Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

માટીને નમન, વીરોને વંદન… અભિયાન અંતર્ગત પાટણ નગરપાલિકા દ્વારા આનંદ સરોવર ખાતે ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ યોજાયો

‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લામાં ‘માટીને નમન, વીરોને વંદન’ થીમ અંતર્ગત પાટણ આનંદ સરોવર ખાતે આજે પાટણ નગરપાલિકાનો કાર્યક્રમ યોજાયો હતો. નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલની અધ્યક્ષતામાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ હાથમાં માટી લઈને પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે આનંદ સરોવર ખાતે ઉપસ્થિત આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષની ઉજવણી અંતર્ગત આ વર્ષે તા.15મી ઓગષ્ટ સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર સરકાર દ્વારા 9 મી ઓગષ્ટથી મેરી મિટ્ટી, મેરા દેશ અભિયાન યોજાઈ રહ્યું છે. જેના ભાગરૂપે પાટણ શહેરમાં મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ નગરપાલિકાની માટીને નમન, વીરોને વંદન થીમ પર રાષ્ટ્રભક્તિના અનોખા પર્વનો કાર્યક્રમ આનંદ સરોવર ખાતે યોજાયો હતો. જેમાં ધ્વજવંદન કરાયું હતું.


નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ એ આ પ્રસંગે દેશની આઝાદીની ચળવળમાં બલિદાન આપનાર સ્વાતંત્ર સેનાનીઓ અને દેશની રક્ષા માટે શહીદ થનાર વીર જવાનોને અંજલી અર્પણ કરી દેશ માટેના તેમના યોગદાનને બિરદાવ્યું હતું. પાલિકા પ્રમુખે નાગરિકોને વ્યક્તિદીઠ એક વૃક્ષ વાવીને તેનું જતન કરી મેરી મિટ્ટી, મેરા દેશ અભિયાન રૂપે અર્પણ કરવા હિમાયત કરી હતી.
જિલ્લાના પ્રભારી જગદીશ પટેલ આ પ્રસંગે જણાવ્યું હતું કે શહીદો અને સ્વાતંત્ર સેનાનીઓને યાદ કરવાથી નવી પેઢી તેમના રાષ્ટ્ર માટેના યોગદાનને સમજી શકે અને તેમનામાંથી પ્રેરણા લઈને દેશપ્રેમની અનુભૂતિ કરી શકે તે માટે તેમજ દેશની સરહદોનું રખોપું કરતા નરબંકાઓના ઇતિહાસને જીવંત રાખી આવનારી પેઢી તેમને યાદ કરે તે હેતુથી શ્રદ્ધાંજલિ આપવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.


કાર્યક્રમમાં ઉપસ્થિત પાલિકા પ્રમુખ, અધિકારીઓ તેમજ કોર્પોરેટરો, આગેવાનો અને લોકોએ હાથમાં માટી લઈને આનંદ સરોવર ખાતે મુકાયેલ તકતી સમક્ષ પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી.
કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાની સ્વ. પ્રહલાદભાઈ ખમાર પરીવારના સભ્યો કિરીટભાઈ અને હર્ષદભાઈ ખમાર તેમજ મીનાક્ષીબેન શાહ નું બુકે અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરીને રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી અપાઈ હતી.
કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી જગદીશ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ, ચીફ ઓફિસર નીતિન બોડાત, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, એ,બી ડિવીઝન પી.આઈ. સહિત આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

પાટણના અગાશીયા વીરદાદા મંદિરનાો પાટોત્સવ યોજાયો…

mahagujarat

અમૃત ભારત યોજના હેઠળ પાટણ રેલ્વે સ્ટેશનનું આધુનિકરણ કરાશે

mahagujarat

પાટણનાં નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યનો દ્વિદિવસીય સંગીત સમારોહ યોજાશે

mahagujarat

પાટણ ના પ્રાંત ઓફિસર મિતુલ ભાઇ પટેલે રામરહીમ અન્નક્ષેત્ર ની મુલાકાત લીઘી.

mahagujarat

પાટણના કોલેજ કેમ્પસમાં જવાના રેલ્વે નાળાની કફોડી હાલત…

mahagujarat

Leave a Comment