પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામ ખાતે આવેલ સમગ્ર ગુજરાતમા પ્રથમ ક્રમાંક ધરાવતું રિજીયોનલ સાયન્સ સેન્ટર – ડાયનાસોર પાર્ક ખાતે ઉનાળુ વેકેશનમા શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રત્યે અભિરૂચી વિકસાવે તે હેતુથી ત્રી દિવસીય સાયન્સ સમર કેમ્પનુ આયોજન ૩૦મી મે ૨૦૨૩ના રોજથી કરવામાં આવ્યું હતુ જે શિબીરનો આજે અંતીમ દિવસ હતો. કેમ્પ દરમિયાન અલગ અલગ ગામ અને શહેરોથી આવેલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતી ઘણી રસપ્રદ અને રોચક માહિતી પ્રાપ્ત મેળવી હતી. શિબીરમા મેળવેલ જ્ઞાન અને માહિતીનો અહેવાલ કેવી રીતે લખી શકાય અને લેખન કૌશલ્ય શું છે તેના વિષય તજજ્ઞ તરિકે ડૉ.આશુતોષ પાઠકે આજે પ્રતિભાગી શિબીરાર્થીઓને તલ સ્પર્શી માહિતી આપી હતી અને લેખન કૌશલ્યમા વ્યાકરણ, જોડણી અંગ્રેજી ભાષામા સ્પેલિંગ વગેરેની તકેદારી રાખીને સમગ્ર નિરીક્ષણાત્મક અહેવાલ લખવાની કલાથી અવગત કર્યા હતા અને સાથે સાથે તમામ શિબીરાર્થીઓને લેખન કૌશલ્ય માટે કાર્ય શિબિર દરમિયાન અલગ અલગ ટાસ્ક આપીને તેઓએ મેળવેલ જ્ઞાનની ચકાસણી પણ કરી હતી. સાયન્ટીફીક રાઈટીંગ વર્કશોપનો આનંદ તમામ વિદ્યાર્થીઓએ ઉઠાવ્યો હતો.