September 27, 2026
Maha Gujarat
Other

પાટણના નગરદેવીના મંદિરમાં અનોખો દીપોત્સવી મહોત્સવ યોજાશે

પાટણના નગરદેવી શ્રીકાલિકા માતાજીના અતિ પ્રાચીન મંદિરમાં તા. ૧૮-૧૦-૨૦૨૫ને શનિવાર અર્થાત્ ધનતેરસથી માંડીને લાભ પાંચમ સુધી વિવિધ પુજાઓ, કાલીપૂજા, લોકમેળાઓ, અન્નકૂટ, હિંડોળાના દર્શન, યજ્ઞ તથા શ્રી માતાજીના કિલ્લા ઉપર ખપ્પર (સળગતી સગડી)ના દર્શન વગેરેનો અનોખો દીપોત્સવી મહોત્સવ સદીઓથી પરંપરા મુજબ આ વર્ષે પણ યોજાવાનો છે.
* ધનતેરસ : તા. ૧૮-૧૦-૨૦૨૫, શનિવાર
– રાત્રે ૯-૨૦ કલાકે, ધન-ધન્વન્તરી પૂજન
* કાળીચૌદસ : તા. ૧૦-૧૦-૨૦૨૫, રવિવાર
– રાત્રે ૮ થી ૧૧ દરમિયાન સામૂહિક કાલીપૂજા અને ભદ્રકાળી માતાજીના અઢાર હાથનાં દર્શન થશે
* દિવાળી : તા. ૨૦-૧૦-૨૦૨૫, સોમવાર
– રાત્રે ૮-૦૦ વાગે મહાલક્ષ્મી પૂજન-શારદા પૂજન થશે
* બેસતુ વર્ષ : તા. ૨૨-૧૦૨૦૨૫, બુધવાર
– સવારના ૬-૦૦ વાગ્યાથી રાત્રિના ૧૦-૦૦ વાગ્યા સુધી શ્રી માતાજીના અલૌકિક શૃંગાર દર્શન અને આખા દિવસ દરમિયાન મંદિરના પ્રાંગણમાં લોકમેળો યોજાશે.
* ત્રીજ : તા. ૨૪-૧૦-૨૦૨૫, શુક્રવાર
– સવારના ૧૦-૦૦ થી બપોરના ૦૧-૦૦ વાગ્યા સુધી અન્નકૂટના દર્શન થશે.
* ચોથ : તા. ૨૫-૧૦-૨૦૨૫, શનિવાર
– સવારના ૧૦-૦૦ થી રાત્રિના ૧૦-૦૦ વાગ્યા સુધી શ્રીમાતાજીના હિંડોળાના દર્શન
* લાભપાંચમ : તા. ૨૬-૧૦-૨૦૨૫, રવિવાર
– સવારના ૧૦-૦૦ થી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી સમસ્ત બ્રહ્મભટ્ટ સમાજ તરફથી શ્રીમાતાજી સમક્ષ યજ્ઞનું આયોજન કરાયેલ છે.
– સાંજના ૬-૧૫ વાગે શ્રી માતાજીના કિલ્લા ઉપર ખપ્પર (સળગતી સગડી)ના અલભ્ય દર્શન થશે.
આ તમામ દિવસોએ શ્રી માતાજીના અદ્ભૂત શૃંગાર તેમજ ભવ્યાતિભવ્ય તાજાં ફૂલોની આંગીના દર્શન થશે. સમસ્ત મંદિર પરિસર ફૂલોથી આચ્છાદિત કરાશે.

Related posts

શ્રી નરેન્દ્ર મોદી સરકારના કેન્દ્ર માં નવ વર્ષના સુશાસન ની વાત કહેવા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ સિધ્ધપુર આવશે.

mahagujarat

શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં “ગંગાબા રોજગાર કેન્દ્ર”માં બ્યુટીપાર્લરનાં વર્ગો શરૂ કરવામાં આવ્યા

mahagujarat

સમી ખાતે નારી સંમેલન યોજાયું: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોરે નારી સશક્તિકરણના મહત્વ પર માર્ગદર્શન આપ્યું

mahagujarat

પાટણના શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં બિરાજતાં શ્રી ક્ષેમંકરી માતાજીનો મહાઅભિષેક તથા યજ્ઞ યોજાયો

mahagujarat

જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને ભાવિ પેઢીના પર્યાવરણના રક્ષણ માટે રાજયમાં સોલાર પાર્કના નિર્માણનો નવતર અભિગમ

mahagujarat

રિજીયોનલ સાયન્સ સેન્ટર, ચોરમારપુરા, પાટણ ખાતે સમર કેમ્પમાં ડૉ.આશુતોષ પાઠકનુ સાયન્ટિફિક રાઈટીંગ વિષય પર વ્યાખ્યાન યોજાયું

mahagujarat

Leave a Comment