September 18, 2026
Maha Gujarat
Other

રીજીયોનલ સાયન્સ સેન્ટર, પાટણ ખાતે વિશ્વ માતૃભાષા દિવસના ઉપક્રમે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

એકવીસમી ફેબ્રુઆરીની ઉજવણી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે કરવામાં આવે છે ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ થી તેમજ અકાદમીના મહામાત્રશ્રી. ડૉ. જયેન્દ્રસિંહ જાદવસાહેબનાં માર્ગદર્શન તેમજ પ્રેરણાથી જ્ઞાન શક્તિ ફાઉન્ડેશન, પાટણ તેમજ હેરીટેજ કારાઓકે ગૃપ, પાટણના સંયુક્ત ઉપક્રમે રીજીયોનલ સાયન્સ સેન્ટર, પાટણ ખાતે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે ગુજરાતી ભાષાની કવિતાનું કવિ સંમેલન યોજાઈ ગયુ. માતૃભાષા શબ્દ પ્રયોગ હોવાને લીધે જ્ઞાન શક્તિ ફાઉન્ડેશન, પાટણના પ્રમુખ મમતાબેન ખમારે માતૃ શક્તિને કેન્દ્રમાં રાખી ને માત્ર કવિયત્રી ઓ દ્વારા જ માતૃભાષાનું મહત્વ સમજાવતી કવિતાનું રસપાન કરાવતાં આ કાર્યક્રમ નું આયોજન કર્યું હતુ. કાર્યક્રમની શરૂઆત ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ શ્રી. ભાગ્યેશ જ્હાં સાહેબના પ્રેરક ઉદબોધનના વિડીયો સંદેશથી કરવામાં આવેલ. ત્યાર બાદ ગુજરાત વિદ્યાપીઠનાં ગુજરાતી વિભાગના ભુતપૂર્વ અધ્યક્ષા ડૉ. ઉષાબેન ઉપાધ્યાય દ્વારા તેઓની માર્મિક શૈલીમાં જીવન રહસ્ય તેમજ કૃષ્ણ પ્રેમની કૃતીઓ રસાળ શૈલીમાં રજુ કરી હતી. જ્યારે વ્યવસાયે હોમિયોપથી ડૉ. માર્ગીબેન દોષી એ અત્યંત રોચક શૈલીમાં તેઓની પ્રણયી કવિતાઓ અને શેરો શાયરી રજુ કરી હતી. જ્યારે કવિયત્રી દિક્ષીતા બહેને પણ સુંદર અને રસપ્રદ કવિતાઓ રજુ કરીને શ્રોતાઓને આનંદ કરાવ્યો હતો. રીજીયોનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર શ્રી. સુમિત શાસ્ત્રી એ પોતાની વિશિષ્ટ રજુઆત પ્રસ્તુત કરીને શ્રોતાઓને મજા કરાવી હતી. આર્ટ્સ કૉલેજ, પાટણ ખાતે પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. પિયુષ ચાવડા જેઓ પોતે સારા ગઝલકાર તેમજ ઉચ્ચ દરજાના કવિ છે તેમણે પણ કાર્યક્રમ મા શ્રોતા તરીકે હાજરી આપી હતી અને ખાસ વિનંતીથી પોતાની સુંદર કૃતીઓ પણ રજુ કરી હતી. અવની મેટરનિટી હોમના ડૉ. શ્રી. દિપભાઈ શાહે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સ્થાન સજાવીને કાર્યક્રમ ની સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી. કાર્યક્રમ નું સફળ સંચાલન ડૉ. પારસ ખમાર દ્વારા કરવામાં આવ્યું હતુ જ્યારે સંયોજક તરીકે ડૉ.આશુતોષ પાઠકે જહેમત ઉઠાવી હતી. ધ્રુમિલ પટેલ, હેરીટેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના પ્રણેતાએ ખાસ હાજર રહીને કાર્યક્રમ ને માણ્યો હતો.

Related posts

પાટણના નગરદેવીના મંદિરમાં અનોખો દીપોત્સવી મહોત્સવ યોજાશે

mahagujarat

પાટણના નગરદેવીના મંદિરમાં બેદિવસીય પંદરમાં શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

mahagujarat

ચૈત્રી નવરાત્રીના દિવસોમાં પાટણના નગરદેવી શ્રીકાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં બે દિવસનો શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યનો જાજરમાન કાર્યક્રમ યોજાશે

mahagujarat

પાટણમાં શહીદ દિન નિમિતે ‘શૌર્ય સંધ્યા’ કાર્યક્રમનું આયોજન કરાયું

mahagujarat

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો બે દિવસીય વર્ષિકોત્સવ ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો

museb

ભારત વિકાસ પરિષદ-પાટણ ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ

mahagujarat

Leave a Comment