Maha Gujarat
Other

પાટણના સિદ્ધિ સરોવરમાં મરેલાં કુતરાં અને માછલીઓ તરતી દેખાતા નગરપાલિકા ફરીથી વિવાદોનાં કઠેડામાં

તળાવ જ્યારે ખાલી થયું ત્યારે સફાઇ ન કરી શકાઇ હોવાથી અશુદ્ધિઓ તરતી જોવા મળી

મંદિરનાં સેવકો અને કોંગ્રેસે પાલિકાને ઘેરી : ડૉક્ટરે પાણી ઉકાળીને પીવાની સલાહ આપી : જીવરાજ પાર્કમાં આવેલા પાણીમાં માછલીનાં ટુકડા આવ્યા !!

પાટણ શહેરનાં સિધ્ધિ સરોવરમાં આવેલા નર્મદા આધારિત સુજલામ સુફલામનાં નવા નીરમાંથી માછલીઓ અને તેનાં હાડપીંજર અને મરેલા કુતરા સહિતના પશુઓના કહોવાયેલા હાડપિંજરો મળી આવ્યા હોવાની ઘટનાએ વધુ એક વિવાદને અમ આપ્યો છે. પાટણ શહેરને પીવાનું પાણી પુરુ પાડતા સિધ્ધિ સરોવરમાં તાજેતરમાં પાણીનો પૂરવઠો ખાલી થઈ જતાં તળીયા દેખાયા બાદ કોંગ્રેસે ઉહાપોહ કરતાં વિવાદને ઠારવા માટે પાટણ નગરપાલિકાનાં વોટર વર્કસ શાખાએ ચાણસ્માનાં ખોરસમ તળાવનાં પમ્પિંગ સ્ટેશનમાં રાર્જાયેલી ખરાબીને દુરસ્ત કરીને ઉતાવળે પાણી પુરવઠો શરૂ કરી દીધો હતો. જ્યારે તળાવનું તળીચું દેખાયું ત્યારે નગરપાલિકાએ આ તક ઝડપી લઈને તળાવની સફાઈ કરાવી લેવાનું ચુકી ગઈ હતી. અને પાણી આવ્યા બાદ તેમને સફાઈ યાદ આવી હતી. એ સમયે ખાલી તળાવની સફાઈ ન થવાનાં કરણે તળાવમાં અગાઉથી જ પડેલી માછલીઓ અને કુતરાં સહિતનાં સડી ગયેલા મૃતદેહો સહિતની અશુધ્ધિઓ નવા પાણી આવતાં જતેમાં સપાટી પર તરવા લાગ્યા હતા.

પાટણ નગરપાલિકા દ્વારા સિધ્ધિ સરોવરની સફાઈ કરવાનું કોઈ કારણસર ચૂકી જવાયા બાદ જ્યારે પીવાનું કાચ પાણી નવેસરથી ઠાલવવામાત્ર આવ્યું તે પહેલાથી આ તળાવમાં અગાઉથી જ પડેલી માછલીઓ અને કુતરાઓનાં મૃતદેહોને કાઢવામાં આવ્યા ન હોતા. જેનાં કારણે નવા પાણી આવતાં જઆ મૃતદેહોએ પોતાનું પોત પ્રકાશ્યુ હતું. અને ફરી એકવાર નગરપાલિકાને વિપક્ષોએ વિરોધનાં કઠેડામાં ઉભી કરી દીધી હતી.

આ બનાવ અંગે સિધ્ધિ સરોવર પાસે આવેલા કુબેરેશ્વર મહાદેવનાં સેવક તેજસ બારોટે જણાવ્ય કે, કે, અમે જ્યારે આજે અહી તળાવની મલાકાતે આવ્યા ત્યારે આ કુતરા અને મરેલી માછલીઓના મૃતદેહો જોઈને અમે કંપી ઉઠયા હતા. પાટણની જનતાને આવું ગંદુ પાણી પીવડાવવા માત્ર આવી રહ્યું છે અને તળાવમાં ગંદકી અને અશુધ્ધિઓ હોવા અંગે અમે વારંવાર નગરપાલિકાને લેખિતમાં પણ જાણ કરી હતી. છતાં કોઈ પગલાં લેવાયા નથી. અમારે બોલવું નથી પણ તમે (નગરપાલિકા) બોલાવડાવે છેકે, શહેરીોને આ લોકો રોગના ભોગ બનાવી રહી છે.

આ અંગે પાટણ નગરપાલિકાનાં એક નગરસેવકે જણાવ્યુ કે, હાલમાં ચોમાસા જેવી સ્થિતિ અને વરસાદ પડી રહ્યો છે અને આ તળાવમાં આવેલું પાણી ડહોળ આવી રહયુ હોવાથી તેને ઉકાળીને ઉપયોગમાં લેવાની તેમણે સૌને સલાહ આપી હતી. કારણ કે, હાલમાં શહેરમાં આવા અશુધ્ધ પાણીને કારણે પેટમાં દુ:ખાવાની ફરિયાદઘે ઉઠી રહી છે દરમિયાન સિધ્ધિ સરોવરના પાણીના કરણે શહેરની જીવરાજ પાર્ક સોસાયટીનાં મકાન નં. એકમાં આજે સવારે આવેલા પાણીમાં માછલીઓનાં ટુકડાઓ જોવા મળ્યા હતા. આ મકાનમાં રહેતા જિજ્ઞેશ દવેએ બે ત્રણ દિવસ પહેલાં જપાટણ નગરપાલિકામાં આ બાબતે રજુઆત કરી હોવાનું જાણવા મળ્યુ છે તેમ છતા આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતાં આજેમંગળવારે ફરીથી ડહોળા પાણીની સાથે માછલીનાં ટુકડા આવ્યા હતા. જ્યારે આ પાણી ગંદુ આવતું હોવાની બુમો શહેરમાંથી પડી રહી હોવાથી આવું પાણી આપવાનું બંધ ન કરાય તો પાટણ શહેર કોંગેસ દ્વારા આંઘેલન કરવાની ચિમકી શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે ઉચ્ચારી હતી. જ્યારે ભરતભાઈ ભાટીયાએ તાજેતરમાં તળાવના નવીનીકરણના ખાતમુહૂર્તમાં જેનેતાઓ હાજર હતા તે તમામનાં ઘરે આ મરેલી માછલીઓ નાંખી દેવી જોઈએ તેમ જણાવ્યું હતુ.

પાટણના સિદ્ધિ સરોવરના પાણીની ગુણવત્તા ચકાસવા આરોગ્ય ટીમે સેમ્પલ લીધા

સિદ્ધિ સરોવરના પીવાના પાણીમાં મરેલી માછલીઓ – મરેલું કૂતરુ ધ્યાને આવતા તંત્ર એલર્ટ

પાટણના શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડતા સિદ્ધિ સરોવર પંપીંગ સ્ટેશન ફિલ્ટર પ્લાન્ટ ખાતે આજે પાટણ તાલુકા આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ સોહેલ અને તેમની ટીમ દ્વારા આજે મુલાકાત લઈને અહીંથી શહેરીજનોને અપાતું પાણી પીવા લાયક છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરીને પંપીંગ સ્ટેશનમાંથી પાણીના સેમ્પલ લઈને તેને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા.

પાટણમાં નગર પાલિકા દ્વારા નર્મદાનું પાણી સિધ્ધિ સરોવરમાં ઠાલવીને ત્યાંથી ફિલ્ટર પ્લાન્ટમાં ફિલ્ટર કરીને જુદા જુદા વોર્ડ વિસ્તારોમાં ઓવરહેડ ટાંકીઓ અને સંપ મારફતે શહેરીજનોને પીવા માટે વિતરણ કરવામાં આવતું હોય છે.

જોકે, અહીંથી શહેરીજનોને પહોંચાડવામાં આવતું ફિલ્ટર કરેલું પાણી ખરેખર યોગ્ય રીતે બરાબર ફિલ્ટર થઈને આવે છે કે કેમ અને આ પાણી પીવાલાયક છે કે કેમ ? તે અંગે શહેરીજનોમાં અનેક પ્રકારના મત મતાંતર રહ્યા છે અને લોકોમાં આ બાબતે સમયાંતરે સવાલો પણ ઉઠતા રહ્યા છે.

તાજેતરમાં સિદ્ધિ સરોવર પાણી વિના ખાલી થઈ જતા તેમાં કિનારા પર અનેક પ્રકારનો ગંદો કચરો પડ્યો હોવાનું સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. ત્યારબાદ આ તળાવમાં કોઈપણ પ્રકારની સફાઈના પગલાં ભરાયા વગર ફરી પાણી ભરાતા તાજેતરમાં અહીં પાણીમાં મરેલુ કૂતરું તેમજ અસંખ્ય માછલીઓ પાણી વિના તરફડીને મરી ગયેલી પડી હોવાના દ્રશ્યો લોકો સામે આવ્યા હતા, જેને લઈને આ પાણી પીવાથી લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થઈ શકે તેવી શક્યતાઓ ઊભી થવા પામી હતી.

સિધ્ધિ સરોવરના પાણીની ગુણવત્તા બાબતે લોકોમાં સવાલો ઉઠતા આ બાબતને લઈને પાટણ તાલુકા આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ સોહેલ અને સુપરવાઈઝર દિનેશ પટેલ તેમજ આરોગ્ય ટીમે જાગૃત બનીને સિદ્ધિ સરોવર ખાતે પહોંચી પરિસ્થિતિની તપાસ કરી હતી. અહીં આરોગ્ય ટીમ દ્વારા અલગ અલગ ચાર પંપીંગ સ્ટેશન ખાતેથી પાણીના સેમ્પલ લઈને તે પાણી પીવાલાયક છે તે કે તેના પરીક્ષણ માટે પાણીના આ નમૂના જળભવન ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

Related posts

પાટણના કોલેજ કેમ્પસમાં જવાના રેલ્વે નાળાની કફોડી હાલત…

mahagujarat

પાટણ જીલ્લા નુ વિદ્યાનુ કેન્દ્ર એવા NGES કેમ્પસ મા “ઇનોવેટિવ પુસ્તક મેળો” યોજવામા અવ્યો.

mahagujarat

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ડૉ.પંડયા અભ્યાસગૃહ એલ્યુમીની એસોસિએશન’ની સ્થાપના કરાશે

museb

અખિલ ખમાર જ્ઞાતિ સમાજના નવીન 3 વર્ષના હોદ્દેદારોની વરણી કરાઇ

museb

પિયુષભાઈ સોમપુરા એ રૂપિયા પાંચ કરોડના ખર્ચે પાટણ નું ભગવાન જગન્નાથજી નવું ભવ્ય મંદિર બનાવી આપવાની પહેલ કરી

mahagujarat

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કોર્પોરેટરો આમને-સામને, કોર્પોરેટરને ‘બુટલેગર’ કહેતા ઇંટનો જવાબ પથ્થરથી આપવા ચીમકી અપાઇ

mahagujarat

Leave a Comment