September 28, 2026
Maha Gujarat
Other

ભાદરવી પુનમે અંબાજી જતાં પદયાત્રીકો માટેનો અનોખો જય અંબે સેવા કેમ્પ : નવચંડીયજ્ઞથી પ્રારંભ

યુએસ મિત્ર મંડળ કેમ્પને ૨૫ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી

દર ભાદરવી પુનમે અંબાજી જતાં પદયાત્રીઓ માટે ભરપેટ ભોજનનો અનોખો સેવા કેમ્પ દાંતાથી ૧ કી.મી આગળ મહેસાણા, કલોલ, અમદાવાદ અને યુ.એસ. મિત્ર મંડળ દ્વારા ચલાવવામાં આવે છે. આ કેમ્પને આ વર્ષે ૨૫ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી, ઉદ્ઘાટન સાથે નવચંડી યજ્ઞનું આયોજન કરાયેલ. આ પ્રસંગે મહેસાણાના શ્રીનીલ દિનેશભાઇ ખમાર અને પ્રિયલ શ્રીનીલભાઇ ખમારે યજ્ઞવિધીમાં બેસવાનો લાભ લીધેલ. આ કેમ્પના મુખ્ય પ્રયોજક, પ્રેરક, અમેરિકા વસતા હસમુખભાઇ પટેલ સાથે તેમનો સમગ્ર પરિવાર, યુ.એસ. થી ખાસ હાજરી આપવા આવ્યા હતા. આજના કેમ્પના પ્રારંભે અને નવચંડી યજ્ઞમાં હાજરી આપવા મહેસાણા, કલોલ, અમદાવાદ અને યુ.એસ.એ.માં વસતા એનઆરઆઇ પરિવારો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ભાદરવા સુદ – ૯ થી પુનમ સુધી ચાલતા આ સેવા કેમ્પમાં યાત્રીકોનો રાત-દિવસ ખૂબ ભારે ધસારો રહે છે. યાત્રીકોને મિષ્ટાન સાથે ભરપેટ ભોજન પીરસવામાં આવે છે. યાત્રિકોને આરામ માટે વોટરપ્રુફ વિશાળ ડુમ બનાવવામાં આવે છે. રોજ રાત્રે સ્ટેજ ઉપર વિશાળ સંગીત, નૃત્ય, નાટીકાનો કાર્યક્રમ પણ યોજાય છે. જેમાં દિલ્હીથી આવેલ કલાકારોની ટીમ ભાગ લે છે. દર વર્ષે આ કેમ્પમાં લાખો યાત્રીકો ભોજન લઇ તૃપ્ત થાય છે.

અત્રે ઉલ્લેખની એ છે કે છે કે આજથી 25 વર્ષ પહેલા આ કેમ્પની શરૂઆત યુએસ માં વસતા હસમુખભાઈ પટેલ અને તેમના મિત્રો તેમજ મહેસાણાના દિનેશભાઈ બચુભાઈ ખમાર અને તેમના મહેસાણા મિત્ર વર્તુળ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી .જે કેમ્પ અવિરત 25 વર્ષથી ચાલી રહ્યો છે.

Related posts

અમૃત ભારત યોજના હેઠળ પાટણ રેલ્વે સ્ટેશનનું આધુનિકરણ કરાશે

mahagujarat

મહેસાણા-પાટણ-ભિલડી રેલલાઇનને ડબલ કરવામાં આવશે…

mahagujarat

પાટણના સિદ્ધિ સરોવરમાં મરેલાં કુતરાં અને માછલીઓ તરતી દેખાતા નગરપાલિકા ફરીથી વિવાદોનાં કઠેડામાં

mahagujarat

પાટણમાં શહીદ દિન નિમિતે ‘શૌર્ય સંધ્યા’ કાર્યક્રમનું આયોજન કરાયું

mahagujarat

પાટણ જીલ્લા નુ વિદ્યાનુ કેન્દ્ર એવા NGES કેમ્પસ મા “ઇનોવેટિવ પુસ્તક મેળો” યોજવામા અવ્યો.

mahagujarat

ધોળકા ખાતે કેડિલા ફાર્માસ્યુટીક્લ્સ પરિસરમાં સનાતન ધર્મધામ મંદિરનું નિર્માણ : ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

mahagujarat

Leave a Comment