નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી પાટણ સંસ્થા જે છેલ્લા 65 વર્ષોથી ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ શિક્ષણ સંસ્થા તરીકે સેવા આપી રહી છે અને જેમાં અનેક સંસ્થાઓ અને શાળાઓ આવેલી છે તેમાં આ વર્ષથી પાટણના વિદ્યાર્થીઓને ટેકનોલોજી ક્ષેત્રે
ક્યાંય બહાર ન જવું પડે તેવા હેતુથી IDM ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે એમએસસી સીએ એન્ડ આઈટી નો અભ્યાસક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. NGES કોલેજ કેમ્પસ ના CDO પ્રો. જય ધ્રુવ દ્વારા જણાવવામાં આવ્યું કે આ વર્ષથી અમે એમએસસી આઈટી કોલેજ શરૂ કરી રહ્યા છે જે HNGU સંલગ્ન છે. આ કોર્સ પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સ છે અને એડમિશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.આજના યુગમાં કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી નું વધતું પ્રમાણ તથા વિદ્યાર્થીઓ માટે નોકરીની ઉજવળ તકો અત્યારે આ ક્ષેત્રમાં છે ત્યારે અમે પાટણના વિદ્યાર્થીઓ માટે આ કોર્સ શરૂ કરેલો છે અને તેના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ યુક્ત અદ્યતન કોમ્પ્યુટર લેબ પણ બનાવવામાં આવી છે અને વિદ્યાર્થીઓના પ્રોફેશનલ ડેવલોપમેન્ટ ઉપર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના યોગ્ય માર્ગદર્શન માટે સ્વાવલંબન કેન્દ્ર અને પ્લેસમેન્ટ અને ટ્રેનિંગ સેલ પણ સંસ્થામાં સ્થાપવામાં આવ્યો છે જ્યાંથી તેમને કોઈપણ સમયે તેમના કરિયર ને લગતી કોઈપણ મૂંઝવણ હશે તો તે ત્યાં પૂછી શકશે અને કેમ્પસમાં GCAS પોર્ટલનું પણ અમારી દરેક સંસ્થાઓમાં હેલ્પ સેન્ટર ચાલુ કરવામાં આવેલું છે જેથી વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ત્યાં આવીને પોતાની એડમિશન પ્રક્રિયા કરાવી શકશે. ડો. જે એચ પંચોલી દ્વારા નવીન સંસ્થા માટે શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યો હતો.