September 26, 2026
Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાષ્ટ્રીયશિક્ષણ

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES)ને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ISO 21001:2018 પ્રમાણપત્ર મળ્યું

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, જે છેલ્લા 67 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને મૂલ્યો સાથે અગ્રેસર છે, તેને પ્રતિષ્ઠિત ISO 21001:2018 પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે એજ્યુકેશનલ ઓર્ગેનાઈઝેશન મેનેજમેન્ટ સિસ્ટમ્સ માટેની ઊંચી કક્ષાની માન્યતા છે, જે NGES ના કાર્યક્ષેત્રને વૈશ્વિક વિશ્વાસ અને ગૌરવ આપે છે.

NGES હેઠળ હાલ 10 કોલેજો અને 3 શાળાઓ કાર્યરત છે. સંસ્થાનું ધ્યેય માત્ર શૈક્ષણિક શ્રેષ્ઠતા પૂરતી નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, જીવનકૌશલ્ય અને સર્વાંગી વિકાસ ઘડવાનું છે.

આ અવસરે, NGES ના ડૉ. જય ધ્રુવ એ જણાવ્યું:“આ સિદ્ધિ અમારા માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી હંમેશાં ભારતીય મૂલ્યો સાથે શિક્ષણ આપવાની અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવાની પ્રતિબદ્ધતા ધરાવે છે. ISO 21001:2018 પ્રમાણપત્ર એ વિશ્વ મંચ પર અમારા સંકલ્પનો સશક્ત પુરાવો છે. આ સિદ્ધિ માટે, છેલ્લા વર્ષોથી એનજીઈએસના મૂલ્યો સાથે શિક્ષણના આ સફરમાં સાથ આપનાર તમામ વ્યક્તિઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.”

આ મહત્વપૂર્ણ સિદ્ધિ સાથે, NGES એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતના શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા, સંસ્કાર, પર્યાવરણ જાગૃતિ અને વૈશ્વિક પ્રતિષ્ઠાનો નવો ધોરણ સ્થાપિત કર્યો છે.NGES દ્વારા સંચાલિત તમામ સંસ્થાઓના પ્રિન્સિપાલઓ, સ્ટાફ સભ્યો, વિદ્યાર્થીઓ અને કેમ્પસ સાથે જોડાયેલા તમામ લોકો આ સિદ્ધિ પર ગર્વ અનુભવે છે અને સાથે મળીને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છે.

Related posts

પાટણની ધ્વનિ સંગીત પરિવારના પ્રમુખ પદે અશોક વ્યાસની પુન: વરણી

museb

ઉજ્જૈન નગરી માં શ્રી શિવપુરાણ કથા મહોત્સવ યોજાયો

mahagujarat

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો બે દિવસીય વર્ષિકોત્સવ ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો

museb

પાટણનાં જૈન જ્ઞાનમંદિર ખાતે જ્ઞાન સેમિનાર યોજાયો

museb

શ્રીમતી આનંદીબેન ચૌધરીના સૌજન્ય થી સર્વ મંગલમ આશ્રમ સાગોડિયા ની શાળા ના 231 વિદ્યાર્થીઓને વોટર પાર્ક ના પ્રવાસે લઈ જવાયા: વોટર રાઇડર્સ ની મજા માણી.

mahagujarat

પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન

museb

Leave a Comment