September 18, 2026
Maha Gujarat
Other

સમી ખાતે નારી સંમેલન યોજાયું: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોરે નારી સશક્તિકરણના મહત્વ પર માર્ગદર્શન આપ્યું

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે સમી ખાતે ભવ્ય નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમી તાલુકાના વિવિધ ગામોની બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહી હતી.

મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આંગણવાડીના નાનકડા બાળકો દ્વારા સ્વાગત ગીત અને અભિનય ગીતની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. પ્રોગ્રામ ઓફિસરશ્રી રંજનબેન શ્રીમાળીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

બાળ સુરક્ષા અધિકારીશ્રીએ મહિલા અને બાળકોના અધિકારો અંગે વિસ્તૃત સમજ આપી જાગૃતિ ફેલાવી. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોરે નારી સશક્તિકરણના મહત્વ પર માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષશ્રી શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે પોતાના ઉદ્બોધનમાં બાળ અધિકારો, મહિલા અધિકારો અને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી ઉપસ્થિત બહેનોને લાભ લેવા પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમમાં તાલુકા પંચાયત સમી પ્રમુખશ્રી શ્રીમતી હર્ષિદાબેન સંજયકુમાર દવે, પ્રોગ્રામ ઓફિસરશ્રી, તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી, તાલુકા સભ્યશ્રીઓ, સામાજિક કાર્યકરો, નારી અદાલત કોઓર્ડિનેટર, મહિલા બાળ કલ્યાણ કોઓર્ડિનેટર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે સી.ડી.પી.ઓ.શ્રી સમી ચંદ્રિકાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

Related posts

નેપાળમાં હજારો ભારતીયો સહિત ૪૦૦ ગુજરાતીઓ ફસાયા : પરિવારજનો ચિંતામાં

mahagujarat

પાટણમાં બુથ પ્રમુખ, કાર્યકર્તાઓનું સંમેલ યોજાયું

museb

8 મેં રેડ ક્રોસ દિન. પાટણ જિલ્લા રેડ ક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું

mahagujarat

આજે ચૈત્રી પૂર્ણિમા હનુમાન જયંતી.ના દિને યશવિલા સોસાયટીમાં હનુમાન ચાલીસા ના પાઠ અને ભજન સંધ્યા નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

mahagujarat

ઉજ્જૈન નગરી માં શ્રી શિવપુરાણ કથા મહોત્સવ યોજાયો

mahagujarat

Many Pick https://playbun.art/ for Your Lifelike AI Companion

Admin

Leave a Comment