September 18, 2026
Maha Gujarat
Other

પાટણનું ઘરેણું એવા ત્રણ દરવાજાની હાલત સુધારવા શ્રી હર્ષ કીલાચંદે સૂચન કર્યુ કીલાચંદ પરિવાર દ્વારા સંપૂર્ણ સહયોગ આપવા ખાત્રી આપી

દેશના જાણિતા ઉદ્યોગપતિ પાટણના વતની શેઠશ્રી કીલાચંદ પરિવારના શ્રી હર્ષ કીલાચંદ ગઇકાલે પાટણની મુલાકાતે આવેલ. આ પ્રસંગે તેમણે પાટણના પ્રખ્યાત હેરીટેઝ ત્રણ દરવાજાની મુલાકાત લીધી હતી. આ ત્રણ દરવાજા ઉપર કીલાચંદ ટાવર આવેલ છે. શેઠશ્રી કીલાચંદ પરિવાર દ્વારા વર્ષો પહેલા આ ટાવર બંધાવી તેની બંને બાજુ ઘડીયાળ મૂકવામાં આવેલ. રાઉન્ડથી ક્લોક આ વિશાળ ઘડીયાળના સમય મુજબ ટકોરા વાગતા હતા. અગાઉ કોટ માત્ર વિસ્તારમાં સિમીત સમગ્ર પાટણ શહેરમાં તે સંભળાતા હતા.
શ્રી હર્ષ કીલાચંદે ર્જીણ થયેલ આ ત્રણ દરવાજાનું સંપૂર્ણ સમારકામ, સુંદર રંગરોગાન કરવાની અને ટાવરની બંને સાઇડે વિશાળ ઇલેકટ્રોનીક્સ ટકોરા પડે તેવી ઘડિયાળ મૂકવાનું સૂચન કરેલ. આ માટે કીલાચંદ પરિવારનો સંપૂર્ણ સહયોગ આપવાની તેમણે ખાત્રી આપેલ.
આ મુલાકાતમાં તેમની સાથે રહેલ મહાગુજરાતના તંત્રી હર્ષદભાઇ ખમાર, આર્કીટેક અશ્વીન ગાંધી ને આ માટે જિલ્લા કલેક્ટરશ્રી, નગરપાલિકા સહિત તંત્ર સાથે સંકલન કરવાની જવાબદારી સોંપી ટૂંક સમયમાં ફરી પાટણ આવવાની ખાત્રી આપી હતી. આમ પ્રોજેક્ટ પૂર્ણ કરવા તેમણે ઇચ્છાશક્તિ વ્યક્ત કરેલ.
પાટણ પાલિકા સહિતની પાટણ વિકાસ પરિષદ, પાટણ સાંસ્કૃતિક મંડળ જેવી શહેરની સંસ્થાઓ પાટણનું ઘરણું એવા આ ત્રણ દરવાજાની શોભા પુન: સ્થાપિત કરવા આગળ આવશે?

Related posts

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય પાટણ સેન્ટર સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરશે

museb

અમદાવાદ-મહેસાણા વચ્ચેના 51 કિમી હાઈવેને રૂ. 2630 કરોડના ખર્ચે આઠ માર્ગીય બનાવાશે, કેબિનેટ બેઠકમાં મંજૂરી

mahagujarat

સ્વર સંદીપ મ્યુઝિકલ કલબના સંગીત સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ

museb

પાટણ-મહેસાણા પેસેન્જર અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના સમયમાં ફેરફાર

museb

ચૈત્રી નવરાત્રીના દિવસોમાં પાટણના નગરદેવી શ્રીકાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં બે દિવસનો શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યનો જાજરમાન કાર્યક્રમ યોજાશે

mahagujarat

પાટણના એક્ટીવ ગ્રૃપ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી રસીલાબેન જયંતિલાલ સાંડેસરા એક્ટીવ સીકબેડ સેન્ટર અને સેવા ભવનનું વાસ્તુપૂજન અને દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાશે

mahagujarat

Leave a Comment