
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા દાતાશ્રી અરવિંદભાઈ કૃષ્ણાલાલ દવે અને જયશ્રીબેન અરવિંદભાઈ દવેના સહીયોગથી આકાર લેનાર પાટણના નગરજનોના લાભાર્થે ચંદ્ર – કૃષ્ણા હોલનું ભૂમિ પૂજન પાટણના વિદ્વાન બ્રાહ્મણ શ્રી અમિતભાઈ ઓઝા દ્વારા વિધિવ્રત રીતે કરવામાં આવ્યું. આ હોલ ઉપર નીચે બંને બાજુ આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવશે જેનો સંપૂર્ણ ખર્ચ દાતાશ્રી દ્વારા આપવામાં આવશે. આ હોલમાં પાટણમાં વરિષ્ઠ નાગરિકોને પોતાના નિવૃત્ત જીવનનો ઉત્તમ સમય પસાર થાય તે હેતુથી હોમ થિયેટર સાથે સમાચાર, ધાર્મિક પ્રવચનો, મનોરંજન કાર્યક્રમો, મોટીવેશનલ લેક્ચર, વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના લેક્ચર તેમજ વિવિધ પુસ્તકોના પ્રવચનો વગેરે આધુનિક પદ્ધતિથી દર્શાવવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં આવી સુવિધાથી સજજ પ્રથમ લાઇબ્રેરી બનશે.

આ પ્રસંગે કૈલાશબેન વ્યાસ, મનોજભાઈ વ્યાસ, પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપુરા, પ્રમુખ હિરલબેન પરમાર, મનોજભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, ભરતભાઈ ભાટિયા, માહસુખભાઈ મોદી, રાજેશભાઇ પરીખ, હર્ષદભાઈ પ્રજાપતિ, નટવરભાઈ દરજી, નગીનભાઇ, જયેશભાઇ વ્યાસ, ચેતનભાઈ દેસાઈ, જ્યોતિન્દ્ર ભટ્ટ, કમલેશભાઇ સ્વામી, દિનેશભાઇ પ્રજાપતિ તથા અન્ય કારોબારી સભ્યો અને મહેમાનો ઉપસ્થિત રહેલ. આ હોલનુંસુંદર પ્લાનીંગ ગુજરાતના વિખ્યાત આર્કીટેક્ટ એમ.એમ. પટેલ દ્વારા કરાયેલ છે.
અહેવાલ : હર્ષદ ખમાર

