પાટણ ભીલડી વચ્ચે ખલીપુર, કાંસા, વાયડ, શિહોરી, મુડેઠા જેવા મોટા મોટા સ્ટેશનો બન્યા છે, પરંતુ ચાર વર્ષથી આ રેલ્વે સ્ટેશનો ઉપર એક પણ ટ્રેન આવી ઉભી રહેતી નથી. આઝાદીના 75 વર્ષ પછી પણ આ વિસ્તારની પ્રજાને રેલ સુવિધા નો લાભ મળ્યો નથી
મહેસાણા-અમદાવાદ વચ્ચે ડબદલીંગ લાઇનના કામે બંધ કરાયેલ
મહેસાણા રેલ્વે સ્ટેશન અને મહેસાણા-જગુદણ વચ્ચે બીજી લાઇનના ચાલતા કામોને કારણે પાટણ સ્ટેશનથી ઉપડતી આવતી બંધ કરાયેલ ટ્રેનોને ફરી શરૂ કરવામાં આવી છે. અગાઉ પાટણ-સાબરમતી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન પણ બે સમય આવજા કરતી શરૂ કરાયા બાદ વધુ ૬ લોકલ ટ્રેનો શરૂ કરાતાં મુસાફરોને રાહત થઇ છે. ખાસ કરીને અપડાઉન કરતા મુસાફરોને ભારે હાલાકી પડતી હતી. આમ પાટણ-મહેસાણા-સાબરમતી અને પાટણથી વીરમગામની લોકલ ટ્રેનો ફરી શરૂ કરાતા આમપ્રજાને સસ્તી મુસાફરીનો લાભ મળશે.
પાટણ-ભિલડી-મહેસાણા વચ્ચે સત્વરે લોકલ ટ્રેન વ્યવહાર શરૂ કરવો જોઇએ
બીજીતરફ પાટણથી ભિલડી વચ્ચેની બ્રોડગેજ લાઇન નંખાયાને ૪ વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે. છતાં આ બંને સ્ટેશનો વચ્ચે હજી એક પણ લોકલ ટ્રેન શરૂ નહીં કરાતા વચ્ચે આવતા ખલીપુર, કાંસા, વાયડ, શિહોરી, મુડેઠા જેવા સ્ટેશનો અને વિસ્તારની પ્રજાને રેલ સુવિધાઓને લાભ હજી મળ્યો નથી.