Maha Gujarat
IndiaMehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

રામનવમી ના પવિત્ર પર્વ પાટણ ના અંબાજી નેળિયા માં રેડ ક્રોસ પાટણ સંચાલિત મોહનભાઈ એસ પટેલ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

આજે રામ નવમી ના પવિત્ર પર્વ ના દિવસે પાટણના અંબાજી નેળિયા યુવક મંડળ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ,પાટણ સંચાલિત. ડૉ. મોહનભાઈ એસ. પટેલ બ્લડ બેન્ક ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન શાંતિનિકેતન સ્કૂલમાં કરવામાં આવેલ. આ કેમ્પમાં 35 જેટલા રકત દાતા ઓ એ રક્તદાન કરી પાટણની બ્લડ બેન્ક ને રકત ડોનેટ કરેલ. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણના પ્રમુખ ડૉ. અરવિંદભાઈ પટેલ, ડૉ.મોહનભાઈ એસ. પટેલ, ડૉ. ઉદય એમ પટેલ, મનસુખભાઈ નાણાવટી, બ્લડ બેન્ક પાટણના મહેશભાઈ ગાંધી ઉપસ્થિત રહેલ. આ કેમ્પ ને સફળ બનાવવા અમૃતભાઈ પટેલ, હિરેન પટેલ ,હાર્દિક પટેલ ,કિરણ પટેલ, સુનિલ પટેલ સહિત અંબાજી નેળીયા ના યુવકો એ ભારે જહેમત ઉઠાવી હતી.

 

 

Related posts

અમદાવાદના ‘આર.બી.ઝેડ’-હરિત ઝવેરી 100 કરોડનો આઇ.પી.ઓ. લાવી રહ્યા છે

museb

જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને ભાવિ પેઢીના પર્યાવરણના રક્ષણ માટે રાજયમાં સોલાર પાર્કના નિર્માણનો નવતર અભિગમ

mahagujarat

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન-જનજાગરણ કાર્યક્રમ યોજાયો

museb

પાટણની શ્રી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

mahagujarat

પાટણના રાજમહેલ રોડ ઉપર બનતો ઓવરબ્રીજ : સર્વિસ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ : ટ્રાફીકની ગંભીર સમસ્યાઓ

mahagujarat

પાટણના પ્રાંતઓફિસર મિતુલભાઇ પટેલે રામરહીમ અન્નક્ષેત્ર ભવનની મુલાકાત લીધી

mahagujarat

Leave a Comment