September 26, 2026
Maha Gujarat
Other

શ્રીમંત ફતેસિંહરાવ લાયબ્રેરીનું ગંગાબા રોજગાર કેન્દ્ર

બહેનોને આત્મનિર્ભર બનાવવા ચાલતા બ્યુટી પાર્લરના વર્ગો : સમાપન સમારોહ યોજાયો

પાટણની ઐતિહાસિક ૧૩૫ વર્ષથી સતત કાર્યરત એવી લાઇબ્રેરીમાં મહિલા ટીમ દ્વારા શ્રી કેતનભાઇ દયાજીભાઈ અમીન  ના સૌજન્યથી ચાલતા “ગંગામાં રોજગાર કેન્દ્રમાં પાટણની બહેનો  આત્મનિર્ભર બને તે હેતુસર બેઝિક બ્યુટી પાર્લરના વર્ગોનું આયોજન તારીખ ૯ -૩- ૨૬ થી ૭- ૫ -૨૬ સુધી બે મહિના માટે તદ્દન રાહત દરે કરવામાં આવ્યું હતું.જેમાં ૨૦ વર્ષના અનુભવી નિષ્ણાત ટ્રેઈનર નિકિતાબેન લીમ્બાચીયા દ્વારા ૨૫ થી વધુ બહેનોને થ્રેડિંગ, વેક્સિંગ, બ્લીચ, ડીટોન, ક્લિનઅપ,  ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર,  મેકઅપ, વિવિધ હેર સ્ટાઈલ વગેરે પદ્ધતિસર શીખવવામાં આવ્યું હતું.

આ વર્ગોના સમાપન પ્રસંગે મુખ્ય મહેમાન બિલ્ડર શ્રી દિલીપભાઈ અમથાભાઈ પટેલ દ્વારા તમામ  બહેનોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુસર ઉદાર ભાવે  દિલદારી દાખવી બહેનોને કોર્સ શીખી ગયા પછી આત્મ નિર્ભર બનવા માટે પોતાની દુકાનો તથા અન્ય મદદની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે મહેમાન શ્રીમતી સ્મિતાબેન વ્યાસ દ્વારા સ્ત્રીઓમાં રહેલી શક્તિઓને ઓળખીને તેનો સમાજમાં કેવી રીતે ઉપયોગ કરવો અને કુટુંબ માટે આત્મનિર્ભર બનવા અને બહેનોને સશક્ત થવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે મહિલા પ્રમુખ હર્ષિદાબેન સોની દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમજ લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષભાઈ સોમપુરા દ્વારા આવી ગરમીમાં પણ તમામ બહેનો બપોરે બે થી ચાર દરમિયાન રેગ્યુલર આવી જે આ વર્ગોને સફળ બનાવ્યા છે તે બદલ તેઓને અભિનંદન પાઠવેલ. આ પ્રસંગે દીપ્તિબેન ત્રિવેદી, જયશ્રીબેન સોની, મહાસુખભાઈ મોદી, અશ્વિનભાઈ નાયક, સુનિલભાઈ પાગેદાર, હસમુખભાઈ સોની, રાજેશભાઈ પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આભાર વિધિ જયમાલાબેન પંચાલે કરી મહેમાનો દ્વારા આકર્ષક ભેટ તમામ બહેનોને આપવામાં આવી હતી.

Related posts

શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં “ગંગાબા રોજગાર કેન્દ્ર”માં બ્યુટીપાર્લરનાં વર્ગો શરૂ કરવામાં આવ્યા

mahagujarat

પાટણ-મહેસાણા-ગોઝારીયા ફોરલેન નેશનલ હાઇવે-ઓવબ્રીજોનું કામ ગોકળ ગાય ગતીએ : 1100 કરોડનો પ્રોજેક્ટ અણઘડનીતિના કારણે અટવાયો

mahagujarat

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાના પ્રમુખ તરીકે ભાર્ગવ વી. ચોક્સી અને મંત્રી તરીકે અલ્પેશ એમ. પટેલની નિમણુંક

mahagujarat

1win giriş analizi – statistika ilə düzgün başlanğıc

Admin

હરીદ્વારની પાવન ભૂમિમાં આચાર્ય શ્રી દિલીપભાઇ શાસ્ત્રીના વ્યાસપીઠે શ્રીમંદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન

mahagujarat

પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને જાગૃત સેવક લાલેશભાઈ ઠક્કર ના પિતાશ્રી દલપતભાઈ ઠક્કરે દેહ દાન આપવાનો સંકલ્પ જાહેર કર્યો.

mahagujarat

Leave a Comment