🔸🔸🔸🔸🔸🔸🔸🔸
ભારત વિકાસ પરિષદએ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરતી સંસ્થા છે. સંસ્થા તેના પાયાના પાંચ સૂત્રો સંપર્ક ,સહયોગ, સંસ્કાર ,સેવા, અને સમર્પણ પર આધારિત છે. બાળકોમાં સંસ્કારનું ઘડતર થાય અને અર્વાચીન સંસ્કૃતિમાં ગુરુ શિષ્યના સંબંધો ભુલાય નહી અને આ સંબંધો વધુ મજબૂત થાય તે ઉદ્દેશથી દર વર્ષે ગુરુપૂર્ણિમાની આજુબાજુ પાટણ શહેરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગુરુ વંદન છાત્ર અભિનંદન નો કાર્યક્રમ કરે છે.ચાલુ વર્ષે આજ રોજ 01/07/23 થી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં આજરોજ બી.ડી સાર્વજનિક વિદ્યાલય પાટણ, સુરમ્ય પ્રાથમિક શાળા,શેઠ એમ. એન. હાઇસ્કુલ અને પ્રાથમિક શાળા, વનરાજ પ્રાથમિક શાળા શ્રીમતી કે.કે ગર્લ્સ હાઇસ્કુલ, શ્રીજી વિદ્યામંદિર, જ્ઞાનજ્યોત હાઈસ્કૂલ, કીડ્સ આર એસ, પ્રેરણા મંદિર પ્રાથમિક અને માધ્યમિક શાળા એમ કુલ 11 શાળાઓમાં ગુરુ વંદન છાત્ર અભિનંદન નો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ સંપૂર્ણ વંદે માતરમ થી શરૂ કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ ભારત વિકાસ પરિષદનો પરિચય મેળવે અને ગુરુ શિષ્યના સંબંધોથી માહિતગાર થાય, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ શિષ્યના સંબંધ વિશે વક્તવ્ય રજૂ થાય,શાળાના આચાર્ય શિક્ષક મિત્રોનું વિદ્યાર્થીઓ દ્વારા પૂજન કરવામાં આવે છે. અને વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે શાળાના શ્રેષ્ઠ શિક્ષકને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. જીવનમાં ત્રણ ગુરુ નું વિશેષ મહત્વ છે. જન્મ આપનાર માતા- પિતા, સાચો રસ્તો બતાવનાર ગુરુ (શિક્ષક) અને આપણને અતૂટ શ્રદ્ધાછે તે ભગવાન આમ ત્રણેય ગુરુ અને તેમના શિષ્યોના વિવિધ ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને ગુરુ શિષ્યનો સંબંધ વિશે સમજ આપવામાં આવી. કાર્યક્રમમાં શાખાના પ્રમુખ દિલીપભાઈ પટેલ મંત્રી ભરતભાઈ પટેલ સંયોજક અંબરભઈ મોદી, ટ્રસ્ટી ભાનુભાઈ સોની,અશ્વિનભાઈ પારેખ,શાંતિભાઈ સ્વામી, ગુજરાત ઉત્તર મહામંત્રી પારસ ખમાર, શાખાના કારોબારી મિત્રો જે.વી.પટેલ, હેમંતભાઈ કાટવાલા, જીતુભાઈ પટેલ, ડૉ. શૈલેષભાઈ સોમપુરા, મહેશભાઈ દલવાડી, વિજયભાઈ પટેલ, નારણભાઈ પટેલ, કમલેશભાઈ સ્વામી, ધવલભાઇ પટેલ પિયુષભાઈ ખમાર તેમજ બહેનોની ટીમ જેમાં મમતાબેન ખમાર, પૂર્ણિમાબેન મોદી, અનુબેન પટેલ, રમીલાબેન પટેલ ,જાગૃતીબેન પ્રજાપતિ આ કાર્યક્રમને સફળ બનાવવા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ 06/07/23 સુધી વિવિધ શાળાઓમાં કરવામાં આવનાર છે.
પાટણની બીડી હાઇસ્કુલ સહિત 11 શાળાઓથી આજે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી