Maha Gujarat
IndiaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીય

પાટણમાં ભગવાન પદ્મનાથના સપ્ત રાત્રી મેળાનો પ્રારંભ થશે

ધર્મ નગરી પાટણમાં જેવી ધર્મ નગરીમાં પ્રજાપતિ જ્ઞાતિમાં વિક્રમ સવંત 1458 ને ચૈત્ર સુદ પાંચમે શિવદાસજીના વંશજમાં માતા લક્ષ્મીદેવી અને પિતા કરણદેવને ત્યાં પદ્મા ભગવાનનો જન્મ થયેલો પદ્મનાથજીને ભગવાન વિષ્ણુનો 24મો અવતાર માનવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણને દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યા મુજબ પ્રજાપતિ જ્ઞાતિમાં શ્રી હરિએ પાટણમાં જન્મ ધારણ કરેલો.

કારતક સુદ ચૌદસથી કારતક વદ પાંચમ સુધી રાતના સમયે શ્રીહરીની યાદમાં મેળો ભરાય છે

અણહીલપુર પાટણ ગુજરાતની રાજધાની હતી પણ 15 મી સદીમાં મુસ્લિમ શાસનની બાંગ પોકારાય ત્યારે ખાનબાદશાહ એ પદ્મનાભ ભગવાનમાં અલ્લાહના દિદાર કરેલા અને વેઠ પ્રથામાંથી તેમને મુક્તિ આપીને ઉગમણી બાજુ વાડી બનાવવા જમીન અર્પણ કરેલી જે ધરતી કુવારી પવિત્ર ગણાય છે પદ્મનાભ ભગવાને વિક્રમ સવંત 1470 માં ઉગમણી કોર વાડીની રચના કરી અને અહીં ભજન કરતા હતા તેમના પિતા કરણદેવનો કયારો હાલમાં સિંધવાઈ મંદિરે પૂજાય છે જ્યારે વાડીની રચના કરીને પદ્મ વાડીમાં આજે પણ 33 કોટી દેવતા 88,000 ઋષિમુનિઓ અને 56 કોટી યાદવોનો વાસ હોવાનું મનાય છે. કબીર સાહેબે પણ અહીં વાડીમાં ભજન માટે પધારતા, આજે પણ વાડીમાં કબીર વાડી છે. વડોદરા સુરત અને વિજાપુર ગુજરાતના ઉદા ભગતો કારતકના મેળા સમયે રામ કબીર કરતા પાટણ પધારે છે અને પ્રથમ છોકરાની બાબરી અહીં ઉતારે છે. પદ્મનાભજી વૈષ્ણવ ભક્તિમાં લીન રહેતા હતા. તુલસીના ક્યારા દરેક માટી સ્વરૂપે દેવી-દેવતાના શિરે શોભે છે.

પદ્મનાભજી વિશે લેખક મોહન ભટ્ટે સવંત 1669 માં પદ્મ પુરાણ ગુટકો પ્રસિદ્ધ કરેલો જેમાં ધાર્મિક સભર વાતો 27 કડવા સ્વરૂપે જોવા મળે છે આજે સ્વામી પ્રજાપતિ પરિવારો તેનો મહિમા ગાય છે. પદ્મનાથ સ્વામી 110 વર્ષની વયે સવંત 1568 માં ભક્તિમય ભજન કરતા હરિના સ્વરૂપમાં લીન બની ગયેલા જે વાડીમાં મુખ્ય ક્યારો પદ્મનાભ ભગવાન તરીકે ઓળખાય છે. વાડીમાં ગોમતી કૂઈ પવિત્ર મનાય છે આ સપ્ત રાત્રિ મેળામાં અઢારે આલમના સતી સેવકો પગે લાગે છે. મેળાના પ્રથમ દિવસે સાત ફેરા નવ પરણીત પ્રજાપતિ દંપતીઓ રાત્રે ફરે છે, અને માનતા સ્વરૂપે ઘણા ભક્તો દીવા પ્રગટાવતા પ્રગટાવતા જાય છે આજે પદ્મનાથ ભગવાનની કૃપાથી સમાજ ખૂબ સુખી છે. આજે પ્રજાપતિ સમાજના ઘણા કુટુંબો અમેરિકા સ્થાયી થયા છે. ભગવાનની કૃપાથી અમેરિકા જેવા દેશમાં મોટા ધંધા રોજગાર લઈને બેઠા છે. જ્યારે પણ સપ્ત રાત્રી મેળા હોય છે ત્યારે દેશ વિદેશથી આ સમયે પાટણ આવે છે અને ભગવાન પદ્મનાથને દાળ રોટલી ની સેવા કરે છે. કારતક સુદ ચૌદસ થી કારતકવદ પાંચમ સુધી સાત મેળા રાતના સમયે શ્રી હરિની યાદમાં ભરાય છે, આ મેળાને રેવડિયા મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ભગવાન શ્રી પદ્મનાભને ગોળ તથા તલમાંથી બનાવેલી રેવડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે, નિરંજન નિરાકાર જ્યોત સ્વરૂપ એવી ચાર દિવ્યા રવાડી (જ્યોત)અહીં પ્રગટે છે પ્રથમ રવાડી ગણપતિ દાદા ની નીકળે છે તે જગ્યામાં જ વિરામ પામે છે અને બીજી પદ્મનાભ ભગવાનની રવાડી નરસિંહજી મંદિરે પાટણ ખાતે આવે છે અને ત્યાર સભા સ્વરૂપે વિરામ પામે છે અને ત્રીજી રવાડી હરદેવજી તે કુલડીવાસ આવે છે અને ચોથી ભગવાન નકળંગની રવાડી અગાસીયા વિરે વિરામ કરે છે. આમ હરિની યાદમાં સપ્તરાત્રી મેળા ભરાય છે ચાલુ સાલે પણ ચકડોળ તથા વિવિધ પ્રકારના સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પદ્મનાથ ભગવાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા તથા સમાજના યુવાનો તથા સમાજ દ્વારા મેળાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ મેળામાં પાટણ પોલીસ વિભાગ દ્વારા પણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાતે દિવસ બંદોબસ્ત આપવામાં આવે છે.

Related posts

યોગાંજલિ કેળવણી મંડળમાં ગુજરાત સેવા સેતુ દ્વારા પાટણ ,બનાસકાંઠા અને મહેસાણાની સ્વૈચ્છિક સંસ્થાઓની તાલીમ યોજાઈ

mahagujarat

NGES કેમ્પસમાં આ વર્ષથી નવીન કોલેજ MSc (CA & IT) શરૂ કરવામાં આવી

museb

પાટણની કે.કે. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો

museb

“જીવન એક આનંદોત્સવ” વિષય અંતર્ગત જાણીતા લેખિકા અને મહર્ષિ અરવિંદના સાધિકા સુ.શ્રી જ્યોતિબેન થાનકીનું માનનીય વક્તવ્ય યોજાયું .

mahagujarat

હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો.

mahagujarat

આશા, સંવાદિતા, શાંતી અને સ્થીરતા ને સાચા અર્થમા ચરિતાર્થ કરતું પ્રમુખ પદ એટલે ભારતની જી ૨૦ની અધ્યતા – ડૉ.આશુતોષ પાઠક

mahagujarat

Leave a Comment