December 9, 2024
Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં પ્રદેશના ઈન્ચાર્જ તરીકે કે. સી.પટેલની નિયુકિત કરવામાં આવી

કેન્દ્ર અને રાજ્યના મોવડી મંડળે કે.સી.પટેલની પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીને ધ્યાનમાં રાખીને મહત્વની જવાબદારી સોંપી.

પાટણના પનોતા પુત્ર અને નાનપણથી જ રાષ્ટ્રીય ભાવના જેમના હૈયે વસેલી છે તેવા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી સહિત પાર્ટીના આદેશ મુજબ અનેક જવાબદારીઓ વહન કરનાર કુશળ સંગઠક અને સંગઠનના મહારથી કે.સી.પટેલની પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અને વફાદારી સાથેની પ્રમાણિકતાને ધ્યાનમાં રાખીને ભાજપાના આગામી સંગઠન પવૅ અનુસંધાને હાથ ધરાનાર સદસ્યતા અભિયાનમાં ગુજરાત પ્રદેશ ના ઇન્ચાર્જ તરીકે કેન્દ્ર અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા નિયુક્ત કરવામાં આવતાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

કે.સી.પટેલને મળેલી આ મહત્વની જવાબદારીમાં તેઓ સફળ રહે તેવી કામના સાથે સૌ નગરજનો દ્રારા તેઓને શુભેચ્છાઓ પાઠવી છે.

પાટણના પનોતા પુત્ર કે સી પટેલે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ પાર્ટી પ્રત્યે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કાર્ય કરી પાર્ટીમાં એક આગવી લોક ચાહના પ્રાપ્ત કરી છે. તેઓને વષૅ ૨૦૧૫ મા પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં ગુજરાત પ્રદેશ મા સહ ઈન્ચાર્જ ની જવાબદારી સોંપવામાં આવી હતી અને ત્યારે પણ તેઓએ નિષ્ઠા અને પ્રમાણિક પણે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડીને પાર્ટીને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવવામાં પણ સફળતા અપાવી  હતી. ત્યારે  વધુ એક વખત ભારતીય જનતા પાર્ટીમાં કે.સી.પટેલ ને મહત્વની જવાબદારી પ્રાપ્ત થઈ હોય તે માટે તેઓએ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય અને રાજ્યના મોવડી મંડળનો સહ હૃદય આભાર વ્યક્ત કરી ગુજરાત રાજ્ય મા ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં સૌથી વધુ લોકોને જોડી પક્ષને વધુ મજબૂત બનાવવા પોતાની તત્પરતા  દશૉવી છે.

Related posts

પિયુષભાઈ સોમપુરા એ રૂપિયા પાંચ કરોડના ખર્ચે પાટણ નું ભગવાન જગન્નાથજી નવું ભવ્ય મંદિર બનાવી આપવાની પહેલ કરી

mahagujarat

એક સાહસિક પરિવારે તલોદ જેવા નાના ગામમાં અલ્ટ્રા મોડલ ફેક્ટરી ઊભી કરી…

mahagujarat

પાટણમાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રની સ્થાપનાનાં સુવર્ણજયંતિના ત્રિવિધ અવસરની ઉજવણી કરાઇ

museb

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

અસ્તિત્વનો જંગ ખેલી રહેલા પાટણનાં ઐતિહાસિક કિલ્લાની દિવાલો કલેકટરશ્રીનાં સૂચનોનો સહેજ પણ અમલ થયો નથી

museb

શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી અંતર્ગત એક દિવસીય સેમિનાર યોજાયો

museb

Leave a Comment