Maha Gujarat
Other

સ્વર સંદીપ મ્યુઝિકલ કલબના સંગીત સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ

પાટણના રસ્તાઓ ઉપર લેજેન્ડરી ગાયકોના સ્વર ગુંજી ઉઠ્યા

પાટણ શહેરમાં શુક્રવારથી શરૂ થયેલો સ્વર સંદીપ મ્યુઝિકલ કલબનો આઠ દિવસોન ફિલ્મી ગીતોનો ભરચક કાર્યક્રમ વિવિધ જાહેર સ્થળોએ, શાળાઓમાં તથા ઓડિટોરિયમમાં ધૂમ મચાવી રહ્યો છે. શુક્રવારના રોજ શ્રી કાલિકા માતાજીના મંદિરના ચોકમાં સંદીપ ખત્રી તથા એમની ટીમે બોલીવુડના બેતાજ બાદશાહ એવા સ્વ. મુહમ્મદ રફીની ૧૦૦મી જન્મજયંતિ અને ૪૫મી પુણ્યતિથિ નિમિત્તે એમણે ગાયેલા બેમિસાલ અને ખૂબ જ લોકપ્રિય ગીતો પ્રસ્તુત કરીને હકડેઠઠ ભરાયેલા ઓડિયન્સને મોજ કરાવી દીધી હતી. તદુપરાંત અન્ય દિગ્ગજ કલાકારો કિશોરકુમાર, મુકેશજી, લતાજી અને આશાજીના ગાયેલા ગીતો ગાઇને સૌના દિલ જીતી લીધા હતા. આ સમારંભના મહેમાન તરીકે જાણીતા સંગીત તજજ્ઞ અશોકભાઇ વ્યાસ, મહાગુજરાતના તંત્રી હર્ષદભાઇ ખમાર અને અમી પેથોલોજી લેબેરોેટરીના ડૉ. સી.બી. પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. આ સૌ મહેમાનોનું સંદીપભાઇએ તથા એમના ધર્મપત્નીએ યથોચિત સન્માન કર્યું હતું.

ખાસ તો આગળ કહ્યું તેમ રફી સાહેબના ૧૦૦મા જન્મદિન નિમિત્તે ઉ.ગુ. યુનિવર્સિટીના રંગભવનમાં તા. ૦૩-૦૮-૨૦૨૫ રવિવારના રોજ સવારે ૯-૦૦ વાગ્યાથી રાત્રિના ૧૧-૦૦ વાગ્યા સુધી સંદીપ ખત્રી અને એમની ટીમ રફી સાહેબના ૧૦૦ ગીતો સતત રજૂ કરવાના છે. આ કાર્યક્રમમાં જાણીતા અને લોકજીભે ચઢેલા ગીતો ઉપરાંત, કેટલાક આડે હાથે મૂકાઇ ગયેલા પણ ચિરંજીવ રહેલા ગીતો પણ સાંભળવા મળશે. ખરેખર સંદીપ ખત્રીનું આ સંગીત સપ્તાહ પાટણ માટે અવિસ્મરણીય બની રહેશે.

પાટણમાં શુક્રવારથી આઠ દિવસ સતત લિજેન્ડરી ગાયકો સ્વ. મુહમ્મદ રફી, મુકેશ અને કિશોરકુમારની બેમિસાલ ગાયકીઓની સ્મૃતિઓમાં દર વર્ષની જેમ આ વખતે પણ પાટણની ‘સ્વર સંદિપ મ્યુઝિકલ કલબ-આર.કે. સ્ટુડિયો પ્રસ્તુત રફી-કિશોર-મુકેશ સંગીત સપ્તાહ-૨૦૨૫નો ભવ્ય કાર્યક્રમ શરૂ થયો હતો. પ્રથમ દિવસે પાટણનાં સંદિપ ખત્રી અને અનીતા ખત્રીની આગેવાનીમાં સહકલાકારોએ શહેરનાં જુનાગંજ બજારમાંથી તેમની સંગીત યાત્રાનો પ્રારંભ કર્યો હતો. સવારે જુનાગંજમાં, બપોરે આદર્શ હાઇસ્કૂલ તથા રાત્રે કાળકા મંદિરે પણ કાર્યક્રમો યોજ્યા હતાં. જેમાં પણ આમંત્રિતો તથા ઉપરોક્ત ગાયકોનાં પ્રસંશકો શ્રોતાઓ તથા સંદિપ મ્યુઝિકલ કલબનાં કાર્યકરો-વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાની કલાને રજૂ કરી હતી. આ પ્રસંગે ત્રણેય લિજેન્ડરી ગાયકોનાં મશહુર ગીતોને ‘કરાઓકે’ સિસ્ટમ પર પાટણનાં ઉગતા અને મંજાયેલા ગાયકોએ પ્રસ્તુત કર્યા હતાં.

સામાન્ય લોકોને પણ જુના ગીતોનો લાભ મળે તેવો અમારો હેતુ છે

પાટણના જુના ગંજમાં યોજાયેલા કાર્યક્રમમાં રોજના ૨૦૦ કમાતો એક અદનો શ્રમિક અવિસ્મરણીય જૂના ગીતો સાંભળીને એટલો તો ભાવાવેશમાં આવી ગયો હતો કે, પોતાની ટાંચી કમાણીનો એક ભાગ આ ગાયક વૃંદને ભેટ આપી ગયો હતો. પાટણની આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ સંગીતમય કાર્યક્રમનો પ્રારંભ ગાયક સંદીપ ખત્રીએ આજથી શરૂ થયેલા શ્રાવણ માસને અનુરૂપ શિવજીને સાંકળતા ફિલ્મી ગીતથી કર્યો હતો. કાર્યક્રમમાં સંચાલન જ્યોતિબેન પટેલે કર્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગાયક અને આયોજક સંદીપભાઈ ખત્રીએ જણાવ્યું કે, હોલમાં આ પ્રકારના કાર્યક્રમમાં ફક્ત આમંત્રીતો કે, ટિકિટ ખરીદીને આવેલા શ્રોતા કે ભાવકો જ ગીતોનો આનંદ માણી શકે. ત્યારે રોડ રસ્તા પર ફરીને આવા કાર્યક્રમો કરવાથી સામાન્ય વ્યક્તિ પણ જે આવા ગીતોનો ચાહક પણ હોય છે તેને પણ તેનો લાભ મળે તેવો હેતુ અમારો છે. અને આજની પેઢીના શાળાના બાળકોને પણ આપણા ૫૦-૬૦ વર્ષ જુના ગીત સંગીતના અમૂલ્ય વારસાથી માહિતગાર કરવાનો પણ હેતુ છે.

Related posts

પાટણ-મહેસાણા-ગોઝારીયા ફોરલેન નેશનલ હાઇવે-ઓવબ્રીજોનું કામ ગોકળ ગાય ગતીએ : 1100 કરોડનો પ્રોજેક્ટ અણઘડનીતિના કારણે અટવાયો

mahagujarat

પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, હેમ. ઉ.ગુ. યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ ડૉ. જીતેન્દ્ર પંચોલીનું દુ:ખદ અવસાન

museb

પાટણના લેઉઆ પાટીદાર સમાજના બે સગા ભાઈઓના હૃદય રોગના હુમલો આવતા અકાળે દુ:ખદ અવસાન

mahagujarat

પાટણમાં પહેલીવાર યોજાયો કીર્તિદાનનો અનોખો ડાયરો : પાટણનું આ અનોખું મંદિર

mahagujarat

NGES કેમ્પસમાં આ વર્ષથી નવીન કોલેજ MSc (CA & IT) શરૂ કરવામાં આવી

museb

ભારે ટ્રાફીક ધરાવતો અતિ મહત્ત્વનો પાટણ-ઊંઝા રોડ ઉપર સુજલામ સુફલામ નહેર ઉપરનો પુલ ક્યારે બનશે? : પાંચ વર્ષથી ભયજનક ડાયવર્ઝન અપાયેલું છે

mahagujarat

Leave a Comment