Maha Gujarat
OtherPatanજગ્યાજિલ્લોરાજ્ય

પાટણના ખોડાભા હોલ ખાતે હેરિટેજ થીમ સાથે હેરિટેજ ગરબા-૨૦૨૫ નું આયોજન કરાયું..

હેરિટેજ ગરબા માં ખૈલેયાઓ માટે ટ્રેડિશનલ ડ્રેસકોડ ફરજિયાત..

પાટણ-ઉઝા હાઈવે માર્ગ પર આવેલા ખોડાભા હોલ ખાતે જીવદયા પ્રેમીઓ દ્વારા ચાલું સાલે હેરિટેજ થીમ સાથે હેરિટેજ ગરબા-૨૦૨૫ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ નવરાત્રીની આવક માંથી અબોલ પશુઓની સેવા અને જીવદયાની પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્રિત કરવાનો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. ખોડાભા હોલના વિશાળ ગ્રીનરી મેદાનમાં ખેલૈયા ઓની સુરક્ષા માટે CCTV કેમેરા લગાવવામાં આવશે.પાંચ ગન મેન, પાંચ બાઉન્સર્સ, સહિત લેડીઝ અને જેન્ટ્સ સિક્યુરિટિ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે. માત્ર પરંપરાગત પોશાકમાં આવનારા ખેલૈયાઓને જ ગરબા રમવાની મંજૂરી આપવામાં આવશે.

રાજસ્થાની સાઉન્ડ સિસ્ટમ અને ઉત્સવ ઓર્કેસ્ટ્રા સાથે પ્રખ્યાત કલાકારો દસ દિવસ સુધી રાસગરબાની રમઝટ બોલાવશે. તા.૧૭ સપ્ટેમ્બરે રાત્રે ૯ થી ૧૨ વાગ્યા સુધી શક્તિ વંદના પ્રાચીન બેઠક ગરબાનું  પણ આયોજન કરાયું છે, જેમાં સૌરાષ્ટ્રના ત્રણ કલાકારો ભદ્રસિહ ગોહિલ,રવિ મારૂં અને મિલન રાઠોડ પ્રાચીન ગરબાનું મહત્વ સમજાવશે.

ખેલૈયાઓની સુવિધા માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરબા પ્રવેશ ટિકિટ રૂ.૨૦૦ રાખવામાં આવી છે. ગરબાનો સમય રાત્રે ૯ થી ૧૨ નો રાખવામાં આવ્યો છે .ખેલૈયાઓની સુરક્ષા માટે ક્લબમાં સ્પેશિયલ મેડિકલ કેમ્પ, ICU વાન અને ડોક્ટરોની ટીમ ઉપલબ્ધ રહેશે. આ હેરિટેજ નવરાત્રી મહોત્સવ કાર્યક્રમની માહિતી આપવા ખોડાભા હોલ ખાતે શનિવારે આયોજિત કરવામાં આવેલ પ્રેસ બેઠકમાં હેરિટેજ નવરાત્રી મહોત્સવના ઓર્ગેનાઇઝર ચિરાગભાઈ પટેલ, ભૌમિક પટેલ, હર્ષ પટેલ, અંકિત ભટ્ટી અને ધવલ રાવલ સહિત મિડિયા પ્રતિનિધિ યશપાલ સ્વામી સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા આરોગ્ય સેવા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ યોગદાન સ્વરૂપે અંદાજિત 9,80,000/ નવ લાખ એંસી હજાર રૂપિયાનું ABG (Arterial Blood Gas) મશીન ધારપુર મેડિકલ કોલેજને દાન આપવામાં આવ્યું.

mahagujarat

પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનસિંહ ઠાકોર સહિત ૨૬ કાર્યકરોને મૂક્તિ અપાઇ

museb

ચાણસ્મા હોસ્પિટલ સંકુલ માટે પી.એસ. પટેલ દ્વારા 1.51 કરોડનું દાન

mahagujarat

રામનવમી ના પવિત્ર પર્વ પાટણ ના અંબાજી નેળિયા માં રેડ ક્રોસ પાટણ સંચાલિત મોહનભાઈ એસ પટેલ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

mahagujarat

મહેસાણાના અગ્રણી દિલીપભાઇ ચૌધરી જિલ્લાની શિક્ષણ સંસ્થાઓમાં ફરી મોદી સરકારની ઉપલબ્ધીઓ સમજાવી રહ્યા છે

museb

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ : ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા

mahagujarat

Leave a Comment