Maha Gujarat
OtherPatanજિલ્લોશિક્ષણ

પાટણની ડૉ. પંડ્યા અભ્યાસગૃહ શાળાને ઐતિહાસિક દરજ્જો આપવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજૂઆત

પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલની આગેવાની હેઠળ રજૂઆત કરાઇ

પાટણની ઐતિહાસિક ડૉ. અભ્યાસગૃહ શાળાએ તાજેતરમાં ૧૦૦ વર્ષ પૂર્ણ કરેલ છે. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત આ શાળામાં હાલ ધો. ૧ થી ૫નાં વર્ગો ચાલે છે. આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમીની એસોસિએશનની સ્થાપના કરાયેલ છે. આ એસોસિએશન દ્વારા ગઇ તા. ૯મીના રોજ રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને મળી આ ઐતિહાસિક શાળાને હેરિટેજ સ્કૂલ અથવા સ્કૂલ ઓફ એક્સલન્સનો દરજ્જો આપવા, ખાસ કેશમાં ગ્રાન્ટ આપવા પાટણના લોકપ્રિય ધારાસભ્ય ડૉ. કિરીટભાઇ પટેલની આગેવાની નીચે એક આવેદન પત્ર ગાંધીનગર, વિધાનસભા સંકુલમાં જઇ આપી ભારપૂર્વક રજૂઆત કરી હતી.

આવેદનપત્રમાં આ ઐતિહાસિક શાળાની સ્થાપના ગાંધીવાદી ડૉ. પંડ્યા સાહેબ અને મણીલાલ માધવલાલ દવે સાહેબે કરેલ હતી.

આ શાળાની ગાંધીજીએ મુલાકાત લીધી હતી. ગાંધીજીની પ્રેરણાથી અહીં ૫૦૦ જેટલી બહેનો રેટીંયા કાંતતી હતી અને વણાટકામ શિખતી હતી. અહીં આ શાળામાં આજ સુધી અનેક બાળકોએ અભ્યાસ કરી દેશ-વિદેશમાં ઉચ્ચસ્થાને બિરાજે છે. એવી ૧૦૦ વર્ષ પૂર્ણ કરેલ પાટણની એકમાત્ર આ ઐતિહાસિક શાળાને ખાસ કેશમાં વિશેષ સ્થાન આપવા મુખ્યમંત્રીને ભારપૂર્વક રજૂઆત કરી હતી.

ડૉ. પંડ્યા એલ્યુમીની એસોસિએશન તરફથી ઉપપ્રમુખ હર્ષદભાઇ ખમાર, મંત્રી ડૉ. અતુલ અગ્રવાલ, ખજાનચી અજયભાઇ ખમાર, કારોબારી સભ્યો શૈલેષ બ્રહ્મક્ષત્રિય અને સંજય બ્રહ્મક્ષત્રિય આ પ્રતિનિધિ મંડળમાં જોડાયેલ હતાં.

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ શાળાને ચોક્કસ ગ્રાન્ટ આપવા અને વિશિષ્ઠ દરજ્જા બાબતે તપાસ કરી સ્થાન આપવા ખાત્રી આપેલ હતી.

Related posts

Mostbet App Onlayn Kazino Oynamaq – Mobil Üstünlüklər və Bonuslar

Admin

ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં પ્રદેશના ઈન્ચાર્જ તરીકે કે. સી.પટેલની નિયુકિત કરવામાં આવી

museb

Registriere dich jetzt auf https://casinos-ohne-lugas.com.de/ und erhalte exklusive Willkommensboni für das Online-Casino Spielen.

Admin

પાટણના શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં બિરાજતાં શ્રી ક્ષેમંકરી માતાજીનો મહાઅભિષેક તથા યજ્ઞ યોજાયો

mahagujarat

જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને ભાવિ પેઢીના પર્યાવરણના રક્ષણ માટે રાજયમાં સોલાર પાર્કના નિર્માણનો નવતર અભિગમ

mahagujarat

શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્રારા નવીન બનનાર ચંદ્ર-કૃષ્ણા હોલનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

mahagujarat

Leave a Comment