2 દિવસમાં વાંચન પ્રિય ૧૦,૦૦૦ થી વધુ લોકોએ મુલાકાત કરી
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, પાટણ દ્વારા ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઇ પ્રાથમિક શાળાનો તા. ૦૯/૦૨/૨૦૨૪ અને તા. ૧૦/૦૨/૨૦૨૪ એમ બેદિવસિય ઈનોવેટીવ પુસ્તક મેળો યોજવામાં આવ્યો.જેનું ઉદ્દઘાટન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ તથા સાથે પ્રો. જય ધ્રુવ, EI મધુબેન,અનિષાબેન દ્વારા કરવામા આવ્યું હતુ.
આ પુસ્તક મેળામાં ભારત અને વિશ્વના નામાંકિત લેખકો દ્વારા લખાયેલ અલગ નોવેલ, બાયોગ્રાફી, બોધ વાર્તાઓ, જનરલ નોલેજ, આર્ટ બુક્સ સહિતના ૧૫૦૦ કરતાં વધુ શીર્ષકો સાથેની વિશાળ શ્રેણી વિધાર્થીઓ, વાલીશ્રીઓ અને પુસ્તક રસિકો માટે પ્રદર્શિત કરવામાં આવેલ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નુ પુસ્તક “પરીક્ષા પે ચર્ચા” કેન્દ્ર બન્યુ હતુ.આ પુસ્તક મેળામાં પાટણના ૧૦,૦૦૦ કરતાં વધુ પુસ્તક પ્રેમીઓએ મુલાકાત લઈ શાળાઓની આ પહેલને હર્ષથી વધાવી કાર્યક્રમને સફળ બનાવેલ. સાથે જ બંને શાળાઓમાં બાળકોએ બનાવેલ વિવિઘ શૈક્ષણિક પ્રોજેક્ટ, સર્જનાત્મક માટીકામ, સુતળી કામ નિહાળી સૌ પ્રફુલ્લિત થયેલ.
તો ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના પુસ્તકોની પ્રદર્શની તેમજ અરવિંદ જીવાભાઇ પ્રા. શાળાનું ગ્રંથ મંદિર આકર્ષણનું કેન્દ્ર બનેલ. કાર્યક્રમની સફળતા બદલ મેનેજમેન્ટ માથી કેમ્પસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ડૉ. જે.એચ. પંચોલી સર અને કોલેજ કેમ્પસ ના CDO પ્રો. જય ધ્રુવે બંને શાળાને અભિનંદન પાઠવ્યા. સફળતાના મુખ્ય સૂત્ર એવા સર્વે મુલાકાતીઓનો બંને શાળાઓના આચાર્યશ્રી ડૉ. ચિરાગભાઈ પટેલ અને શ્રી સંજયભાઈ પંચોલી સહિત શાળા પરિવારે જહેમત ઉઠાવેલ…