Maha Gujarat
Other

ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમની એસો. દ્વારા બાળાર્પણ અને શાળાર્પણનો કાર્યક્રમ યોજાયો

પાટણની 100 વર્ષ જુની ડૉ. પંડ્યા અભ્યાસગૃહને વિશેષ દરજ્જો મળે તે માટે વિધાનસભામાં રજુઆત કરીશ : ડૉ. કિરીટ પટેલ

ડૉ. પંડ્યા સાહેબ અને મણીલાલ માધવલાલ દવેની તકતીનું અનાવરણ કરાયું

પાટણનાં શૈક્ષણિક ક્ષેત્રમાં મોટી નામના ધરાવતા ઉત્તર ગુજરાત યુવક મંડળ પાટણ સંચાલિત સો વર્ષ પૂર્ણ કરી ચુકેલી એક માત્ર શાળા ‘ડૉ. પંડ્યા અભ્યાસગૃહ’નાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનાં સુસંગઠિત થયેલા “ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમની એસોસિએશન, પાટણ દ્વારા મંગળવારે આ શાળામાં અભ્યાસ કરી રહેલા તમામ 220 બાળકો માટેનાં વિવિધ સાધન-સગવડ તથા જરૂરી ચીજ વસ્તુઓનો બાળાર્પણ અને શાળાર્પણનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત આ શૈક્ષણિક સંસ્થાના સ્થાપક અને પ્રણેતા ડૉ. ઠાકોરલાલ પંડ્યા સાહેબ અને મણિલાલ માધવલાલ દવેનાં ફોટા સાથેની તક્તીની અનાવરણ વિધીનો પણ કાર્યક્રમ યોજાયો હતો.

સવારે પાટણની ડૉ. પંડ્યા અભ્યાસગૃહ ખાતે ઉ.ગુ. યુવક મંડળના માનદમંત્રી અને જનતા હોસ્પિટલનાં ચેરમેન મનસુખભાઇ પટેલની ઉપસ્થિતિમાં ડૉ. પંડ્યા તથા ડૉ. દવેનાં ફોટાની તક્તીનું અનાવરણ કરાયું હતું. બાદમાં યોજાયેલા કાર્યક્રમમાં શાળાનાં 220 બાળકોને પાટણ જૈન મંડળનાં સહયોગથી બેન્ચ અને બ્લેક બોર્ડ તથા રમકડાં, દિપકભાઇ પરીખ (સિંગાપોરવાળા)નાં સહયોગથી સ્કુલબેગ અને એલ્યુમની એસો. તરફથી સ્કૂલ યુનિર્ફોર્મ, શાળા માટે 25 ખુરશીઓ અર્પણ કરાયેલ. આ પ્રસંગે ચીજ વસ્તુઓનું તથા અન્ય આર્થિક દાન આપનારા દાતાઓનું પણ સન્માન કરાયું હતું.

આ સમારંભનાં અને ઉત્તર ગુજરાત યુવક મંડળનાં પ્રમુખ ડૉ. જે.કે. પટેલે શાળાનાં બાળકો માટે આ સાધનો અને સગવડો પૂરુ પાડનારા દાતાઓ તથા ભૂ.પૂ. વિદ્યાર્થીઓનાં સંગઠનનાં પદાધિકારીઓને બિરદાવ્યા હતા. શાળાનાં ભૂ.પૂ. વિદ્યાર્થીઓનાં સંગઠને સુવિધા ઉભી કરી આપી અમારા મંડળમાં પ્રાણ પૂરવાનું કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. આર્શિવચન આપતા પૂર્વ આચાર્ય નારણભાઇ ઠક્કરે 100 વર્ષ જુની આ સંસ્થાને દિપાવવા તથા તેને ઉજાગર કરવા માટેના પ્રયાસોને બિરદાવેલ. આ પ્રસંગે પાટણનાં ધારાસભ્ય ડૉ. કિરીટભાઇ પટેલે પાટણની 100 વર્ષ જુની ડૉ. પંડ્યા અભ્યાસગૃહને વિશેષ દરજ્જો મળે  તે માટે મુખ્યમંત્રી અને વિધાનસભામાં રજુઆત કરવાની તથા પોતાની ધારાસભ્ય ફંડમાંથી શાળાનાં વિકાસ માટે જરૂરી ગ્રાન્ટની ફાળવણી કરવાની તથા શાળા અનુદાનિત (ગ્રાન્ટેડ) બને તે માટે પ્રયાસો કરવાની ખાત્રી આપેલ.

ધારાસભ્યએ વધુમાં જણાવ્યુ કે, આ શાળાની પૂ. ગાંધીજીએ મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ થયો છે, જો તે અંગેના પુરાવા હોય તો તે સાથે લઇ સંસ્થાના 10 જણા સાથે આપણે મુખ્યમંત્રીને મળીએ અને સંસ્થાનું નામ ગુજરાત સ્તરે આગળ વધે તથા શાળાને ‘સ્કુલ ઓફ એક્સલન્સ’ની યાદીમાં સમાવેશ થાય તે માટે તેઓ સીએમને રજુઆત કરશે. આ પ્રસંગે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. નરેન્દ્રસિંહ ચાવડાએ પાટણની આ સંસ્થા સહિત મંડળની પાંચે સંસ્થાઓને કોઇપણ વહિવટી કામગીરી માટે મદદરૂપ થવાની ખાત્રી આપી હતી. આ પ્રસંગે ધીરૂભાઇ શાહ તથા દિપકભાઇ પરીખ તથા શાળાનાં આચાર્ય જશોદાબેને પોતાનાં પ્રતિભાવો આપ્યા હતા.

પાટણની ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમની એસો.નાં પ્રમુખ અશોકભાઇ વ્યાસે સ્વાગત પ્રવચન અને સંસ્થાના ઉદ્ભવ તથા તેના ઇતિહાસમાં રહેલા તત્વોને ઉજાગર કરતા કહ્યું કે, પાટણ જ એક જ એવું શહેર છે કે, ગાંધીજીનાં કાર્યકાળમાં અભ્યાસગૃહમાં 500 મહિલાઓ રેટિયો કાંતતી હતી.

આ પ્રસંગે એસો.નાં મંત્રી ડૉ. અતુલભાઇ અગ્રવાલે આ શાળાએ 100 વર્ષ પૂર્ણ ર્ક્યા છે, તેમાં અનેક લોકો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. અમે મંડળની સાથે રહીને બાળકોને સારી સુવિધાઓ મળે તે માટે પ્રયત્નો કરવા માંગીએ છીએ.

એસો.નાં ઉપપ્રમુખ હર્ષદભાઇ ખમારે આજના કાર્યક્રમમાં એલ્યુમની એસો. દ્વારા હાથ ધરાયેલ કાર્યક્રમોની માહિતી આપેલ. તથા બાળકોને સુવિધાઓ પૂરી પાડવા માટે દાતાઓને સહયોગ મળી રહ્યો છે તેમ જણાવેલ. કાર્યક્રમમાં હેમંત કાટવાલા, યતિનભાઇ ગાંધી, દિલીપભાઇ સુખડીયા, સુનિલભાઇ સોની, હર્ષદભાઇ ઠક્કર, મહાસુખભાઇ મોદી, જયેશભાઇ વ્યાસ સહિત ઉ.ગુ. યુવક મંડળ સંચાલિત શાળાઓના આચાર્યો-શિક્ષકો સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન જ્યોતિબેન પટેલ અને આભાર વિધી અજયભાઇ ખમારે કરી હતી.

Related posts

પાટણ લોકસભાની સીટ ઉપર ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ જામશે

museb

લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા આરોગ્ય સેવા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ યોગદાન સ્વરૂપે અંદાજિત 9,80,000/ નવ લાખ એંસી હજાર રૂપિયાનું ABG (Arterial Blood Gas) મશીન ધારપુર મેડિકલ કોલેજને દાન આપવામાં આવ્યું.

mahagujarat

પાટણમાં આયોજિત ઇન્ટરનેશનલ શિવ કથાકાર પ.પૂ.ડો.લંકેશ બાપુની શિવકથા ની પોથીયાત્રા ભક્તિ સભર માહોલમાં યજમાન પરિવારોને ત્યાંથી પ્રસ્થાન પામશે..

mahagujarat

પાટણનું ઘરેણું એવા ત્રણ દરવાજાની હાલત સુધારવા શ્રી હર્ષ કીલાચંદે સૂચન કર્યુ કીલાચંદ પરિવાર દ્વારા સંપૂર્ણ સહયોગ આપવા ખાત્રી આપી

mahagujarat

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) અને એ.જે. વિદ્યામંદિર સ્કૂલ (AJVM) દ્વારા બે દિવસીય ભવ્ય ફેન્ટેસિયા ફેસ્ટ 3.0 – ક્લાસરૂમ થી કોમર્સ નું સફળ આયોજન

mahagujarat

લોક કલ્યાણ માટે કાર્યરત મહિલા સામાજિક આગેવાનોને ” આ. મંજુલાબેન કિરિટભાઈ સોલંકી સ્મૃતિ વંદન ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે.

mahagujarat

Leave a Comment