Maha Gujarat
IndiaOtherPatanજગ્યાજિલ્લોરાષ્ટ્રીય

ધોળકા ખાતે કેડિલા ફાર્માસ્યુટીક્લ્સ પરિસરમાં સનાતન ધર્મધામ મંદિરનું નિર્માણ : ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

ભારતની પ્રખ્યાત કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના સ્થાપક સ્વ. શ્રી ઇન્દ્રવદનભાઇ આઇ. મોદીની પૂણ્યસ્મૃતિમાં ધોળકા ખાતે આવેલ કેડિલા ફાર્માના પરિસરમાં સનાતન ધર્મ ધામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવેલ છે.

કેડીલાના સ્થાપક શ્રી ઇન્દ્રવદનભાઇ મોદીની પૂણ્ય સ્મૃતિમાં મંદિરનું નિર્માણ

અન્નપૂર્ણા સ્વરૂપા શ્રીમતી શીલાબેન મોદી તથા સ્વનામ ધન્યયોગી શ્રી ઇન્દ્રવદનભાઇ મોદીની પૂણ્યસ્મૃતિમાં નિર્મિત સનાતનધર્મ મંદિર પરિસમાં શ્રી ઇન્દ્રશીલેશ્ર્વર મહાદેવ, વિઘ્નહર્તા ભગવાન શ્રીગણેશ, પુણ્યશ્ર્લોકશ્રી રામદરબાર, પતિત પાવન શ્રી રાધાકૃષ્ણ તથા માં અંબાનું સુંદર ભવ્ય મંદિર બનાવવામાં આવેલ છે. આ મંદિરનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૧૧ થી ૧૩ માર્ચ ૨૦૨૩ એમ ત્રણ દિવસ માટે આયોજિત કરાયેલ છે.

ત્રણ દિવસના આ મહોત્સવમાં નગરયાત્રા-જલયાત્રા, યજ્ઞ, પ્રાસાદ વાસ્તુપૂજન, શિખર સ્નપન, ત્રીજા દિવસે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સહિત મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે.

Related posts

પાટણની આજની હાલત પી.એમ. ની “મન કી બાત સુધી પહોંચાડો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે પાટણ આવે ત્યારે તેમના પ્રવચનોમાં તેમને પાટણમાં વિતાવેલ ભૂતકાળને યાદ કરે છે

mahagujarat

પાટણના હવેલી મંદિરોમાં પ.પૂ. ગો.શ્રી વ્રજેશબાવાની ગુણાનુવાદ સભા યોજાઇ

mahagujarat

પાટણની કે.કે. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો

museb

‘મહાગુજરાત’માંથી પાટણ જિલ્લાના પ્રથમ દૈનિકના સફળ તંત્રી થનાર શ્રી મહેન્દ્રભાઇ ખમાર મારી નજરે… લેખક : શશીભાણ

mahagujarat

એક સાહસિક પરિવારે તલોદ જેવા નાના ગામમાં અલ્ટ્રા મોડલ ફેક્ટરી ઊભી કરી…

mahagujarat

પાટણનું કહેવાતું આઇકોનીક બસ સ્ટેશન : કામ ક્યારે પૂર્ણ થશે?

mahagujarat

Leave a Comment