“આગળ પુલનું કામ ચાલતું હોવાથી, વાહન ધીમે હાંકો, ડાયવર્ઝન હા, આ બોર્ડ કદાચ ગતીશીલ ગુજરાત, વ્રાઇબન્ટ ગુજરાતના નારાઓ વચ્ચે અનોખું સાબિત થાય છે તેવું છે. આગળ પુલનું કામ ચાલે છે, લાગેલ આ બોર્ડ પાટણ ઊંઝા રોડ ઉપર છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી લાગેલું છે. પુલ બની રહ્યો છે. આ પુલ કોઇ મોટી નદી ઉપર નથી બની રહ્યો… પુલનું કામ એક નાનકડી સુઝલામ સુફલામ નહેર પર ચાલી રહ્યું છે. પાટણ-ઊંઝા રોડ ફોરલેન બની પૂર્ણ થયે પાંચ વર્ષ જેટલો સમય પૂરો થવા આવ્યો છે, છતાં બાંધકામ વિભાગ આ નાળા ઉપરનો પુલ બનાવવાનું કામ પાંચ વર્ષથી પૂરું કરી શકેલ નથી. એમાંય આ મહત્ત્વના રોડ ઉપર હાલ રાત-દિવસ હજારોની સંખ્યામાં વાહનો દોડી રહ્યા છે. હાલમાં પાટણ-ચાણસ્મા-મહેસાણા નેશનલ હાઇવેનું કામ ચાલતું હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં મહેસાણા-અમદાવાદ કે આગળ જતો ટ્રાફીક આ રોડ ઉપર અત્યારે ડાયવર્ટ થયેલ છે. વધુમાં આ ડાયવર્ઝન રોડ એસ આગળનો ભયનજક વળાંકવાળો કેમ બનાવવામાં આવ્યો છે? તે વાહન ચાલકોને સમજાતું નથી.
પાટણ વિકાસ પરિષદે આ બાબતે મુખ્યમંત્રી સહિત માર્ગમકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ નાળા ઉપરનો પુલ સત્વરે ફોરલેન બનાવી જોખમી-ભયજનક વળાંક દૂર કરવા અનેક વખત લેખિત રજૂઆતો કરી છે. પાટણ માર્ગમકાન વિભાગના ઇજનેર “કોન્ટ્રાક્ટર કામ છોડી ગયેલ છે, તેને બ્લેક લીસ્ટમાં મૂકેલ છે. નવી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયેલ છે અને “હવે એવા વાહીયાત ખુલાસા કરે છે કે નહેરમાં પાણી વહેતુ હોવાથી હાલ કામ થઇ શકે તેમ નથી વિગેરે… વિગેરે… મુખ્યમંત્રી લેવલેથી જ્યારે ખુલાસા મંગાય ત્યારે આવા બાલીશ જવાબ અપાય તો હવે ફરીયાદ ક્યાં કરવી?