September 11, 2026
Maha Gujarat
Other

શ્રીહરી સેવા પરિવાર-પાટણ દ્વારા શ્રી દિલીપભાઇ શાસ્ત્રીના વ્યાસપીઠે હરીદ્વારમાં ગંગા કિનારે ૨૫ મે થી ભાગવત સપ્તાહ યોજાશે

ભગવાન નારાયણની ભક્તિના વિશેષ દિવસો એવા અધિક માસ નિમિત્તે પાટણના શ્રી શ્રીહરિ સેવા પરિવાર દ્વારા દેવભૂમિ હરિદ્વાર ખાતે ભવ્ય શ્રીમદ ભાગવત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંસ્થા દ્વારા દર વર્ષે નગરના ભક્તો માટે વિવિધ પવિત્ર તીર્થોમાં ધાર્મિક યાત્રાનું આયોજન કરે છે.આ વર્ષે હરિદ્વારના ગંગા કિનારે આવેલ મુલતાન ભવનમાં આયોજન કરાયું છે. પાટણના શ્રી શ્રીહરિ સેવા પરિવાર દ્વારા આગામી તારીખ ૨૫ મે થી ૪ જૂન ૨૦૨૬ દરમિયાન સંસ્થાની ૧૮મી શ્રીમદ ભાગવત મહોત્સવ યાત્રા યોજાવા જઈ રહી છે.આ ભક્તિમય મહોત્સવમાં પાટણના ભાગવતાચાર્ય શાસ્ત્રી દિલીપભાઈ આચાર્ય વ્યાસપીઠ ઉપર બિરાજીને શ્રદ્ધાળુઓને શ્રી રસરાજ પ્રભુની દિવ્ય લીલાઓનું રસપાન કરાવશે.૧૦ દિવસ ચાલનારી આ કથા દરમિયાન શ્રી રામ જન્મોત્સવ, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ગિરીરાજ પૂજન તેમજ રૂક્ષ્મણી વિવાહ સહિતના અનેક ધાર્મિક પ્રસંગોની ધામધૂમથી અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. અધિક માસ એ ભગવાન પુરુષોત્તમની આરાધનાનો શ્રેષ્ઠ સમય છે.આ પવિત્ર માસમાં સામાન્યમાં સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતો માણસ પણ પવિત્ર હરિદ્વાર તીર્થની યાત્રા કરી શકે અને ગંગા કિનારે કથા શ્રવણનો દિવ્ય લાભમેળવી શકે તે માટે આ આયોજન કોઈ વ્યાવસાયિક હેતુ વિના કરવામાં આવ્યું છે. પાટણ-અમદાવાદ સહિત વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ધાર્મિક યાત્રાનો લાભલેવા જોડાઈ રહ્યા છે.

Related posts

પાટણના જિલ્લા કલેકટરશ્રી એ પાટણનાં વિશ્ર્વપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારની મુલાકાત લીધી : કલેક્ટર શ્રી અરવિંદ વિજયન અભિભૂત થયા

museb

પાટણની નૂતન વિનય મંદિર શાળામાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ : સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ, શૈક્ષણિક કીટ વિતરણ અને ખેલ પ્રતિભાઓનું સન્માન

mahagujarat

શ્રીમંત ફતેસિંહરાવ લાયબ્રેરીનું ગંગાબા રોજગાર કેન્દ્ર

mahagujarat

પાટણ યુનિવર્સિટી દ્વારા 359 વિધાર્થીઓને 444 ગોલ્ડ મેડલ અને બે વિદ્વાનો ને ડી- લીટ ની પદવી એનાયત કરાશે..

museb

આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ સિદ્ધપુર ખાતે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમ યોજાશે

museb

પાટણ ના પ્રાંત ઓફિસર મિતુલ ભાઇ પટેલે રામરહીમ અન્નક્ષેત્ર ની મુલાકાત લીઘી.

mahagujarat

Leave a Comment