આજે ગુરૂપૂર્ણિમાના દિને સર્વ મંગલમ આશ્રમ, સાગોડીયામાં તા. ૧૦-૦૫-૨૫ ગુરુવારે પ.પૂ.ગુરુજીશ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબના જન્મદિન અને ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણીનું અત્યંત ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. મંગલમય પ્રાર્થનાથી પ્રારંભ થયેલ આ પવિત્ર આધ્યાત્મિક કાર્યક્રમમાં આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી શરદભાઈ શાહે સૌનું હાર્દિક સ્વાગત કર્યું. પૂ. સાધ્વીજી મહારાજ સાહેબે આશીર્વચન આપ્યાં. ડો.મહેન્દ્રભાઈ શાહ સાહેબે પ્રાસંગિક પ્રવચન કર્યું. આશ્રમના પ્રમુખ શ્રી જગદીશભાઈ વોરાએ પૂ. ગુરુજીની વિવિધ ભજનો અને ગીતો દ્વારા ભાવાંજલિ આપી હતી. શ્રી ગઢવી અને અન્ય સાધકોએ પણ પોતાના ભક્તિ ભાવ સાથે અભિવ્યક્ત કર્યા હતા.
આ પ્રસંગે આશ્રમ દ્વારા ચાર પુસ્તકો (૧) અપૂર્વ અવસર (૨) ઇષાવાસ્ય ઉપનિષદ (૩) રામાયણમાં ભારતીય સંસ્કૃતિનો સંદેશ (૪) શ્રીમદ્ ભગવદ્ગીતાનો ભક્તિ યોગ કે જે પુસ્તકો પ.પૂ. શ્રી મુનીશ્રી ભાનુવિજયજી મ.સા.એ આપેલ પ્રવચનોમાંથી સંકલીત કરાયેલ છે તેનું વિવિધ મહાનુભાવોના વરદ હસ્તે વિમોચન કરવામાં આવેલ. આ પુસ્તકોના પ્રકાશન માટે માતબર દાન આપનાર શ્રી વિષ્ણુભાઈ પટેલનું સન્માન કરી અભિનંદન સહ આભાર વ્યક્ત કરવાં આવેલ. શ્રી શરદભાઈ શાહ સાહેબની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ મહેસાણાથી લગભગ ૫૫ સાધકોએ આ કાર્યક્રમનો લાભ લીધો. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં સાધકોએ ઉપસ્થિત રહી પ.પૂ. ભાનુવિજયજી મ.સા.ને ગુરૂવંદના કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો.એસ.ટી.કોટક દ્વારા કરવામાં આવેલ. બપોર ભોજન પ્રસાદ લઈ અનેરા આનંદ સાથે સૌ છૂટા પડ્યાં.
અહેવાલ : હર્ષદ પી. ખમાર