર દોડી આવ્યા દોડી આવ્યા
હોસ્પિટલ માં રહેતાં દર્દી ઓ એ પણ ગભરાટ અનુભવેલ 26 જાન્યુઆરીએ 2001 માં આવેલ ભૂકંપ ની લોકો ને ફરી એકવાર યાદ આવી ગઈ હતી કોઈ જાનહાની અને મિલકત ને નુકસાન થયા ના હજી કોઈ સમાચાર નથી