તા. ૫,૬,૭, માર્ચ,૨૦૨૩ ના રોજ અમરેલી મુકામે ગુજરાત સરકાર અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ,ગાંધીનગર આયોજિત રાજ્ય કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા યોજાઈ ગઈ જેમાં હ્રીં ધ્વનિ સંગીત મહાવિદ્યાલયમાં સંગીતનો અભ્યાસ કરતી કુ. શિખા નાયક એ ૨૦ વર્ષ થી ૫૯ વર્ષની કેટેગરીમાં રાજ્ય કક્ષાની સુગમ સંગીત સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી સમગ્ર ઉત્તર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત કુ. દીપા ઠાકોર ભજન ગીત સ્પર્ધામાં તેમજ શ્રી ધ્રુમીલ રામી એ હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં પાટણનું નામ રોશન કર્યું હતું. આ ત્રણેય વિદ્યાર્થીઓ સંગીતની તાલીમ પ્રા.સમ્યક પારેખ પાસે મેળવે છે.
પાટણ આર્ટસ કોલેજનો સંગીત વિભાગનો વિદ્યાર્થી જયેશ માળી સમગ્ર ગુજરાતમાં પ્રથમ
ગુજરાત સરકાર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના મહા કલાકુંભ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્ય માં પાટણ ની પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજના સંગીત ડીપાર્ટમેન્ટ નો વિદ્યાર્થી શ્રી જયેશ માળી શાસ્ત્રીય વાસળી વાદન સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને પાટણ નું ગૌરવ વધાર્યું છે. તારીખ-૫,૬,૭,માર્ચ,૨૦૨૩ ના રોજ અમરેલી મુકામે રાજ્ય કક્ષાના મહા કલાકુંભનું આયોજન કરવા,માં આવ્યું હતું. જેમાં પાટણ આર્ટસ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓ ઇનામ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં પાટણ નું ગૌરવ વધાર્યું હતું. જેમાં જયેશ માળી-વાંસળી વાદન -પ્રથમ નંબર, શ્રી ધ્રુમીલ રામી-હાર્મોનિયમ વાદનમાં તૃતીય નંબર તેમજ કુ. દીપા ઠાકોર ભજન સ્પર્ધામાં તૃતીય નંબર કાર્ય હતા. આ તમામ વિદ્યાર્થીઓ સંગીતની તાલીમ ડો સમ્યક પારેખ પાસે મેળવી રહ્યા છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં સંગીતમાં ડીગ્રી અભ્યાસક્રમ એક માત્ર પાટણમાં આર્ટસ કોલેજમાં શરુ કરવામાં આવ્યો છે. અને સમગ્ર દેશમાંથી વિવિધ સંગીતના ગુણવાનો દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. કોલેજના આચાર્ય શ્રી ડો. લલીતભાઈ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ.