Maha Gujarat
Other

પાટણ નગરપાલિકામાં વેરા વસુલાતના પ્રથમ દિવસે જ સોફ્ટવેર ખોવાઈ પડતા કામગીરી અટવાઈ

સિનિયર સિટીઝનો ગરમી પૂર્વે વેરો ભરાઈ જાય માટે વહેલી સવારથી જ કચેરીમાં આવીને બેસી ગયા હતા

પાટણ નગરપાલિકામાં વેરા વસુલાતના પ્રથમ દિવસે જ સોફ્ટવેર ખોવાઈ પડતા કામગીરી અટવાઈ પડતા વસૂલાત જ થઈ શકી ન હતી. સવારથી જ વેરો ભરવા આવેલા લોકો કલાકો સુધી પ્રતીક્ષા કર્યા બાદ અંતે પરત જવું પડતા સ્ટાફ ઉપર ભારે રોષ ઠાલવ્યો હતો.

પાટણ નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2025-26 માટે વેરા વસૂલાત માટે શરૂ કરતા પહેલા ગુરુવારે સાંજે સોફ્ટવેર ચેકિંગ માટે વેરા વસુલાતની કામગીરી કરી હતી.જેમાં સિસ્ટમ યોગ્ય રીતે ચાલતા શુક્રવારે સવારે 6 કાઉન્ટર સાથે વેરા વસૂલાતની વ્યવસ્થા ગોઠવાઈ હતી. મોટા ઉપાડે શહેરીજનોને વેરો ભરી જવા માટે જાહેરાતો કરતા સવારથી જ શહેરમાંથી મોટી સંખ્યામાં મિલકત ધારકો વેરો ભરપાઈ કરવા માટે આવી જતા વસુલાત શાખામાં ભીડ જામી હતી. વસુલાતની કામગીરી શરૂ કરતાં સોફ્ટવેરમાં ટેકનિકલ એરરને લઈ શરૂ જ ના થતા વસુલાતની કામગીરી શરૂ થઈ શકી ન હતી. વેરો ભરવા આવેલા 200થી વધુ અરજદારોમાં મોટાભાગના સિનિયર સિટીઝનો હતા. ગરમી પૂર્વે વેરો ભરાઈ જાય માટે વહેલી સવારથી જ કચેરીમાં આવીને બેસી ગયા હતા.

સોફ્ટવેરમાં એરર આવતા વેરો જ ના ભરાતા દોઢ કલાકથી વધુ પ્રતીક્ષા બાદ અંતે સિનિયર સિટીઝનો સ્ટાફ ઉપર ભારે અકળાયા હતા. બેસવાની પણ વ્યવસ્થા ના હોય સિસ્ટમ ચાલુ ના હોય તો વેરો વસુલાત બંધ રાખવી હતી. હવે સોફ્ટવેર શરૂ થયા બાદ કામગીરી શરૂ કરીશું વેરા શાખાના સુપ્રિટેન્ડેન્ટ લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે ટેસ્ટિંગ માટે વેરો શાખાની કામગીરી ચાલુ કરી હતી તે દરમિયાન સોફ્ટવેરમાં દરેક સિસ્ટમમાં કાર્યરત હતા અને એકાદ કલાકમાં રૂ.1,13,021ની વેરાની આવક પણ થઈ હતી પણ આજના દિવસે પરથી એરર હોવાના કારણે કામગીરી ખોરવાઈ છે હવે આગામી કામગીરી સોફ્ટવેર કમ્પલેટ કાર્યરત હશે તો જ અરજદારોને બોલાવાશે. વહેલી સવારથી જ અરજદારી કચેરીમાં આવી ભીડ લાગી.

Related posts

શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્રારા નવીન બનનાર ચંદ્ર-કૃષ્ણા હોલનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

mahagujarat

મહાશિવરાત્રીથી પાટણ-સોમનાથની ટ્રેન આપો

museb

પાટણની નર્તન નૃત્ય ક્લા સંસ્થા દ્વારા ચિ. અવની, ચિ. ધ્યાની અને ચિ. ખુશી ભરત નાટ્યમ્ આરંગત્રમ્ની પ્રસ્તુતિ હેમ. ઉ.ગુ. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કરાશે

museb

એસ. પી. ઠાકોર સર્વોદય હાઇસ્કૂલ, કાંસાના શિક્ષક ડૉ. રાજગોપાલ મહારાજાને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત

mahagujarat

પાટણની શ્રી બી ડી સાર્વજનિક વિધાલયની ડિનલ વિઠાણીની ઇન્ટરનેશનલ એશિયાકપમાં બાસ્કેટબોલ ટીમમાં પસંદગી થઇ

mahagujarat

પાટણના ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા તૈયાર કરાયેલ પાણીની પરબનું લોકાર્પણ કરાયું

mahagujarat

Leave a Comment