September 11, 2026
Maha Gujarat
Other

શ્રી રામ રહીમ પૂરક શિક્ષણના વર્ગોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

પાટણના શ્રી રામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત શ્રી રામ રહીમ પૂરક શિક્ષણના વર્ગોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આગામી પરીક્ષા માટે શુભેચ્છા આપવા માટેનો કાર્યક્રમ યોજાયો

પાટણના શ્રીરામ પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રીરામ રહીમ અન્ન ક્ષેત્રની પ્રવૃત્તિ દ્વારા પાટણના ભૂખ્યાજને રોજ એક ટંક ભર પેટ ભોજન આપવામાં આવે છે જેનો ખૂબ મોટી સંખ્યામાં ગરીબ મધ્યમ વર્ગ ના અનેક પરિવારો અને લાભ લે છે .આ પ્રવૃત્તિ ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના પુરક શિક્ષણ ના વર્ગો છેલ્લા 18 વર્ષથી ચલાવવામાં આવે છે. આ વર્ગમાં અભ્યાસ કરતી ગરીબ, મધ્યમ વર્ગની દીકરીઓને વર્ષ દરમિયાન નિષ્ણાત શિક્ષકોની મદદથી ફ્રી ટ્યુશન આપવામાં આવે છે.

ચાલુ વર્ષે આ વર્ગમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી દીકરીઓને આગામી આવતી પરીક્ષા માટે શુભેચ્છા આપવાનો કાર્યક્રમ આજે સંસ્થાના ભવનમાં, આ સંસ્થાના મુખ્ય ભવનના દાતા, પરિવારના સભ્ય શ્રી રજનીભાઇ સાડેસરાના પ્રમુખસ્થાને યોજાયેલ.

આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી યતીનભાઈ ગાંધી, આ પુરક શિક્ષણ વર્ગોના ચેરમેન હર્ષદભાઈ ખમાર, કારોબારી સભ્ય શ્રી શંકરભાઈ પટેલ ઉપસ્થિત રહેલ. આગામી પરીક્ષા આ વિદ્યાર્થીનીઓ શાંતિથી કેવી રીતે આપી શકે અને પરીક્ષા અને પરીક્ષામાં શું ધ્યાન રાખવું તેની ટિપ્સ આપવા  ‘‘કી નોટ સ્પીકર’’ તરીકે પાટણના હેમ. ઉતર ગુજરાત યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટ વિભાગમાં સહઅધ્યાપક તરીકે સેવા આપતા ડૉ. નિસર્ગ ખમારે હાજર રહી વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી સુંદર માર્ગદર્શન અને માહિતી આપેલ.

મેનેજિંગ ટ્રસ્ટી યતિનભાઇ ગાંધી એ સંસ્થાની પ્રવૃત્તિઓને અને હર્ષદભાઈ ખમારે આ પુરક શિક્ષણના વર્ગોનો અહેવાલ આપેલ. શ્રી રજનીભાઈ સાંડેસરા એ આશીર્વાદ આપી તેમને આપ વર્ગ માટે સુંદર કાંસ્ય ની શ્રી સરસ્વતી માતાની પ્રતિમા પણ ભેટ આપી આપી હતી. દરેક દીકરીઓને રોજ સરસ્વતી માતા નું ગાન  અને પૂજન કરવા તેમણે સૂચન કરેલ. તેમના તરફથી દરેક દીકરીઓને બોલપેનના સેટ નંગ બે પણ અપાયેલ. સંસ્થા તરફ મિષ્ઠાન સાથે  સુંદર નાસ્તો આપી દીકરીઓને શુભેચ્છા અને આશીર્વાદ અપાયેલ.

Related posts

“ઓમ મરી મરી ને જીવવું ઇના કરતો ભગવોન લઇ લે તો હારું”……..

mahagujarat

Myempire Casino Free Spins: Genießen Sie Online-Casino Spiele in Deutschland

Admin

આગામી 29 એપ્રિલે પાટણમાં ભગવાન પરશુરામજીની 54મી રથયાત્રા નિકળશે

museb

પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ’સમિટ યોજાઈ

mahagujarat

પાટણ જિલ્લાની સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા બદલી થયેલ કલેક્ટરશ્રી સુપ્રિતસિંહ ગુલાટી સાહેબનો વિદાય શુભેચ્છા સમારંભ યોજાયો

mahagujarat

પાટણ નગરના સ્થાપના ૧૨૮૦મા દિનની ઉજવણી : શોભાયાત્રા યોજાઇ

museb

Leave a Comment