Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લો

આગામી 29 એપ્રિલે પાટણમાં ભગવાન પરશુરામજીની 54મી રથયાત્રા નિકળશે

25થી વધુ ઝાંખીઓ સાથે શોભાયાત્રા નીકળશે


પાટણના જગન્નાથ મંદિર પરિસરથી આગામી 29મી એપ્રિલે ભગવાન પરશુરામજીની 54મી રથયાત્રા નીકળશે. શ્રી પરશુરામ રથયાત્રા સમિતિ, શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા દ્વારા આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.


શોભાયાત્રા સમિતિના ક્ધવીનર અને મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ આજે જણાવ્યું હતું કે, આ માટે ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 27 એપ્રિલે શાળાના બાળકો માટે લેખન સ્પર્ધા યોજાશે. 28 એપ્રિલે આનંદ ગરબા મંડળનું આયોજન કરાયેલ છે. એજ દિવસે રાત્રે હેરિટેજ કરાઓકે ગ્રુપ દ્વારા ત્રણ કલાક સુધી હનુમાન ચાલીસાનું પઠન થશે.
29મી એપ્રિલે સવારે 8:30 કલાકે ભક્તિ સંગીતના સૂરો વચ્ચે જગદીશ મંદિરથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. શોભાયાત્રામાં ભગવાન પરશુરામજીની ચાંદી મઢિત રથમાં બિરાજમાન ફોટો પ્રતિમા સાથે 25થી વધુ ઝાંખીઓ જોડાશે. પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની ફોટો પ્રતિમા સાથેનો ટેબ્લો પણ આ શોભાયાત્રામાં સામેલ કરાશે.
આ શોભાયાત્રાના માર્ગ પર 11 જેટલા સેવા કેમ્પો કાર્યરત રહેશે. યાત્રા જગન્નાથ મંદિરથી નીકળી હિંગળાચાચર, ચતુર્ભુજ બાગ, જુનાગંજ બજાર, પુન: હિંગળાચાચર, મેઈન બજાર અને ધીવટા નાકા થઈને જગન્નાથ મંદિર પરત ફરશે. પાટણ શહેરના અઢારે વર્ણના સમાજો અને 25થી વધુ સેવાકીય સંસ્થાઓને શોભાયાત્રામાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે, તેવું પિયુષભાઇ આચાર્યએ વધુમાં જણાવ્યું હતું.

Related posts

પ્રો. ડૉ. દિલીપ પટેલને આઇસીએસએસઆર દ્વારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટની ફાળવણી

mahagujarat

પાટણના એક્ટીવ ગ્રૃપ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી રસીલાબેન જયંતિલાલ સાંડેસરા એક્ટીવ સીકબેડ સેન્ટર અને સેવા ભવનનું વાસ્તુપૂજન અને દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાશે

mahagujarat

રામનવમી ના પવિત્ર પર્વ પાટણ ના અંબાજી નેળિયા માં રેડ ક્રોસ પાટણ સંચાલિત મોહનભાઈ એસ પટેલ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

mahagujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિધ્ધપુરમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું

mahagujarat

પાટણના સિદ્ધિ સરોવરમાં મરેલાં કુતરાં અને માછલીઓ તરતી દેખાતા નગરપાલિકા ફરીથી વિવાદોનાં કઠેડામાં

mahagujarat

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત NGES કેમ્પસમાં યુવા રોજગારલક્ષી સ્વાવલંબન કેન્દ્રની શુભ શરૂઆત

mahagujarat

Leave a Comment