Maha Gujarat
Other

પાટણના એક્ટીવ ગ્રૃપ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી રસીલાબેન જયંતિલાલ સાંડેસરા એક્ટીવ સીકબેડ સેન્ટર અને સેવા ભવનનું વાસ્તુપૂજન અને દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાશે

ઉત્સાહી સભ્યોએ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી લોકપ્રિયતા હાંસલ કરી છે

પાટણની અગ્રણી સેવાકીય સંસ્થા એક્ટીવ ગ્રૃપ ટ્રસ્ટ પાટણ દ્વારા ત્રણ દરવાજા નજીક તૈયાર કરાયેલ ભવ્ય ભવન ‘શ્રીમતી રસીલાબેન જયંતિલાલ સાંડેસરા એક્ટીવ સીકબેડ સેન્ટર’ અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ માટે તૈયાર કરાયેલ ભવ્ય ભવનનું વાસ્તુપૂજન, સીકબેડ સેન્ટરમાં નવીન સાધનોનું દાતાશ્રીઓના હસ્તે અનાવરણ અને આ ભવ્ય ભવન તૈયાર કરવામાં સહયોગ આપનાર દાતાઓનો સન્માન કાર્યક્રમ આગામી તા. 8-3-202ને રવિવારના રોજ રખાયેલ છે. આ ભવનનું બપોરે 12-00 કલાકે વાસ્તુ પૂજન, બપોરે 3 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ, 4-15 કલાકે નવીન સાધનોનું અનાવરણ અને સાંજે 5-00 કલાકે દાતાઓને સન્માનવાનો કાર્યક્રમ શ્રી રામજી મંદિરો હોલ, શારદા ટોકીઝ રોડ ખાતે રખાયેલ છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આ ભવનના મુખ્યદાતા શ્રી રજનીભાઇ જયંતિલાલ સાંડેસરા ઉપરાંત અનેક મહાનુભાવો અતિથી વિશેષ તરીકે હાજરી આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાટણની એક્ટીવ ગ્રૃપ સંસ્થા તેની સ્થાપનાના ટૂંકા ગાળામાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા શહેરની અગ્રણી સેવાકીય સંસ્થા બની છે. તેમના દ્વારા એક્ટીવ સીકબેડ સેન્ટરની કાયમી પ્રવૃત્તિ દ્વારા વિનામૂલ્યે તબીબી હોસ્પિટલ સાધન સામગ્રી અપાય છે. જેમાં વોકર, સ્ટીક, ફોલ્ડીંગ બેડ, કમોડચેર, ઓક્સીજન બોટલ, ઓક્સીજન મશીન, સકસન મશીન, બેડપાન, યુરીન પોર્ટ, વ્હીલચેર, એરબેડ, વોટરબેડ, નેબ્યુલાઇઝર જેવા સાધનો શહેરની જનતાને માત્ર ડીપોજીટ લઇ વાપરવા માટે આપવામાં આવે છે.

આ સંસ્થા દ્વારા પિકઅપ સ્ટેન્ડ, પાણીની પરબ જેવી કાયમી પ્રવૃત્તિઓ ઉપરાંત, અંબાજી, બહુચરાજી જ્યાં પદ યાત્રીઓ માટે સેવા કેમ્પ, વૃક્ષારોપણ, શાળાઓમાં નોટબુક-ચોપડા-ગણવેશ વિતરણ, ધ્વજવંદન, પાટણમાં નીકળતી રથયાત્રા માટે સેવાકેમ્પ, દિવાળી નિમિત્તે મીઠાઇ વિતરણ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

હવે આ સંસ્થા દ્વારા પાટણના ત્રણ દરવાજા, મહાલક્ષ્મી પોળના નાકે ચાર માળનું સુંદર ‘સેવાભવનનું નિર્માણ કરાતા આ પ્રવૃત્તિઓનો વધુ વ્યાપ્ત અને વિસ્તાર કરવા આ સંસ્થાના ઉત્સાહી હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ મહેચ્છા રાખે છે.

(અહેવાલ : હર્ષદ ખમાર દ્વારા)

 

Related posts

પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના હળવા આંચકા આવ્યા

mahagujarat

પાટણની નૂતન વિનય મંદિર હાઇસ્કૂલમાં બે ડીજીટલ સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરાયું

museb

શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં “ગંગાબા રોજગાર કેન્દ્ર”માં બ્યુટીપાર્લરનાં વર્ગો શરૂ કરવામાં આવ્યા

mahagujarat

આ વખતે વિશ્ર્વપ્રસિધ્ધ પટોળાના વસ્ત્રો પરિધાન કરી સૌ પ્રથમવારભગવાન જગન્નાથજી પાટણ નગરની પરીક્રમાએ નિકળશે

mahagujarat

NGES કેમ્પસમાં ખોરાકમાં ભેળસેળ અને સલામતી પર વર્કશોપ યોજાયો

museb

ભારત વિકાસ પરિષદ પાટણ મહિલા શાખા દ્વારા ફાયર લેસ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું

museb

Leave a Comment