રેડક્રોસ ની પ્રવૃત્તિઓ સિદ્ધિઓ અને રેડક્રોસ ની ભૂમિકાની ઝાંખી રજૂ કરવામાં આવી
ઇન્ડિયન રેડ સોસાયટી પાટણ જિલ્લા શાખા અને ગુજરાત રાજ્ય શાખા અમદાવાદ દ્વારા’ રેડ ક્રોસ આપના દ્વારે ”માનવતા એ જ અમારો ધર્મ ‘ હેમઉત્તર ગુજરાત યુનિવર્સિટી હોલ ખાતે આજે રવિવાર તારીખ 16. 4 .2023 ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં , રમેશભાઈ રસિકલાલ પટેલ પરિવાર ના માતબર દાનથી બનેલ ફિઝિયોથેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન ,રેડ ક્રોસ સોસાયટી પાટણના નવા ભવન માટે દાન આપનાર દાતાઓ, હોદ્દેદારોનું સન્માન, આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ ની સ્થાપના, રેડ ક્રોસના સિદ્ધાંતો, સિદ્ધિઓ અને સાંપ્રત સમયમાં રેેડ ક્રોસની ભૂમિકાની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ ના અધ્યક્ષ પદે પૂર્વ કેબિનેટ મંત્રી અને પાટણના રેડ ક્રોસ ભવન માટે ના મુખ્ય દાતા શ્રી અરવિંદભાઈ પટેલ હતા. અતિથિ વિશેષ તરીકે પાટણના ધારાસભ્ય. ડૉ.. કિરીટભાઈ પટેલ, પાટણના કલેકટર અરવિંદ વી IAS, દાતા જૈન અગ્રણી દેવદભાઈ જૈન સહિત ગુજરાત શાખાના પ્રમુખ અજયભાઇ પટેલ ,પાટણના અગ્રણી પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કે સી પટેલની વિશેષ ઉપસ્થિતી માં આ શાનદાર અને પ્રભાવ શાળી કાર્યક્રમ યોજાયો હતો. અવની પ્રજાપતિ ની સુંદર પ્રાર્થનાથી શરૂ થયેલ આ કાર્યક્રમના પ્રારંભે રેડક્રોસ પાટણ ના વર્તમાન પ્રમુખ ડોક્ટર અરવિંદભાઈ પટેલે તેમના સ્વાગત પ્રવચનમાં 24 વર્ષ સુધી રેડક્રોસ પાટણના સેક્રેટરી તરીકે ફરજ બજાવેલ ડૉ. ચિનુંંભાઇ શાહ ને યાદ કરી રેડક્રોસ પાટણની વર્તમાન પ્રવૃત્તિઓ ઉપરાંત ભવિષ્યમાં વ્યસન મુક્તિ કેન્દ્ર ,વડીલો માટે વાત્સલ્ય સેન્ટર ઊભું કરવા, તેમજ ગર્ભ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવા જેવી પ્રવૃત્તિઓ શરુ કરવાની વાત કરી હતી.
પાટણ ના ભવન ના દાતાઓ હોદ્દેદાર નું સન્માન કરવામાં આવ્યું
આ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલે આંતરરાષ્ટ્રીય આ સંસ્થાની 1986માં વિશ્વમાં શરૂઆત થયા બાદ ભારતમાં 1920માં સ્થાપના થઈ હોવાનું જણાવી ,રેડક્રોસ પાટણ જિલ્લાની પ્રવૃત્તિઓ ને બિરદાવી હતી .ભવિષ્યમાં પણ તેમના ધારાસભ્ય ફંડ માંથી વધુ રકમ ફાળવવાની ખાતરી આપી હતી.સેક્રેટરી ડૉ.મોનીશ શાહે રેડક્રોસ પાટણની પ્રવૃત્તિઓનો વિગતે અહેવાલ આપેલ. ડૉ.મોનીશ શાહે જણાવેેલ કે રેડક્રોસ પાટણ દ્વારા એમ્બ્યુલન્સ સેવા, કાયમી રોગ નિદાન કેમ્પ કે જેમાં પાટણના દરેક વિભાગના નિષ્ણાત અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છેલ્લા ૩૨ વર્ષથી નિયમિત સેવાઓ આપી રહ્યા છે .જેમાં ખૂબ જ રાહતના દરે દર્દીઓને નિદાન કરવામાં આવે છે .આ સિવાય લેબોરેટરી, બ્લડ બેન્ક, ઓક્સિજન સિલિન્ડર સેવા ,ફીડબેક સેવા ,આંખોના ઓપરેશનો, રસીકરણ સેવા, પ્રાથમિક સારવારના વર્ગો, આઈ.સી.ડી.એસ કુપોષિત બાળઆરોગ્યસેવા ,દાંતનો વિભાગ, નિયોનેટલ એન્ડ પીડીયાટ્રીક એમ્બ્યુલન્સ સેવા જેવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. શ્રી કે.સી પટેલે પાટણમાંથી બે વખત ધારાસભ્ય રહી ચૂકેલ અને પૂર્વ કેબિનેટ મંત્રી અરવિંદભાઈ પટેલના સુપુત્ર તપસ્વી ના નામે રૂપિયા એકાવન લાખનું માતબર દાન આપવા બદલ તેમની પ્રશંસા કરી હતી. રેેડક્રોસ પાટણ દ્વારા નવા ભવન માં તેની પ્રવૃત્તિઓનો વ્યાપ્ત અને વિસ્તાર ઘણો વધ્યો હોવાનું જણાવી સૌ હોદ્દેદારો અને કાર્યકરો ને અભિનંદન આપેલ. આ પ્રસંગે અમદાવાદથી આવેલ રેડક્રોસ ગુજરાતના જનરલ સેક્રેટરી પ્રકાશ વી પરમારે જણાવેલ કે લોકો એમ સમજે છે કે રેડ ક્રોસ એટલે માત્ર બ્લડ બેન્ક સેવા ,પરંતુ એ સિવાયના પણ રેડક્રોસ ઘણા બધા કામો કરે છે . રેેડક્રોસ ગુજરાત દ્વારા ગુજરાતના દરેક જિલ્લાઓમાં બ્લડ બેન્ક શરૂ કરવી, અત્યાર સુધી 25 બ્લડબેંકો શરૂ કરી દેવાય છે. આ ઉપરાંત દરેક જિલ્લામાં એક જનરીક મેડિકલ સ્ટોર કે જેમાં ખૂબ જ પ્રતિષ્ઠિત ફાર્માસ્યુટિકલ કંપનીઓની દવાઓ ખૂબ જ રાહતના દરેક ઉપલબ્ધ બને. આધુનિક લેબોરેટરીઓ ,ફર્સ્ટ એડ ટ્રેનિંગ સેન્ટરો ચલાવવાની નેમ છે. અત્યાર સુધી 1, લાખ લોકોને ટ્રેનિંગ અપાઇ છે .અકસ્માત વખતે, ઇમરજન્સી વખત આવી ટ્રેનિંગ દર્દીને હોસ્પિટલ પહોંચતા પહેલા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને અનેકના જીવ બચાવી શકાય છે. રેેડક્રોસ ગુજરાત ના પ્રમુખ ,ગુજરાતના સહકારી આગેવાન ,અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજયભાઇ પટેલે ગુજરાતના બધાજ જિલ્લા, શહેરોની રેડક્રોસ બ્રાન્ચોની મુલાકાત પોતે લીધી છે, તેમાં પાટણ જિલ્લાની રેડ ક્રોસ જેવી સરસ બ્રાન્ચ તેમને જોઈ નથી. તેમણે પાટણ રેડ કોર્સ દ્વારા ચાલતી આવી અનેક પ્રવૃત્તિઓ ઉપરાંત રાજ્યના 33 એ જિલ્લાઓમાં તેઓ એક ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ બનાવવાની ઈચ્છા રાખે છે. જેમાં દરેક પ્રકારના ડોક્ટર ,એન્જિનિયરો,સેવાભાવિ વયક્તિઓ? સંસ્થાઓ, નાના કડિયા મજુર થી લઇ પ્લમ્બર સુધીના જોડાય ,આવી ટીમ ભુકંપ , કોરોના ,રોગચાળો જેવી કોઇપણ પકાર ની કુદરતી આપત્તિઓ સમયે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે .પાટણનને આ બાબતે આગળ કાર્યવાહી કરવા અને કોઈ પણ પ્રકાર નું ફંંડ આપવા તેમણે સધિયારો આપેલ . આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને રહેલ રેેડક્રોસ પાટણના ભવન ના મુખ્ય દાતા અરવિંદભાઈ ટી પટેલે પોતાના પ્રવચનમાં જણાવેલ કે ‘માનવસેવા કરવાથી જ ભગવાન પસંદ થાય છે’ જો જીવતો માણસ કોઈ ને મદદરૂપ ન થાય તો ,તે મરેલો બરાબર છે. અરવિંદભાઈ એ દરેક ગામ ,શહેરના લોકો તેમના ગામ ,આજુબાજુ રહેેતાના કુપોષિત બાળકોની જવાબદારી ઉપાડે તો ,આવતા દિવસોમાં કુપોષણ આપણા રાજ્ય માં થી નાબૂદ થઈ જશે. આ પ્રસંગે દાતાઓ, હોદ્દેદારો, કાર્યકરોને સાલ મોમેન્ટો આપી સન્માન કરાયેલ .
આજે જે ફિઝિયોથેરાપી સેન્ટર નું ઉદ્ધાટન કરાયેલ જેના માટે રૂપિયા 25 લાખનું માતબર દાન આપનાર રમેશભાઈ રસિકભાઈ પટેલ પરિવાર નું સૌ પ્રથમ સન્માન કરવામાં આવ્યું હતું .રેેડક્રોસ ભવનના મુખ્ય દાતા અરવિંદભાઈ ટી પટેલ, દેવદત ભાઈ જૈન, ડો. મોહનભાઈ એસ પટેલ, ડો. હેમચંદભાઈ વી પટેલ ,મેહુલભાઈ જૈન ,ગોરધનભાઈ જી.ઠક્કર ડો.જે કે પટેલ ,ડો. રાજુભાઈ શાહ ,પ્રજ્ઞેશભાઈ એન ગાંધી જયાબેન પી પોપટ પરિવાર ,ડૉ. કાશીરામ ભાઇ પટેલ ડૉ. અતુલભાઇ અગ્રવાલ ,પૂર્વ દ્વારા સભ્ય શ્રી રણછોડભાઈ દેસાઈ ડોક્ટર કે. એસ. પટેલ ગાયનેક, પુર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પંડ્યા, પાટણના વર્તમાન ધારાસભ્ય ડૉ.કિરીટભાઈ પટેલ સર્વોદય સેવા ટ્રસ્ટ રાધનપુર વતી ડૉ. અંબાલાલ પટેલ તેમજ રેડક્રોસ ના પૂર્વ હોદ્દેદારો ,કાર્યકરો ડો. શંકરભાઈ પટેલ, ડૉ. મોહનભાઈ એસ પટેલ ,ડૉ.જે કે પટેલ ,મનસુખભાઈ આર પટેલ મહેશભાઈ જે ગાંધી ,ડૉ. સુમનભાઈ એ પટેલ ડૉ. રાજેન્દ્ર આર શાહ ,ઘનશ્યામજી પટેલ ડૉ રોહિતભાઈ શાહ,ડૉ. નીતિનભાઈ શાસ્ત્રી સહિત કર્મચારીઓનું સન્માન કરાયેલ. આભાર વિધિ વાઇસ ચેરમેન મહેશભાઈ ગાંધીએ કરેલ આ પ્રસંગે સેન્ટ ઝોન એમ્બ્યુલન્સ ના ડૉ. સોમભાઇ પટેલ,સેક્રેટરી કિરીટ ખમાર રેડક્રોસ ના. ખજાનચી અશ્વિન જોશી સહિત અગ્રણી નાગરિકો તબીબો નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનનું સુંદર સંચાલન જ્યોતિબેન પટેલે કરેલ.
હષૅદ ખમાર