70 બહેનો,ભાઈ ઓ અને બાળકો એ ભાગ લીધો
ભારત વિકાસ પરિષદ પાટણ શાખા મહિલા ટીમ દ્વારા પાટણના નાગરિકો માટે 05/07/25 ને શનિવારના રોજ યમુનાવાડી ખાતે ફાયરલેસ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 70 ભાઈઓ, બહેનો તેમજ બાળકોએ ભાગ લીધો.
સ્પર્ધાનું આયોજન બે કેટેગરીમાં કરવામાં આવ્યું. જેમાં 12 વર્ષથી 20 વર્ષ અને 21 વર્ષથી ઉપરના માટે. ગેસ કે ચુલાનો ઉપયોગ કર્યા વગર બધાજ સ્પર્ધકોએ ખૂબ જ સરસ ડીસ બનાવીને ત્યાં સર્વ કરી હતી. જેમાં બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતાઓને શીલ્ડ અને ગિફ્ટ આપી એપ્રન પહેરાવવામાં આવ્યા. ભાગ લેનાર દરેક સ્પર્ધકોને રાજાણી, અંબિકા, ગજાનંદ, પારલે અને હીરા મોતી ડિટર્જન્ટ તરફથી ગૃહ ઉપયોગી કીટ તેમજ ભાનુભાઈ જ્વેલર્સ દ્વારા જ્યૂટ બેગ આપીને પ્રોત્સાહિત કરાયા.
કાર્યક્રમમાં મહેમાન તરીકે ડૉ. આલમીન મન્સૂરી, એડવોકેટ સંધ્યાબેન પ્રધાન, ડૉ . પિન્કીબેન રાવલ એ વિશેષ હાજરી આપી હતી. તેમણે સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા તેમજ નાની બાળકીઓને પોતાની આ કળા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તો હળવી શૈલીમાં શીતળા સાતમના દિવસે હવે ભોજનની ચિંતા નહીં કરવી પડે તેમ કહ્યું હતું. આ વાનગી હરીફાઈમાં હિમાનીબેન પ્રજાપતિ, અભિલાષાબેન પરીખે નિર્ણાયક તરીકેની સેવા આપી હતી. જુનિયર વિભાગમાંથી અનુક્રમે ગાંધી દિયા , પટેલ મિશીકા, ખમાર દુર્વા વિજેતા રહ્યા સિનિયર વિભાગમાંથી અનુક્રમે કિરણબેન ભાવસાર, સૃષ્ટિબેન કંદોઈ, ગીરાબેન સોની વિજેતા રહ્યા હતા.
કાર્યક્રમમાં મહિલા સહભાગીતા મમતાબેન ગાંધીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સ્પર્ધાના નિયમોનું વાંચન રક્ષાબેન સોની અને કાર્યક્રમનું સંચાલન જાગૃતીબેન ખમાર દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન પ્રમુખ પૂર્ણિમાબેન મોદી, મંત્રી મમતાબેન ખમાર દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યો તેમજ ભાગ લેનાર સભ્યોના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહીને આ કાર્યક્રમને ઉત્સાહ ભેર માણ્યો હતો. ભાગ લેનાર સભ્યો દ્વારા શાખા દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થતા રહે તેવી ઈચ્છા પણ દર્શાવી હતી. કાર્યક્રમને અંતે આભાર વિધિ દીપલબેન કંદોઈએ કરી હતી.