Maha Gujarat
Other

ઉજ્જૈન નગરી માં શ્રી શિવપુરાણ કથા મહોત્સવ યોજાયો

શ્રી શ્રીહરિ સેવા પરિવાર પાટણ દ્વારા આયોજિત શ્રી શિવમહાપુરાણ કથા મહોત્સવ ઉજ્જૈન નગરી ખાતે શ્રી મહાકાલેશ્વર દાદા ના સાંનિધ્ય માં ખૂબ દિવ્યતા પૂર્વક પરિપૂર્ણ થયો. જેમાં વ્યાસપીઠ ઉપર થી વકતા શાસ્ત્રી શ્રી દિલીપભાઈ આચાર્ય એ સંગીત ના સૂરો સાથે શિવપુરાણ કથા ના માધ્યમ થી ભાવિકો ને શિવ ભક્તિ થી રસતરબોળ બનાવ્યા હતા . આ કથા ના મુખ્ય મનોરથી તરીકે સ્વ. મનજીભાઇ મનોરદાસ પટેલ (સાગોડિયા ) પરિવારે લાભ લીધો હતો. આ યાત્રા માં આશરે 100 ભાવિક ભક્તો જોડાયા હતા. યાત્રિકો એ કથા શ્રવણ સાથે ઉજ્જૈન નગરી માં મહાકાલેશ્વર ના દર્શન સહિત ઉજ્જૈન નગરી ના વિવિધ મંદિરો ના દર્શન કર્યા હતા. કથા બાદ યાત્રિકો એ મધ્ય પ્રદેશ માં આવેલ ઓંમકારેશ્વર જયોતિલીંગની યાત્રાપણ કરી હતી. શ્રી શ્રી હરીસેવા સેવા પરિવાર ના આયોજકો, કાર્યકરો એ યાત્રા,ભોજન,નિવાસ,કથા સહિત નું ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું

Related posts

‘રેડ ક્રોસ આપના દ્વારે ‘માનવતા એ જ અમારો ધર્મ કાર્યક્રમ યોજયો

mahagujarat

શ્રીમતી આનંદીબેન ચૌધરીના સૌજન્ય થી સર્વ મંગલમ આશ્રમ સાગોડિયા ની શાળા ના 231 વિદ્યાર્થીઓને વોટર પાર્ક ના પ્રવાસે લઈ જવાયા: વોટર રાઇડર્સ ની મજા માણી.

mahagujarat

Play Casino Online in English | Quick-Win.club – Your Reliable Gaming Platform in Canada

Admin

પાટણની યમુનાવાડીનો દશાબ્દિ મહોત્સવ યોજાયો

museb

પાટણની ડૉ. પંડ્યા અભ્યાસગૃહ શાળાને ઐતિહાસિક દરજ્જો આપવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજૂઆત

mahagujarat

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી ધામધૂમથી ઉજવવામાં આવી

museb

Leave a Comment