Maha Gujarat
MehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યારાજકીયરાજ્યરાષ્ટ્રીય

પાટણ જૈન મંડળ, મુંબઈના અગ્રણીઓની પાટણ વિકાસ પરિષદે શુભેચ્છા મુલાકાત લીધી

પાટણથી મુંબઈની સીધી ટ્રેનની માંગણી કરવાની ચર્ચા કરાઈ

પાટણ જૈન મંડળ મુંબઈના પ્રમુખ શ્રી દાનેશભાઇ શાહ, ઉપપ્રમુખ શ્રી રાજેશભાઇ શાહ, પાટણ આવતા ગઇકાલે પાટણના પી.કે. અતિથિગૃહમાં પાટણ વિકાસ પરિષદના હોદ્દેદારો દેવજીભાઈ પરમાર, હર્ષદભાઈ ખમાર યતીનભાઇ ગાંધી અને રાજેશભાઈ સોનીએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પાટણ વિકાસ પરિષદની સાથે પાટણના જૈન અગ્રણી ધીરુભાઈ શાહ પણ જોડાયેલ. પાટણ વિકાસ પરિષદે મુંબઈની ખૂબ જ પ્રતિષ્ઠિત સંસ્થા  ને પાટણના રેલવેના પ્રશ્ર્નો બાબતે વિકાસ પરિષદે કરેલ પ્રયાસોથી વાકેફ  કરેલ. પાટણ વિકાસ પરિષદ તે ખાસ કરીને મુંબઈથી પાટણની સીધી ટ્રેન શરૂ કરવા પાટણ જૈન મંડળ  મુંબઈને પ્રયાસો કરવા વિનંતી કરી હતી.

શ્રી દાનેશભાઈ એ આ મુલાકાત દરમિયાન પાટણ જૈન મંડળ મુંબઈ દ્વારા, અમદાવાદથી મુંબઈ જતી ‘લોકજનશક્તિ ટ્રેન’ને પાટણ સુધી લંબાવવા પાટણ જૈન મંડળ દ્વારા રેલવેતંત્ર  સમક્ષ ભારપૂર્વક માંગણી કરીહોવાની માહિતી આપી હતી.  શ્રી દાનેશભાઈ  એ ઐતિહાસિક સાંસ્કૃતિક નગરી, વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ અને વિશ્ર્વ વિખ્યાત  પટોળા જોવા દેશ વિદેશથી પ્રવાસીઓ આજે આવી રહ્યા છે, પાટણ હેમચંદ્રાચાર્ય  ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું પણ વડુ મથક છે,પાટણ  જૈન યાત્રાધામ હોવાના કારણે અને નજીકમાં શંખેશ્ર્વર જૈન યાત્રાધામ હોવાથી સુરત, મુંબઈ વિગેરે સ્થળોએ થી ખૂબ મોટી સંખ્યામાં યાત્રીકો  પણ આવી રહા છે ત્યારે પાટણ થી મુંબઈની સીધી ટ્રેન ની આજે ખૂબ જ આવશ્યકતા  હોવાનું જણાવેલ.

આ માટે જરૂર પડે  પાટણ જૈન મંડળ મુંબઈ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રેલમંત્રી સમક્ષ વિકાસ પરિષદને સાથે રાખી ભારપૂર્વક રજૂઆત કરવાની ખાતરી આપેલ. દાનેશભાઈએ પાટણ જૈન મંડળ દ્વારા  મુંબઇ  અને પાટણ માં હેલ્થ  અને શિક્ષણના હાથ  ધરેલ અનેક પ્રોજેક્ટોની વિસ્તૃત માહિતી પણ આપી હતી.

Related posts

પાટણની નૂતન વિનય મંદિર હાઇસ્કૂલમાં બે ડીજીટલ સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરાયું

museb

આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ સિદ્ધપુર ખાતે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમ યોજાશે

museb

60 હજાર થી વધારે પુસ્તકો ધરાવતુ પાટણ નું 134 વર્ષ જૂનું શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનીક પુસ્તકાલય

mahagujarat

પુસ્તકો પાસેથી સકારાત્મક અભિગમ મેળવીને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

mahagujarat

પાટણમાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રની સ્થાપનાનાં સુવર્ણજયંતિના ત્રિવિધ અવસરની ઉજવણી કરાઇ

museb

પાટણ જીલ્લા નુ વિદ્યાનુ કેન્દ્ર એવા NGES કેમ્પસ મા “ઇનોવેટિવ પુસ્તક મેળો” યોજવામા અવ્યો.

mahagujarat

Leave a Comment