આ પહેલા આશ્રમ શાળા ના વિધાર્થીઓ ને મુંબઈ પ્રવાસે પણ લઈ જવાયેલ હતા
પરમ પૂજ્ય મુની શ્રી ભાનુવિજયજી મહારાજ શ્રી ના પવિત્ર ચરણો થી સ્પર્શ પામેલી પાવન ભૂમિ સર્વમંગલમ્ આશ્રમ સાગોડિયામાં આવેલ શ્રીમતી એલ.પી. શાહ વિદ્યાલય અને સર્વમંગલમ્ પ્રાથમિક શાળાના કુલ 231 વિદ્યાર્થીઓને મહેસાણા નજીક આવેલ શંકુજ વોટરપાર્ક ખાતે એક દિવસના પિકનિક લઈ જવામાં આવેલ. આ વોટરપાર્કની મજા, બપોરનું ભોજન અને સમગ્ર પ્રવાસનું સુંદર આયોજન આશ્રમ સાથે સંકળાયેલા વોટર પાર્કના શ્રીમતી આનંદીબેન શંકરભાઈ ચૌધરીની નિશ્રામાં અને સહયોગથી કરાયેલ હતું. વિદ્યાર્થીઓ શિક્ષકો અને અન્ય સ્ટાફે વોટરપાર્કની રાઇડ્સ, સુંદર ભોજનની મજા માણેલ.
આ પહેલા પણ ગત એપ્રિલમાં આશ્રમની શ્રીમતી એલ પી શાહ કૃષિ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના ધોરણ 12 માં અભ્યાસ કરતા અને ગુરુકુળમાં રહેતા 14 વિદ્યાર્થીઓને મુંબઈ પ્રવાસે લઈ જવામાં આવેલ હતા . પાંચ દિવસનો આ પ્રવાસ આશ્રમ ના ટ્રસ્ટી, મુંબઈ સ્થિત શ્રી જગદીશભાઈ વોરા ના માર્ગદર્શનમાં કરાયેલ. આ 14 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ તેમના જીવનમાં પહેલીવાર મુંબઈ જેવા શહેરમાં જઈ જોગસ પાર્ક, ગેટ વે ઓફ ઇન્ડિયા, બોટ સવારી, સેન્ટ્રલ લાયબેરી, તાજ હોટલ, નરીમાન પોઇન્ટ, ચોપાટી, રાજાભાઈ ટાવર, સચિવાલય, મરીન ડ્રાઈવ, એર ઇન્ડિયા બિલ્ડીંગ, સીટી ગોલ્ડ સિનેમા, વાનખેડે સ્ટેડિયમ, મહાલક્ષ્મી મંદિર, રેસકોર્સ, જુહુ ચોપાટી, ફિલ્મ સ્ટારના બંગલા જોવાનો આનંદ માણેલ. વિદ્યાર્થીઓને મુંબઈની લોકલ ટ્રેન નો પ્રવાસ પણ કરાવવામાં આવેલ. મુંબઈની ભાગ દોડ વાળી જિંદગી જોઈ વિદ્યાર્થીઓએ રોમાંચ અનુભવ્યો હતો.
મુંબઇમાં શ્રી જગદીશભાઈ વોરા સહિત સાથે ગયેલા શિક્ષકો, અરવિંદભાઈ, કૌશિકભાઇનું માર્ગદર્શન મળ્યું હતું. ભવિષ્યમાં આવા પ્રવાસોનું આયોજન થાય તે માટે મુંબઈ સ્થિત અનેક દાતાઓ એ પણ ખૂબ મોટો આર્થિક સહયોગ આપ્યો હતો. આ પ્રવાસ સાથે દરેક વિદ્યાર્થીને રૂપિયા 500/-, બોલપેન, ટોવેલ, શર્ટ વિગેરે વિગેરે વિવિધ વસ્તુઓની ભેટ પણ અપાયેલ. શ્રી જગદીશભાઈ વોરા, શ્રીમતી હેમાબેન વોરાએ સમગ્ર પ્રવાસનું સુંદર સંકલન અને આયોજન કરી અમૂલ્ય ફાળો આપેલ હતો.