શિવ શક્તિ નુ અર્ધનારેશ્વર સ્વરૂપ અને બાલ ગણેશ થીમ ઉપર યોજવામાં આવ્યો
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ તથા ધાર્મિક આસ્થા નવી પેઢીમાં ઊજાગર થાય તેવી પ્રણાલીને પ્રોત્સાહન આપવાના હેતુસર તા.૨૮-૧૨-૨૦૨૪ ને શનિવાર “બાલ ગણેશ – કથા વિઘ્નહર્તા કી”તથા તા.૨૯-૧૨-૨૦૨૪ ને રવિવાર “શિવ-શકિત – તપ ત્યાગ તાંડવ” બે દિવસીય ભવ્ય વાર્ષિક ઉત્સવ (Annual Function) ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધૂમધામથી મનાવવામાં આવ્યો. પહેલા દિવસે તા.૨૮-૧૨-૨૦૨૪ ને શનિવારના રોજ બાલવાટિકા થી ધોરણ ૪ સુધીના બાળકો દ્વારા “બાલ ગણેશ – કથા વિઘ્નહર્તા કી” ભગવાન શ્રીગણેશની બાળલીલાઓ પ્રસ્તુત કરવામાં આવી.
દરેક પ્રસંગોની સુંદર રીતે રજૂઆત કરવામાં આવી.બીજા દિવસે તા.૩૦-૧૨-૨૦૨૪ ને રવિવારના રોજ ધોરણ ૪ થી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા “શિવ – શકિત – તપ ત્યાગ તાંડવ” – આદિ-યોગી શિવ, શિવ-શક્તિ વિવાહ, મા સતી દ્વારા અગ્નિસ્નાન, ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ દ્વારા શક્તિપીઠની સ્થાપના, ૫૧ શક્તિપીઠની મહિમા, માં ગંગા ઉદભવ, ભગવાન શિવનું અર્ધનારેશ્વર સ્વરૂપ વગેરે પ્રસંગો દ્વારા શિવ-શક્તિની મહિમા પ્રસ્તુત કરવામાં આવી. આમ ભગવાન શિવની મહિમા જોઈ સંપૂર્ણ વાતાવરણ શિવમય બની ગયું.બે દિવસમાં 8,000 થી વધુ લોકોએ આ વાર્ષિકોત્સવ નિહાળ્યો.આ ભવ્ય કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે સફળ બનાવવા બદલ એનજીઈએસ મેનેજમેન્ટ ના પ્રો. જય ધ્રુવ અને આચાર્યશ્રી દ્વારા શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ,સહ કર્મચારીઓ, વાલીગણ, ઉપસ્થિત મહેમાનશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.