September 27, 2026
Maha Gujarat
Patanઆંતરરાષ્ટ્રીયજિલ્લોરાજ્ય

પાટણની ગજાનન વાડીમાં મૃણમયી ‘શ્રી’ની સ્થાપના ૧૪૮માં ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ કરાયો

વડોદરાથી તૈયાર થઇને આવેલી પ્રતિમાની વિધિપૂર્વક સ્થાપના

પાટણ શહેર અને જિલ્લામાં શરુ થયેલા ગણેશોત્સવોમા દેશનો સૌથી જુનો એવો ગણેશોત્સવનો પ્રારંભ પાટણનાં ભદ્ર વિસ્તારમાં આવેલી મહારાષ્ટ્રિન પરિવારોની ગણેશવાડી ખાતે થયો હતો. આ મહોત્સવએ દેશનો જુનો એટલે કે, ૧૪૮મો ગણેશોત્સવ છે. અહીં દર વર્ષે ભાદરવા સુદ ચોથ ગણેશચતુર્થીથી લઈને ચૌદશ એમ દસ દિવસ સુધી સંપૂર્ણ ભક્તિભાવ અને અસલ પરંપરા સાથે ઉજવવામાં આવી રહ્યો છે.

 

ઐતિહાસિક ગણાતા આ મહોત્સવમાં શ્રીની પ્રતિમા ખાસ પ્રકારે માટીમાંથી મંત્રોચ્ચાર સાથે નિર્માણ કરવામાં આવી હતી. જેને વડોદરાથી લાવવામાં આવી છે. આજે સવારે શ્રીની સ્થાપના કરવામાં આવી હતી. આ પહેલાં અનંત મો. દેવધરનાં નિવાસસ્થાનેથી શ્રીની પ્રતિમાને ખાસ પાલખીમાં બિરાજમાન કરીને વાજતે ગાજતે ભજન ર્તિન સાથે ગણેશવાડી ખાતે લાવવામાં આવી હતી. અને અહીં નીજ મંદિરમાં તેની સ્થાપના કરીને ભુદેવના વૈદિક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તમામ ભાવિક ભક્તોની ઉપસ્થિતીમાં પુજા અર્ચના કરવામાં આવી હતી. અને તેની ભવ્ય પરંપરાગત આરતી ઉતારવામાં આવી હતી. અહીં સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

૧૦ દિવસ ચાલનારા આ પ્રાચિન ગણેશોત્સવની ખાસિયત એ છે કે, અહીં કોઈ જ પ્રકારની જાહોજલાલી નથી હોતી. અત્યંત સાદગીપૂર્વક અને પૂર્ણ આસ્થા સાથે પારંપરિક ભજન ક્તિન અને ધાર્મિક વિભાવના ધરાવતા ભક્તિ સભર કાર્યક્રમો જ રોજે રોજ યોજાય છે. જેમાં પાટણનાં સ્થાનિક સંગીતકારો, કથાકારો અને કલાકારો પોતાની કલા પ્રસ્તુત કરીને શ્રી ગણેશજીની આરાધના કરે છે. પ્રતિમાનાં વિસર્જનની આગલી રાત્રે ખાસ પધ્ધતિથી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. બ્રાહમમુહૂર્તમાં વહેલી પરોઢે સાડા ત્રણ વાગે લળીતની વિધી વિધાન કરીને શ્રીનો પાટલો ખસેડવામાં આવે છે અને બીજા દિવસે પૂનમે તેમની વિસર્જન યાત્રા નિકળશે. જે શહેરના જળાશયમાં એટલી ભાવપૂર્વક પધરાવીને વિદાય આપવામાં આવે છે.

Related posts

પાટણ ના પ્રાંત ઓફિસર મિતુલ ભાઇ પટેલે રામરહીમ અન્નક્ષેત્ર ની મુલાકાત લીઘી.

mahagujarat

ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા સંસ્થાના 62મા સ્થાપના દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

museb

ચાણસ્મા હોસ્પિટલ સંકુલ માટે પી.એસ. પટેલ દ્વારા 1.51 કરોડનું દાન

mahagujarat

અસ્તિત્વનો જંગ ખેલી રહેલા પાટણનાં ઐતિહાસિક કિલ્લાની દિવાલો કલેકટરશ્રીનાં સૂચનોનો સહેજ પણ અમલ થયો નથી

museb

શાસકોને સાચુ કહેનારા સલાહકારોનાં કારણે પાટણની રાજસત્તાનો સુવર્ણકાળ હતો : શક્તિસિંહ ગોહિલ

museb

સાંસદની ગ્રાન્ટમાંથી મેં ક્યારે કમીશન લીધું નથી : ભરતસિંહ ડાભી

museb

Leave a Comment