September 28, 2026
Maha Gujarat
Other

ઉજ્જૈન નગરી માં શ્રી શિવપુરાણ કથા મહોત્સવ યોજાયો

શ્રી શ્રીહરિ સેવા પરિવાર પાટણ દ્વારા આયોજિત શ્રી શિવમહાપુરાણ કથા મહોત્સવ ઉજ્જૈન નગરી ખાતે શ્રી મહાકાલેશ્વર દાદા ના સાંનિધ્ય માં ખૂબ દિવ્યતા પૂર્વક પરિપૂર્ણ થયો. જેમાં વ્યાસપીઠ ઉપર થી વકતા શાસ્ત્રી શ્રી દિલીપભાઈ આચાર્ય એ સંગીત ના સૂરો સાથે શિવપુરાણ કથા ના માધ્યમ થી ભાવિકો ને શિવ ભક્તિ થી રસતરબોળ બનાવ્યા હતા . આ કથા ના મુખ્ય મનોરથી તરીકે સ્વ. મનજીભાઇ મનોરદાસ પટેલ (સાગોડિયા ) પરિવારે લાભ લીધો હતો. આ યાત્રા માં આશરે 100 ભાવિક ભક્તો જોડાયા હતા. યાત્રિકો એ કથા શ્રવણ સાથે ઉજ્જૈન નગરી માં મહાકાલેશ્વર ના દર્શન સહિત ઉજ્જૈન નગરી ના વિવિધ મંદિરો ના દર્શન કર્યા હતા. કથા બાદ યાત્રિકો એ મધ્ય પ્રદેશ માં આવેલ ઓંમકારેશ્વર જયોતિલીંગની યાત્રાપણ કરી હતી. શ્રી શ્રી હરીસેવા સેવા પરિવાર ના આયોજકો, કાર્યકરો એ યાત્રા,ભોજન,નિવાસ,કથા સહિત નું ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું

Related posts

શનિવારે જૈનાચાર્યના જન્મ દિને પાટણમાં ડૉક્ટર ફ્રી સેવા આપશે

museb

પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, હેમ. ઉ.ગુ. યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ ડૉ. જીતેન્દ્ર પંચોલીનું દુ:ખદ અવસાન

museb

શ્રી નરેન્દ્ર મોદી સરકારના કેન્દ્ર માં નવ વર્ષના સુશાસન ની વાત કહેવા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ સિધ્ધપુર આવશે.

mahagujarat

નૂતન વિનય મંદિર પ્રાથમિક શાળાનો પ્રવેશોત્સવ જેમાં ચારિત્ર વિજય મહારાજ સાહેબ શ્રી પરમ પૂજ્ય ગુરુજી આશીર્વાદ આપી બાળકોને સુંદર આશિર્વચન આપ્યા

museb

મહેસાણા-પાટણ-ભિલડી રેલલાઇનને ડબલ કરવામાં આવશે…

mahagujarat

ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ માં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાટણ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ સેમિનારનું આયોજન

museb

Leave a Comment