Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીયશિક્ષણ

પાટણની શ્રીમંત ફતેહસિહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા નવિન વિભાગનું લોકાર્પણ તેમજ અભિવાદન સમારોહ યોજાયો

પાટણ શહેરના કનસડા દરવાજા સ્થિત ૧૩૫ વર્ષથી કાર્યરત ઐતિહાસિક શ્રીમંત ફતેહસિહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ગાંધીનગરના ડાયરેક્ટર ગ્રંથાલય નિયામક પંકજભાઈ ગોસ્વામીના અધ્યક્ષસ્થાને નવિન વિભાગોનું લોકાર્પણ તેમજ સમાચારપત્રોના તંત્રીઓ, મિડીયાના પત્રકારો તથા પુસ્તકાલયના સેવકો-દાતાઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે અધ્યક્ષશ્રી પંકજભાઈ ગોસ્વામી, નિયામકશ્રી ગ્રંથાલય વિભાગ-ગાંધીનગર દ્વારા પુસ્તકાલયની કામગીરીને બિરદાવી સમગ્ર ગુજરાતમાં થતા પુસ્તકાલયોનાં વિકાસની માહિતી આપી હતી. તેમજ આ પુસ્તકાલયને વિવિધ મદદ આપવાની ખાતરી આપી હતી. સાથે આસીસ્ટન્ટ  ડિરેક્ટર બાબુભાઇ ચૌધરીએ પણ હાજરી આપી હતી.

મુખ્ય મહેમાન અરવિંદભાઈ કૃષ્ણાલાલ દવેએ પોતાના પિતાના સંસ્મરણો તાજા કરતા ૬૦ થી ૭૦નાં દાયકામાં તેઓએ લાઇબ્રેરીમાં એક લાઇબ્રેરીયન તરીકે સેવા આપી હતી અને તેની યાદગીરીરૂપે આગામી સમયમાં સિનિયર સીટીઝન્સ માટે હોલ બનાવવાનો છે તેનો સંપૂર્ણ ખર્ચ કૃષ્ણાલાલ દવેનાં સ્મરણાર્થે આપવાની ખાત્રી આપી હતી તેમજ પુસ્તકાલયનાં નવીન કાર્યક્રમ કૃષ્ણાર્પણ સેવા કાર્યક્રમ માટે તેમના સાસુ શ્રીમતી કૈલાશબેન ચીમનલાલ વ્યાસ-ઉં.વ.૯૪, રહે. ધીવટો, પાટણની દિકરી જયશ્રીબેન અરવિંદભાઇ વ્યાસ રંગૂનવાળાના સૌજન્યથી રૂા. 1,11,111 નું દાન આપવામાં આવ્યુ હતું.

જયારે બીજા મહેમાન મફતલાલ પટેલે પુસ્તકાલયનાં યોગદાનને મહત્વપૂર્ણ જણાવી પુસ્તકાલય જો જીવંત હશે તો સમાજ જીવંત રહેશે અને પુસ્તકાલયનાં વિકાસમાં યોગદાનને યાદ કરી પાટણના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા અને દાતાઓની સખાવતને બીરદાવી વધુ દાન આપવા અપીલ કરી હતી.

આ પ્રસંગે અમેરીકાથી પધારેલ કેતનભાઈ અમીન દ્વારા લાઈબ્રેરીમાં પોતાના માતાશ્રી ગંગાબા તેમજ પિતાશ્રી દયાળજીભાઈ અમીન નાં સ્મરણાર્થે ‘ગંગાબા રોજગાર કેન્દ્ર”ની પ્રવૃત્તિઓને ધમધમતી રાખવા બહેનો માટે  નવીન રોજગારલક્ષી પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણ મદદ કરવાની ખાત્રી આપી હતી. મુંબઇના દાતા શ્રી વિક્રમભાઇ નગરશેઠ તેમજ શ્રીમતી રચનાબેન નગરશેઠ દ્વારા હોલ માટે સખાવત આપી લાઇબ્રેરીનાં હોદ્દેદારોને બીરદાવી પુસ્તકાલયનું મહત્વ સમજાવ્યુ હતું. આ પ્રસંગે શ્રીમતી દીપ્તી ગૌરાંગ ત્રિવેદી, રશ્મિ કૌશિકભાઈ વ્યાસ, શ્રીમતી હરિપ્રયા હરેશભાઈ વ્યાસ દ્વારા પોતાના પિતાના સ્મરણાર્થે “ગીજુદાદા પ્રેરણા કેન્દ્ર” બહેનો માટે રીડીંગ લાઇબ્રેરી બનાવવા દાન આપી પોતાના પિતાજીને સ્મરણાંજલિ પાઠવી સંતોષ વ્યકત કર્યો હતો. લાઇબ્રેરીનાં હોદ્દેદારો દ્વારા આ કાર્યક્રમો માટે નવીન મહિલા કમીટીની જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે અશોકભાઈ વ્યાસ દ્વારા આર્શીવચન પાઠવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પોતાનાં પ્રવચનમાં લાઇબ્રેરીનાં વિકાસને બિરદાવી નવીન કાર્યો શરુ કરવાની પહેલ કરવાનું આહવાન આપ્યુ હતું. શ્રીમતી કે.કે.ગર્લ્સ હાઇ.ના પ્રિન્સીપાલ દિનેશભાઈ પ્રજાપતિએ સારા પાડોશીથી એકબીજાનાં સહકારથી આ વિસ્તારનાં વિકાસ માં પ્રકાશ પથરાઇ રહયો છે તેનો આનંદ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે સંતોષ કરોડે તેમજ આરતીબેન કરોડે અમદાવાદથી ખાસ પધાર્યા હતા.

સ્વાગત પ્રવચન ડો.શૈલેષ સોમપુરાએ કરી લાઈબ્રેરીનાં અગાઉના વહીવટકર્તાઓ તથા દાતાઓને ૧ મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી હતી અને નવીનીકરણ તેમજ દાતાઓના દાન માટેની વિગતોથી માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં લાઇબ્રેરીને અત્યાર સુધીમાં દાન આપનાર દાતાઓનું સન્માન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યુ હતું તેમજ સમાચારપત્રો-મીડીયાના પત્રકાર મિત્રોનું શિલ્ડ તેમજ પુસ્તક આપી ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે કારોબારી સભ્યો, મોટીસંખ્યામાં વાંચકો, નાગરીકો તથા મહેમાનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આભારવિધી મંત્રી મહાસુખભાઈ મોદીએ કરી હતી.

Related posts

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં પાટણના દ્વારકાધિશ મંદિરમાં ત્રિદિવસીય મહાઉત્સવ યોજાશે

mahagujarat

આ વખતે વિશ્ર્વપ્રસિધ્ધ પટોળાના વસ્ત્રો પરિધાન કરી સૌ પ્રથમવારભગવાન જગન્નાથજી પાટણ નગરની પરીક્રમાએ નિકળશે

mahagujarat

પાટણની નૂતન વિનય મંદિર શાળામાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ : સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ, શૈક્ષણિક કીટ વિતરણ અને ખેલ પ્રતિભાઓનું સન્માન

mahagujarat

પાટણ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણી છોડવા કે. સી. પટેલની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

museb

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કોર્પોરેટરો આમને-સામને, કોર્પોરેટરને ‘બુટલેગર’ કહેતા ઇંટનો જવાબ પથ્થરથી આપવા ચીમકી અપાઇ

mahagujarat

પાટણના લેઉઆ પાટીદાર સમાજના બે સગા ભાઈઓના હૃદય રોગના હુમલો આવતા અકાળે દુ:ખદ અવસાન

mahagujarat

Leave a Comment