Maha Gujarat
Otherજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

પાટણ સ્ટેશનથી ઉપડતી લોકલ ટ્રેનો ફરી શરૂ કરાઇ : પાટણ-ભિલડી વચ્ચે ક્યારે શરૂ થશે..?

પાટણ ભીલડી વચ્ચે ખલીપુર, કાંસા, વાયડ, શિહોરી, મુડેઠા જેવા  મોટા મોટા સ્ટેશનો બન્યા છે, પરંતુ ચાર વર્ષથી આ રેલ્વે સ્ટેશનો ઉપર એક પણ ટ્રેન આવી ઉભી રહેતી નથી. આઝાદીના 75 વર્ષ પછી પણ આ વિસ્તારની પ્રજાને રેલ સુવિધા નો લાભ મળ્યો નથી

મહેસાણા-અમદાવાદ વચ્ચે ડબદલીંગ લાઇનના કામે બંધ કરાયેલ

મહેસાણા રેલ્વે સ્ટેશન અને મહેસાણા-જગુદણ વચ્ચે બીજી લાઇનના ચાલતા કામોને કારણે પાટણ સ્ટેશનથી ઉપડતી આવતી બંધ કરાયેલ ટ્રેનોને ફરી શરૂ કરવામાં આવી છે. અગાઉ પાટણ-સાબરમતી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન પણ બે સમય આવજા કરતી શરૂ કરાયા બાદ વધુ ૬ લોકલ ટ્રેનો શરૂ કરાતાં મુસાફરોને રાહત થઇ છે. ખાસ કરીને અપડાઉન કરતા મુસાફરોને ભારે હાલાકી પડતી હતી. આમ પાટણ-મહેસાણા-સાબરમતી અને પાટણથી વીરમગામની લોકલ ટ્રેનો ફરી શરૂ કરાતા આમપ્રજાને સસ્તી મુસાફરીનો લાભ મળશે.

પાટણ-ભિલડી-મહેસાણા વચ્ચે સત્વરે લોકલ ટ્રેન વ્યવહાર શરૂ કરવો જોઇએ

બીજીતરફ પાટણથી ભિલડી વચ્ચેની બ્રોડગેજ લાઇન નંખાયાને ૪ વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે. છતાં આ બંને સ્ટેશનો વચ્ચે હજી એક પણ લોકલ ટ્રેન શરૂ નહીં કરાતા વચ્ચે આવતા ખલીપુર, કાંસા, વાયડ, શિહોરી, મુડેઠા જેવા સ્ટેશનો અને વિસ્તારની પ્રજાને રેલ સુવિધાઓને લાભ હજી મળ્યો નથી.

Related posts

પાટણના નગરદેવીના પ્રાચીન મંદિરમાં ચૈત્રી નવરાત્રિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે

museb

સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયામાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઇ

mahagujarat

Mostbet – Mostbet-də Kiberidman Mərclərinin Əsasları – Təhlükəsiz Başlanğıc – Mostbet-də Kiberidman Turnirləri – Hansıları Seçməli

Admin

મહેસાણા-પાટણ-ભિલડી રેલલાઇનને ડબલ કરવામાં આવશે…

mahagujarat

પાટણ-મહેસાણા-ગોઝારીયા ફોરલેન નેશનલ હાઇવે-ઓવબ્રીજોનું કામ ગોકળ ગાય ગતીએ : 1100 કરોડનો પ્રોજેક્ટ અણઘડનીતિના કારણે અટવાયો

mahagujarat

પાટણ ખમાર જ્ઞાતિ દ્રારા માતાજીના વરઘોડાનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

mahagujarat

Leave a Comment